Ahmedabad: ઈદને લઈ શહેર પોલીસ એક્શનમાં, જુલૂસના રૂટ પર પેટ્રોલીંગ હાથ ધર્યુ

અમદાવાદમાં ઇદને લઈને શહેર પોલીસ હવે એક્શનમાં જોવા મળી રહી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જુલૂસના રૂટ પર પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જુલૂસના રુટ પર આવતી તમામ ઇમારતોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન વડે ધાબાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.તમામ ઇમારતોમાં ચેકિંગ કરવામાં આવ્યું ઈદ પર્વે શહેરમાં મુસ્લિમ વસ્તી ધરાવતાં વિસ્તારોમાંથી સવારે 8થી બપોરના 2 સુધી ઈદ નિમિત્તે 49 જુલૂસ નીકળશે. ત્યારે આ જુલૂસના રુટ પર આવતી તમામ ઇમારતોમાં શહેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઇડને લઈને અમદાવાદ પોલીસ સતર્ક જોવા મળી રહી છે. મહત્વનું કહી શકાય કે, ડ્રોન વડે ધાબા પણ ચેક કરવામા આવ્યા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી ઈદ એ મિલાદના જુલૂસમાં કોઇ કાંકરીચાળો ન કરે તે માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુલૂસના 3 કિમીના રૂટમાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં 2 PI, 2 PSI અને 20થી વધુ પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું . જેમાં જુલૂસના રુટની તમામ ઇમરતોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી મહત્વનું કહી શકાય કે થોડા દિવસ પહેલા જ હજી સુરત શહેરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ પ્રકારની કોઈ ઘટના જુલૂસમાં ના બને તેને લઈને પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ પ્રકારની ઘટના થતાં રોકવા માટે પોલીસ હવે એક્શનમાં જોવા મળી રહી છે.

Ahmedabad: ઈદને લઈ શહેર પોલીસ એક્શનમાં, જુલૂસના રૂટ પર પેટ્રોલીંગ હાથ ધર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ઇદને લઈને શહેર પોલીસ હવે એક્શનમાં જોવા મળી રહી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જુલૂસના રૂટ પર પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જુલૂસના રુટ પર આવતી તમામ ઇમારતોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન વડે ધાબાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તમામ ઇમારતોમાં ચેકિંગ કરવામાં આવ્યું

ઈદ પર્વે શહેરમાં મુસ્લિમ વસ્તી ધરાવતાં વિસ્તારોમાંથી સવારે 8થી બપોરના 2 સુધી ઈદ નિમિત્તે 49 જુલૂસ નીકળશે. ત્યારે આ જુલૂસના રુટ પર આવતી તમામ ઇમારતોમાં શહેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઇડને લઈને અમદાવાદ પોલીસ સતર્ક જોવા મળી રહી છે. મહત્વનું કહી શકાય કે, ડ્રોન વડે ધાબા પણ ચેક કરવામા આવ્યા હતા.

પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી

ઈદ એ મિલાદના જુલૂસમાં કોઇ કાંકરીચાળો ન કરે તે માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુલૂસના 3 કિમીના રૂટમાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં 2 PI, 2 PSI અને 20થી વધુ પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું . જેમાં જુલૂસના રુટની તમામ ઇમરતોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી

મહત્વનું કહી શકાય કે થોડા દિવસ પહેલા જ હજી સુરત શહેરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ પ્રકારની કોઈ ઘટના જુલૂસમાં ના બને તેને લઈને પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ પ્રકારની ઘટના થતાં રોકવા માટે પોલીસ હવે એક્શનમાં જોવા મળી રહી છે.