Gujarat ATS અને NCBએ મધ્યપ્રદેશમાંથી 1814 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, કારખાનામાં પાડયા દરોડા
ગુજરાત એટીએસ અને એનસીબીએ ડ્રગ્સને લઈ મોટું ઓપરેશન પાર પાડયું છે.એનસીબી અને એટીએસને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ચાલી રહી છે,ત્યારે એટીએસ અને એનસીબીએ ફેકટરીમાં દરોડા પાડીને ડ્રગ્સ ઝડપી પાડયું છે.જેની અંદાજે બજાર કિંમત 1814 કરોડ રૂપિયા થાય છે.આ સમગ્ર ઓપરેશન દરમિયાન બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 28-04-2024ના રોજ પણ ઝડપાયું હતુ મોટું ડ્રગ્સ ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતુ.એક ખાનગી ઈનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈ એટીએસએ વધુ તપાસ હાથધરી હતી.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ કરાયું હતુ જપ્ત,પાકિસ્તાની બોટચાલકે NCB પર બોટ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો,NCBના વળતા હુમલામાં પાકિસ્તાની બોટચાલક ઈજાગ્રસ્ત થયો હતુ.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા હતા.સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATS એ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી હતી.27-04-2024ગાંધીનગરમાંથી ઝડપાઈ હતી ડ્રગ્સની ફેકટરી ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી હતી.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ હતી.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.કયાંથી અને કેવી રીતે આ કામગીરી કરાતી હતી તેને લઈ ATSએ વધુ તપાસ હાથધરી હતી. 28 ફેબ્રુઆરી 2024ના દિવસે વેરાવળમાંથી ઝડપાયું ડ્રગ્સગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી. જેમાં ઇરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. 12 માર્ચ 2024ના દિવસે પણ પોરબંદર ખાતેથી ઝડપાયું ડ્રગ્સ પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ, 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી, પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ખાસ વાત છે કે, ગુજરાત ATS, કૉસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડયો હતો. 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ હતી. ગુજરાત ATSનું કરાયુ હતુ સન્માન ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATSના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂ. 10 લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત એટીએસ અને એનસીબીએ ડ્રગ્સને લઈ મોટું ઓપરેશન પાર પાડયું છે.એનસીબી અને એટીએસને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ચાલી રહી છે,ત્યારે એટીએસ અને એનસીબીએ ફેકટરીમાં દરોડા પાડીને ડ્રગ્સ ઝડપી પાડયું છે.જેની અંદાજે બજાર કિંમત 1814 કરોડ રૂપિયા થાય છે.આ સમગ્ર ઓપરેશન દરમિયાન બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
28-04-2024ના રોજ પણ ઝડપાયું હતુ મોટું ડ્રગ્સ
ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતુ.એક ખાનગી ઈનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈ એટીએસએ વધુ તપાસ હાથધરી હતી.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ કરાયું હતુ જપ્ત,પાકિસ્તાની બોટચાલકે NCB પર બોટ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો,NCBના વળતા હુમલામાં પાકિસ્તાની બોટચાલક ઈજાગ્રસ્ત થયો હતુ.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા હતા.સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATS એ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી હતી.
27-04-2024ગાંધીનગરમાંથી ઝડપાઈ હતી ડ્રગ્સની ફેકટરી
ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી હતી.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ હતી.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.કયાંથી અને કેવી રીતે આ કામગીરી કરાતી હતી તેને લઈ ATSએ વધુ તપાસ હાથધરી હતી.
28 ફેબ્રુઆરી 2024ના દિવસે વેરાવળમાંથી ઝડપાયું ડ્રગ્સ
ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી. જેમાં ઇરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.
12 માર્ચ 2024ના દિવસે પણ પોરબંદર ખાતેથી ઝડપાયું ડ્રગ્સ
પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ, 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી, પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ખાસ વાત છે કે, ગુજરાત ATS, કૉસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડયો હતો. 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ હતી.
ગુજરાત ATSનું કરાયુ હતુ સન્માન
ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATSના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂ. 10 લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.