BJPની હરિયાણામાં જીતની ગાંધીનગર, સુરત સહિત વિવિધ વિસ્તારોમાં ધામધુમથી ઉજવણી

આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચુંટણીનુ પરિણામ જાહેર થયુ છે, જેમાં હરિયાણામાં ભાજપે જીત હાંસલ કરી સતત ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. હરિયાણા વિધાનસભામાં ભાજપે 90 માંથી 50 સીટ ઉપર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને 35 સીટો મળી છે. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. ગઠબંધનને 48 બેઠકો મળી છે. જ્યારે નેશનલ કોન્ફરન્સને 42 અને કોંગ્રેસને 6 બેઠકો મળી છે.ભાજપની જીતની વિવિધ વિસ્તારોમાં ઉજવણી  ભાજપની હરિયાણામાં જીતની ગાંધીનગર, સુરત સહિત વિવિધ વિસ્તારોમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપની જીતથી સુરતમાં કાપડના વેપારીઓ પણ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. સુરતના વેપારીઓએ હરિયાણામાં ભાજપની જીતનું સેલિબ્રેશન કર્યુ છે. વેપારીઓએ એકબીજાને મીઠાઈ અને જલેબી ખવડાવી હરિયાણામાં ભાજપની જીતની ઉજવણી કરી છે. આપને જણાવી દઈએ કે, હરિયાણામાં કુલ 67.90% મતદાન થયુ છે. જ્યારે છેલ્લી ચુંટમીમાં 68.20% મતદાન થયુ હતુ.જીતનો શ્રેય PM મોદીને  હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જીતનો શ્રેય PM મોદીને આપ્યો છે. તેમણે કહ્યુ કે, આ PM મોદીના નેતૃત્વની જીત છે. આ સાથે તેમણે હરિયાણાની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો છે.  PM મોદીએ નાયબસિંહ સૈની સાથે ફોન પર વાત કરી હતી અને સૈનીને હરિયાણાની ભવ્ય જીતના અભિનંદન પાઠવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. સુરક્ષાના કારણોસર ત્રણ તબક્કામાં 90 બેઠક ઉપર મતદાન યોજાયું હતું. તમને જણાવી દઈએ કે, ઑગસ્ટ-2019માં રાજ્યને વિશેષરાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 અને 35-A નિરસ્ત કરી દેવાયા હતા, એ પછી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. આ સિવાય પુનઃસીમાંકન અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું, એ પછી પણ આ પ્રથમ ચૂંટણી છે.જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% મતદાન થયું હતું. 10 વર્ષ પહેલાં 2014માં યોજાયેલી ચૂંટણીમાં 65% મતદાન થયું હતું. આ વખતે 1.12% ઓછું મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 27 બેઠકો જીતી છે. PDPને 3 બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટી અને જેપીસીને 1-1 સીટ મળી છે. 7 અપક્ષો પણ જીત્યા છે. 90 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે.

BJPની હરિયાણામાં જીતની ગાંધીનગર, સુરત સહિત વિવિધ વિસ્તારોમાં ધામધુમથી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચુંટણીનુ પરિણામ જાહેર થયુ છે, જેમાં હરિયાણામાં ભાજપે જીત હાંસલ કરી સતત ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

હરિયાણા વિધાનસભામાં ભાજપે 90 માંથી 50 સીટ ઉપર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને 35 સીટો મળી છે. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. ગઠબંધનને 48 બેઠકો મળી છે. જ્યારે નેશનલ કોન્ફરન્સને 42 અને કોંગ્રેસને 6 બેઠકો મળી છે.

ભાજપની જીતની વિવિધ વિસ્તારોમાં ઉજવણી 

ભાજપની હરિયાણામાં જીતની ગાંધીનગર, સુરત સહિત વિવિધ વિસ્તારોમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપની જીતથી સુરતમાં કાપડના વેપારીઓ પણ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. સુરતના વેપારીઓએ હરિયાણામાં ભાજપની જીતનું સેલિબ્રેશન કર્યુ છે. વેપારીઓએ એકબીજાને મીઠાઈ અને જલેબી ખવડાવી હરિયાણામાં ભાજપની જીતની ઉજવણી કરી છે. આપને જણાવી દઈએ કે, હરિયાણામાં કુલ 67.90% મતદાન થયુ છે. જ્યારે છેલ્લી ચુંટમીમાં 68.20% મતદાન થયુ હતુ.

જીતનો શ્રેય PM મોદીને 

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જીતનો શ્રેય PM મોદીને આપ્યો છે. તેમણે કહ્યુ કે, આ PM મોદીના નેતૃત્વની જીત છે. આ સાથે તેમણે હરિયાણાની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો છે.  PM મોદીએ નાયબસિંહ સૈની સાથે ફોન પર વાત કરી હતી અને સૈનીને હરિયાણાની ભવ્ય જીતના અભિનંદન પાઠવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. સુરક્ષાના કારણોસર ત્રણ તબક્કામાં 90 બેઠક ઉપર મતદાન યોજાયું હતું. તમને જણાવી દઈએ કે, ઑગસ્ટ-2019માં રાજ્યને વિશેષરાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 અને 35-A નિરસ્ત કરી દેવાયા હતા, એ પછી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. આ સિવાય પુનઃસીમાંકન અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું, એ પછી પણ આ પ્રથમ ચૂંટણી છે.

જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% મતદાન થયું હતું. 10 વર્ષ પહેલાં 2014માં યોજાયેલી ચૂંટણીમાં 65% મતદાન થયું હતું. આ વખતે 1.12% ઓછું મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 27 બેઠકો જીતી છે. PDPને 3 બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટી અને જેપીસીને 1-1 સીટ મળી છે. 7 અપક્ષો પણ જીત્યા છે. 90 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે.