Mehsana: ખેરાલુમાં અહો વિચિત્રમ! લોન લીધી ના હોવા છતાં મહિલાઓને ફટકારી નોટિસ
મહેસાણાના ખેરાલુના એક ગામમાં વિચિત્ર ઘટના બની. ખેરાલુના એક ગામમાં 50થી વધુ મહિલાઓને લોન મુદ્દે નોટિસ ફટકારવામાં આવી.વિચિત્ર બાબત એ છે કે આ મહિલાઓએ લોન લીધી ના હોવા છતાં નોટિસ આપવામાં આવતા આશ્ચર્ય સાથે સવાલો થઈ રહ્યા છે.50થી વધુ મહિલાઓને નોટિસખેરાલુના ચોટીયા ગામની 50થી વધુ મહિલાઓને લોન ભરપાઈ માટેની નોટિસ ફટકારવામાં આવી છે.નોટિસ મળતાં ગામની મહિલાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. આ નોટિસ અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેન્ક દ્વારા આપવામાં આવી. બેંક મહિલાઓને લોન મામલે 21 દિવસમાં મુખ્ય ઓફિસમાં પૈસા ભરવાની નોટિસ ફટકારવામાં આવી. બેંક દ્વારા આપવામાં આવેલ નોટિસમાં હદ તો ત્યારે થઈ જ્યારે મૃતક મહિલાના નામની નોટિસ તેના પતિને મળી. કોરોના મહામારીમાં આ મહિલાનું મોત નિપજયું હતું. અને નોટિસમાં આ મહિલાએ વર્ષ 2023માં લોન લીધી હોવાનું દર્શાવાયું છે. તો સવાલ એ થાય કે આખરે મહિલાના નામે 2023માં કોણે લોન લીધી? ચોટિયા ગામની 50થી વધુ મહિલાઓને નોટિસ ફટકારાતા ગ્રામજનો રોષે ભરાયા. તમામ મહિલાઓને બેંકની મુખ્ય ઓફિસે 37 હજારથી 38 હજાર જેટલી રકમની લોન ભરપાઈ કરવા નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. લોન લીધી ના હોવા છતાં નોટિસ આવતા આ મહિલાઓએ સામૂહિક પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. મહિલાઓ: અમે કોઈ લોન લીધી નથીચોટીયા ગામની મહિલાઓને પોસ્ટના ટપાલી દ્વારા નોટિસ મળી. નોટિસ મામલે મહિલાઓએ જણાવ્યું કે અમે કોઈ લોન લીધી નથી. મૃતક મહિલાના પતિએ પણ કહ્યું તેમના પરીવારમાંથી કોઈએ મહિલાના નામે લોન લીધી નથી. અમે અમદાવાદમાં આવી કોઈ બેન્કનુ નામ સાંભળ્યું નથી. અમારા નામે ફોર્ડ થયું છે. મહિલાઓનું કહેવું છે કે આ પ્રકારની નોટિસને લઈને તેમનો રેકોર્ડ ખરડાયો છે. તેથી ભવિષ્યમાં તેમને પ્રોપર્ટી કે અન્ય કોઈ પ્રસંગ માટે લોન મેળવવી મુશ્કેલી બનશે. મહિલાઓએ એકઠી થઈને પૂર્વ સરપંચને રજૂઆત કરી.પુર્વ સરપંચે તમામ નોટિસ એકઠી કરીને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન જશે તેવું જણાવ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના ખેરાલુના એક ગામમાં વિચિત્ર ઘટના બની. ખેરાલુના એક ગામમાં 50થી વધુ મહિલાઓને લોન મુદ્દે નોટિસ ફટકારવામાં આવી.વિચિત્ર બાબત એ છે કે આ મહિલાઓએ લોન લીધી ના હોવા છતાં નોટિસ આપવામાં આવતા આશ્ચર્ય સાથે સવાલો થઈ રહ્યા છે.
50થી વધુ મહિલાઓને નોટિસ
ખેરાલુના ચોટીયા ગામની 50થી વધુ મહિલાઓને લોન ભરપાઈ માટેની નોટિસ ફટકારવામાં આવી છે.નોટિસ મળતાં ગામની મહિલાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. આ નોટિસ અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેન્ક દ્વારા આપવામાં આવી. બેંક મહિલાઓને લોન મામલે 21 દિવસમાં મુખ્ય ઓફિસમાં પૈસા ભરવાની નોટિસ ફટકારવામાં આવી. બેંક દ્વારા આપવામાં આવેલ નોટિસમાં હદ તો ત્યારે થઈ જ્યારે મૃતક મહિલાના નામની નોટિસ તેના પતિને મળી. કોરોના મહામારીમાં આ મહિલાનું મોત નિપજયું હતું. અને નોટિસમાં આ મહિલાએ વર્ષ 2023માં લોન લીધી હોવાનું દર્શાવાયું છે. તો સવાલ એ થાય કે આખરે મહિલાના નામે 2023માં કોણે લોન લીધી?
ચોટિયા ગામની 50થી વધુ મહિલાઓને નોટિસ ફટકારાતા ગ્રામજનો રોષે ભરાયા. તમામ મહિલાઓને બેંકની મુખ્ય ઓફિસે 37 હજારથી 38 હજાર જેટલી રકમની લોન ભરપાઈ કરવા નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. લોન લીધી ના હોવા છતાં નોટિસ આવતા આ મહિલાઓએ સામૂહિક પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
મહિલાઓ: અમે કોઈ લોન લીધી નથી
ચોટીયા ગામની મહિલાઓને પોસ્ટના ટપાલી દ્વારા નોટિસ મળી. નોટિસ મામલે મહિલાઓએ જણાવ્યું કે અમે કોઈ લોન લીધી નથી. મૃતક મહિલાના પતિએ પણ કહ્યું તેમના પરીવારમાંથી કોઈએ મહિલાના નામે લોન લીધી નથી. અમે અમદાવાદમાં આવી કોઈ બેન્કનુ નામ સાંભળ્યું નથી. અમારા નામે ફોર્ડ થયું છે. મહિલાઓનું કહેવું છે કે આ પ્રકારની નોટિસને લઈને તેમનો રેકોર્ડ ખરડાયો છે. તેથી ભવિષ્યમાં તેમને પ્રોપર્ટી કે અન્ય કોઈ પ્રસંગ માટે લોન મેળવવી મુશ્કેલી બનશે. મહિલાઓએ એકઠી થઈને પૂર્વ સરપંચને રજૂઆત કરી.પુર્વ સરપંચે તમામ નોટિસ એકઠી કરીને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન જશે તેવું જણાવ્યું.