Surat: એરપોર્ટ પર CISF જવાને પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઇએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. એરપોર્ટના બાથરૂમમાં જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાના પગલે ફરજ બજાવી રહેલા અન્ય સ્ટાફમાં દોડધામ મચી હતી. તાત્કાલિક જવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં વધુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. મૃતક જવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા કિશન સિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. એક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. તે મૂળ રાજસ્થાનના નિવાસી હતા. આજે બપોરે પોતાના સાથી કર્મચારી CISF જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે તેઓ સામાન્ય લાગતા હતા. ત્યારબાદ, અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા અને પોતાની બંદૂકથી પોતાને ગોળી માર લીધી. ગોળીની અવાજે બાકીના CISF જવાનો તરત બાથરૂમ તરફ દોડી ગયા. પરંતુ બાથરૂમનો દરવાજો ખૂલી રહ્યો નહોતો અને તૂટી રહ્યો નહોતો, જેના કારણે CISF ના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમમાં કૂદ્યા. ત્યારે કિશન સિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જતા સમયે તેઓનું મોત નીપજ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઇએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
એરપોર્ટના બાથરૂમમાં જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાના પગલે ફરજ બજાવી રહેલા અન્ય સ્ટાફમાં દોડધામ મચી હતી. તાત્કાલિક જવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં વધુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
મૃતક જવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
કિશન સિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. એક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. તે મૂળ રાજસ્થાનના નિવાસી હતા. આજે બપોરે પોતાના સાથી કર્મચારી CISF જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે તેઓ સામાન્ય લાગતા હતા. ત્યારબાદ, અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા અને પોતાની બંદૂકથી પોતાને ગોળી માર લીધી. ગોળીની અવાજે બાકીના CISF જવાનો તરત બાથરૂમ તરફ દોડી ગયા. પરંતુ બાથરૂમનો દરવાજો ખૂલી રહ્યો નહોતો અને તૂટી રહ્યો નહોતો, જેના કારણે CISF ના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમમાં કૂદ્યા. ત્યારે કિશન સિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જતા સમયે તેઓનું મોત નીપજ્યું હતું.