Surat: ભગવાન સ્વામિનારાયણે આપેલા પાઘડી શ્રીફળ સુરતમાં આજે પણ સચવાયેલા

સુરતમાં વિક્રમ સંવત્ 1881માં ભગવાન સ્વામિનારાયણે પારસી કોટવાળ અરદેશરને પાઘડી અને શ્રીફળ આપ્યા હતા. ત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે ભક્તો આ પાઘડી અને શ્રીફળના દર્શનાર્થે દૂરદૂરથી આવે છે. અહીંના પારસી પરિવારે આજે પણ તેને સાચવીને રાખ્યા છે. ત્યારે આવો જાણીએ શું છે તેની વિશેષતા. આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. ત્યારે આ દિવસે સુરતમાં દૂરદૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે. આ ભક્તો ભગવાનના નહીં પણ ભગવાન સ્વામિનારાયણે આપેલી પાઘડી અને શ્રીફળના દર્શન માટે આવે છે. શહેરમાં વિક્રમ સંવત 1881માં ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા. તે સમયે ભગવાને પારસી કોટવાળ અરદેશરને ભગવાન સ્વામિનારાયણે પાઘડી અને શ્રીફળ આપ્યા હતા, જે 200 વર્ષે આજે પણ પારસી પરિવારે સાચવીને રાખ્યાં છે. 200 વર્ષે પણ પાઘડી શ્રીફળ સચવાયેલું દ્રશ્યોમાં તમે જે પાઘડી જોઈ છે. તે 200 વર્ષ જૂની છે. તેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી કોઈ સામાન્ય નહીં, પણ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે, જે છેલ્લા 102 વર્ષથી ભાઈબીજના દિવસે જ આ પાઘ દર્શન કરવામાં આવે છે. ભક્તો ધન્યતા અનુભવે છે. વર્ષમાં એક જ વખત ભાઈબીજના દિવસે આ પાઘના દર્શન કરવામાં આવે છે. આ પાઘના દર્શન માટે લોકો દુર-દૂર આવે છે. આ પાઘડી આપણી પાસે 200 વર્ષથી છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન સુરત ભ્રમણ કરવા માટે આવ્યા હતા. ત્યારે સુરતમાં અરદેશર કોટવાલ વડા હતા, પરંતુ કોટવાલ એમની અટક હતી. તે સમયના તેઓ સુરત શહેરના કમિશનર હતા અને તે સમયે લોકોને તેમના ઉપર ખૂબ જ ગર્વ હતો. તેઓ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાને પાઘ અને શ્રીફળ બંને ભેટ સ્વરૂપે આપી હતી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરત આવ્યા હતા. ત્યારે આ કોટવાલ સાહેબએ ભગવાનની સેવાચાકરી કરી હતી. ત્યારે તેમને જતા પહેલા મનમાં એવું હતું કે, ભગવાન મને કઈ આપતાં જાય અને જ્યારે ભગવાન સુરત ભ્રમણ કરી જવાના હતા ત્યારે તેના એક રાત પહેલા અરદેશર કોટવાલ સ્વામિનારાયણ ભગવાન સપનામાં આવી આશીર્વાદ આપ્યા હતા. જ્યારે જતા હતા. તે પહેલાં સ્વામિનારાયણ ભગવાને પાઘ અને શ્રીફળ બંને ભેટ સ્વરૂપે આપી હતી. જ્યાં સુધી તેઓ રહ્યા ત્યાં સુધી આ પાઘડી અને શ્રીફળ સાચવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમના સુપુત્ર જહાંગીરજીને ત્યાં આ પાઘડી અને શ્રીફળની સેવા ચાકરી કરવામાં આવી, પરંતુ જહાંગીર જઈને કોઈ સંતાન નહતું. તો તેમના પત્નીએ આ પાઘડી અને શ્રીફળને પોતાના પરિવારમાં રાખી સેવા ચાકરી કરી હતી. 102 વર્ષથી ભાઈબીજના દિવસે થાય છે દર્શન તેમના મૃત્યુ બાદ તે પાઘડી અને શ્રીફળ મોસાળ પક્ષમાં આવી એટલે કે, વાડિયા પરિવારમાં આવી જ્યારથી પાઘડી અને શ્રીફળ આપવામાં આવી છે. ત્યારથી આજ દિન સુધી આ સાતમી પેઢી છે અને આ પાઘડી અને શ્રીફળ આપ્યાને 200 વર્ષ થયા છે. તથા 102 વર્ષથી ભાઈબીજના દિવસે જ આ પાઘડી અને શ્રીફળના લોકોને દર્શન કરવામાં આવે છે અને આ પાઘડી અને શ્રીફળ ભાઈબીજના દિવસે જ સ્વામિનારાયણ ભગવાને કોટવાલને આપી હતી. એટલે આપણે આજ દિવસે દર્શન કરાવવામાં આવે છે.

Surat: ભગવાન સ્વામિનારાયણે આપેલા પાઘડી શ્રીફળ સુરતમાં આજે પણ સચવાયેલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં વિક્રમ સંવત્ 1881માં ભગવાન સ્વામિનારાયણે પારસી કોટવાળ અરદેશરને પાઘડી અને શ્રીફળ આપ્યા હતા. ત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે ભક્તો આ પાઘડી અને શ્રીફળના દર્શનાર્થે દૂરદૂરથી આવે છે. અહીંના પારસી પરિવારે આજે પણ તેને સાચવીને રાખ્યા છે. ત્યારે આવો જાણીએ શું છે તેની વિશેષતા.

આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. ત્યારે આ દિવસે સુરતમાં દૂરદૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે. આ ભક્તો ભગવાનના નહીં પણ ભગવાન સ્વામિનારાયણે આપેલી પાઘડી અને શ્રીફળના દર્શન માટે આવે છે. શહેરમાં વિક્રમ સંવત 1881માં ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા. તે સમયે ભગવાને પારસી કોટવાળ અરદેશરને ભગવાન સ્વામિનારાયણે પાઘડી અને શ્રીફળ આપ્યા હતા, જે 200 વર્ષે આજે પણ પારસી પરિવારે સાચવીને રાખ્યાં છે.

200 વર્ષે પણ પાઘડી શ્રીફળ સચવાયેલું

દ્રશ્યોમાં તમે જે પાઘડી જોઈ છે. તે 200 વર્ષ જૂની છે. તેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી કોઈ સામાન્ય નહીં, પણ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે, જે છેલ્લા 102 વર્ષથી ભાઈબીજના દિવસે જ આ પાઘ દર્શન કરવામાં આવે છે.

ભક્તો ધન્યતા અનુભવે છે. વર્ષમાં એક જ વખત ભાઈબીજના દિવસે આ પાઘના દર્શન કરવામાં આવે છે. આ પાઘના દર્શન માટે લોકો દુર-દૂર આવે છે.

આ પાઘડી આપણી પાસે 200 વર્ષથી છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન સુરત ભ્રમણ કરવા માટે આવ્યા હતા. ત્યારે સુરતમાં અરદેશર કોટવાલ વડા હતા, પરંતુ કોટવાલ એમની અટક હતી. તે સમયના તેઓ સુરત શહેરના કમિશનર હતા અને તે સમયે લોકોને તેમના ઉપર ખૂબ જ ગર્વ હતો. તેઓ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા.

સ્વામિનારાયણ ભગવાને પાઘ અને શ્રીફળ બંને ભેટ સ્વરૂપે આપી હતી.

સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરત આવ્યા હતા. ત્યારે આ કોટવાલ સાહેબએ ભગવાનની સેવાચાકરી કરી હતી. ત્યારે તેમને જતા પહેલા મનમાં એવું હતું કે, ભગવાન મને કઈ આપતાં જાય અને જ્યારે ભગવાન સુરત ભ્રમણ કરી જવાના હતા ત્યારે તેના એક રાત પહેલા અરદેશર કોટવાલ સ્વામિનારાયણ ભગવાન સપનામાં આવી આશીર્વાદ આપ્યા હતા. જ્યારે જતા હતા. તે પહેલાં સ્વામિનારાયણ ભગવાને પાઘ અને શ્રીફળ બંને ભેટ સ્વરૂપે આપી હતી. જ્યાં સુધી તેઓ રહ્યા ત્યાં સુધી આ પાઘડી અને શ્રીફળ સાચવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમના સુપુત્ર જહાંગીરજીને ત્યાં આ પાઘડી અને શ્રીફળની સેવા ચાકરી કરવામાં આવી, પરંતુ જહાંગીર જઈને કોઈ સંતાન નહતું. તો તેમના પત્નીએ આ પાઘડી અને શ્રીફળને પોતાના પરિવારમાં રાખી સેવા ચાકરી કરી હતી.

102 વર્ષથી ભાઈબીજના દિવસે થાય છે દર્શન

તેમના મૃત્યુ બાદ તે પાઘડી અને શ્રીફળ મોસાળ પક્ષમાં આવી એટલે કે, વાડિયા પરિવારમાં આવી જ્યારથી પાઘડી અને શ્રીફળ આપવામાં આવી છે. ત્યારથી આજ દિન સુધી આ સાતમી પેઢી છે અને આ પાઘડી અને શ્રીફળ આપ્યાને 200 વર્ષ થયા છે. તથા 102 વર્ષથી ભાઈબીજના દિવસે જ આ પાઘડી અને શ્રીફળના લોકોને દર્શન કરવામાં આવે છે અને આ પાઘડી અને શ્રીફળ ભાઈબીજના દિવસે જ સ્વામિનારાયણ ભગવાને કોટવાલને આપી હતી. એટલે આપણે આજ દિવસે દર્શન કરાવવામાં આવે છે.