Ahmedabad : ટુ-વ્હીલરચાલકને કારે અડફફેટે લેતાં સસરાનું મોત, જમાઇ ઇજાગ્રસ્ત

શહેરમાં બેફામ વાહન ચલાવતા કારચાલકો દ્વારા હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યાં છે બોપલમાં હીટ એન્ડ રનની ઘટનામાં સિક્યોરિટી ગાર્ડના મોતની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક બનાવ બોપલમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બન્યો છે.અદાણી ઝીરો સર્કલ તરફ્ ટુ-વ્હીલર પર સસરા જમાઈ પસાર થઈ રહ્યાં હતા. ત્યારે યુ ટર્ન લઈ રહેલા તેમના ટુવ્હિલરને અજાણ્યા કારચાલકે ટક્કર મારતા સસરાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જયારે જમાઇ ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે બોપલ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. અદાણી શાંતીગ્રામ પાસેના ધ મીડોઝ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય પ્રસુન મુખર્જી તેમના પરિવાર સાથે રહે છે અને એન્જિનિયર તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 18 સપ્ટેમ્બરે બપોરના સમયે તેઓ તેમના સસરા પ્રબીરકુમાર ચક્રબોર્તી(ઉ.વ.70) સાથે ટુવ્હિલર લઈને બેંક જઈ રહ્યા હતા. ધ મિડોઝ સોસાયટીના ફૂટબોલ ગ્રાઉન્ડની સામેના કટ પાસેથી અદાણી ઝીરો સર્કલ તરફ્ યુ ટર્ન લઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલ કારચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેથી પ્રસુનભાઈ તથા તેમના સસરા પ્રબીરકુમાર રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો ભેગા થઈને બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે પ્રબીરકુમારને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બોપલ પોલીસ ફરાર કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad : ટુ-વ્હીલરચાલકને કારે અડફફેટે લેતાં સસરાનું મોત, જમાઇ ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં બેફામ વાહન ચલાવતા કારચાલકો દ્વારા હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યાં છે બોપલમાં હીટ એન્ડ રનની ઘટનામાં સિક્યોરિટી ગાર્ડના મોતની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક બનાવ બોપલમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બન્યો છે.

અદાણી ઝીરો સર્કલ તરફ્ ટુ-વ્હીલર પર સસરા જમાઈ પસાર થઈ રહ્યાં હતા. ત્યારે યુ ટર્ન લઈ રહેલા તેમના ટુવ્હિલરને અજાણ્યા કારચાલકે ટક્કર મારતા સસરાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જયારે જમાઇ ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે બોપલ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. અદાણી શાંતીગ્રામ પાસેના ધ મીડોઝ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય પ્રસુન મુખર્જી તેમના પરિવાર સાથે રહે છે અને એન્જિનિયર તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 18 સપ્ટેમ્બરે બપોરના સમયે તેઓ તેમના સસરા પ્રબીરકુમાર ચક્રબોર્તી(ઉ.વ.70) સાથે ટુવ્હિલર લઈને બેંક જઈ રહ્યા હતા. ધ મિડોઝ સોસાયટીના ફૂટબોલ ગ્રાઉન્ડની સામેના કટ પાસેથી અદાણી ઝીરો સર્કલ તરફ્ યુ ટર્ન લઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલ કારચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેથી પ્રસુનભાઈ તથા તેમના સસરા પ્રબીરકુમાર રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો ભેગા થઈને બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે પ્રબીરકુમારને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બોપલ પોલીસ ફરાર કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.