જામનગરમાં કુખ્યાત દિવલા ડોને માત્ર 24 કલાકમાંજ ફરીથી પોત પ્રકાશયું : ખાણીપીણીની રેકડીએ સાગરીતો સાથે હંગામો કર્યો

Jamnagar Crime : જામનગરના કુખ્યાત દિવલા ડોન સામે રાંદલ નગર વિસ્તારમાં એક મહિલાએ ધારિયા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, અને ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસ શોધી રહી છે, ત્યાં માત્ર 24 કલાકના સમય ગાળામાં તેણે ફરી પોત પ્રકાશયું છે, અને મહાકાળી સર્કલ નજીક આવેલી એક નોનવેજની રેકડીએ હંગામા મચાવ્યો હતો. રેકડી બંધ કરીને જઈ રહેલા પિતા પુત્રને દબાણ કરીને ફરીથી રેકડી શરૂ કરવા અને નાસ્તો આપવાનું જણાવી હંગામો મચાવ્યો હતો, અને ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. જે હુમલાના બનાવ બાદ પોલીસ આરોપીઓને શોધી રહી છે.જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને નોનવેજની રેકડી ચલાવતા ગોવિંદભાઈ રામનાથ ગોડ (49) કે જે ગઈકાલે મહાકાળી સર્કલ વિસ્તારમાં આવેલી પોતાની નોનવેજની રેકડી બંધ કરીને પુત્ર વિપુલ સાથે ઘર તરફ જઈ રહ્યા હતા, દરમિયાન રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં દિવલો ડોન પોતાના સાગરીત સુનિલ માણેક શમીર, તથા અન્ય એક સાગરિત સાથે મળી નાસ્તો કરવા માટે આવ્યો હતો, અને ચારેય લોકોએ બંધ કરેલી રેકડીને ફરીથી ખોલીને નાસ્તો આપવા જણાવ્યું હતું.

જામનગરમાં કુખ્યાત દિવલા ડોને માત્ર 24 કલાકમાંજ ફરીથી પોત પ્રકાશયું : ખાણીપીણીની રેકડીએ સાગરીતો સાથે હંગામો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Crime : જામનગરના કુખ્યાત દિવલા ડોન સામે રાંદલ નગર વિસ્તારમાં એક મહિલાએ ધારિયા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, અને ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસ શોધી રહી છે, ત્યાં માત્ર 24 કલાકના સમય ગાળામાં તેણે ફરી પોત પ્રકાશયું છે, અને મહાકાળી સર્કલ નજીક આવેલી એક નોનવેજની રેકડીએ હંગામા મચાવ્યો હતો. રેકડી બંધ કરીને જઈ રહેલા પિતા પુત્રને દબાણ કરીને ફરીથી રેકડી શરૂ કરવા અને નાસ્તો આપવાનું જણાવી હંગામો મચાવ્યો હતો, અને ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. જે હુમલાના બનાવ બાદ પોલીસ આરોપીઓને શોધી રહી છે.

જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને નોનવેજની રેકડી ચલાવતા ગોવિંદભાઈ રામનાથ ગોડ (49) કે જે ગઈકાલે મહાકાળી સર્કલ વિસ્તારમાં આવેલી પોતાની નોનવેજની રેકડી બંધ કરીને પુત્ર વિપુલ સાથે ઘર તરફ જઈ રહ્યા હતા, દરમિયાન રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં દિવલો ડોન પોતાના સાગરીત સુનિલ માણેક શમીર, તથા અન્ય એક સાગરિત સાથે મળી નાસ્તો કરવા માટે આવ્યો હતો, અને ચારેય લોકોએ બંધ કરેલી રેકડીને ફરીથી ખોલીને નાસ્તો આપવા જણાવ્યું હતું.