Ahmedabad: સરકારી પ્રાથમિક શાળાના એક્રેડિટેશનનું પ્રથમવાર ક્રોસ વેરિફિકેશન કરાશે
સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના મૂલ્યાંકનમાં ગોઠવણનો દોર ચાલતો હોવાની અવાર-નવાર ફરિયાદો ઊઠે છે. આથી આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0માં નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે.નવી માર્ગદર્શિકા મુજબ સરકારી પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન (એક્રેડિટેશન) ચાર ભાગમાં કરવામાં આવશે, જેમાં છેલ્લા અંતિમ ભાગમાં 33 ટકા શાળાઓનું ક્રોસ વેરિફિકેશન કરાશે. મહત્ત્વની વાત એ છે કે, વર્ષોથી ગુણોત્સવનું એકસાથે પરિણામ જાહેર કરાતું અને એમાં કયા ગ્રેડમાં કેટલી શાળાઓ આવી તેની વિગતો જાહેર થતી હતી. જોકે હાલ ગ્રેડના બદલે કલર કોડ આપવામાં આવે છે, પરંતુ સરકારી શાળાઓની નબળાઈ છુપાવવા માટે એકસાથે સમગ્ર પરિણામ જાહેર કરવાના બદલે સ્કૂલોને સીધી વિગતો મોકલી અપાય છે. જેથી રાજ્યની શું સ્થિતિ છે તેની વિગતો જ જાહેર થતી નથી. NEP અંતર્ગત કરવામાં આવેલી ભલામણોને મળેલી મંજૂરીના પગલે 2024-25થી રાજ્યની શાળાઓમાં ફેરફાર સાથે સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં સરકારી પ્રાથમિક સ્કૂલો માટે ચાર ભાગમાં સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ ભાગ સ્વ- મૂલ્યાંકન, બીજા ભાગમાં CRC કો-ઓર્ડિનેટર દ્વારા મૂલ્યાંકન, ત્રીજા ભાગમાં રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતાં ડેટાના આધારે મૂલ્યાંકન અને ચોથા ભાગમાં ક્રોસ વેરિફિકેશન કરાશે. સ્વ- મુલ્યાંકનમાં 1000 ગુણનું શાળા દ્વારા સ્વ-મૂલ્યાંકન કરાશે. જેમાં શાળાને પ્રાપ્ત થતાં ગુણને 200માંથી મળવાપાત્ર ગુણમાં રૂપાંતરીત કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના મૂલ્યાંકનમાં ગોઠવણનો દોર ચાલતો હોવાની અવાર-નવાર ફરિયાદો ઊઠે છે. આથી આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0માં નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે.
નવી માર્ગદર્શિકા મુજબ સરકારી પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન (એક્રેડિટેશન) ચાર ભાગમાં કરવામાં આવશે, જેમાં છેલ્લા અંતિમ ભાગમાં 33 ટકા શાળાઓનું ક્રોસ વેરિફિકેશન કરાશે. મહત્ત્વની વાત એ છે કે, વર્ષોથી ગુણોત્સવનું એકસાથે પરિણામ જાહેર કરાતું અને એમાં કયા ગ્રેડમાં કેટલી શાળાઓ આવી તેની વિગતો જાહેર થતી હતી. જોકે હાલ ગ્રેડના બદલે કલર કોડ આપવામાં આવે છે, પરંતુ સરકારી શાળાઓની નબળાઈ છુપાવવા માટે એકસાથે સમગ્ર પરિણામ જાહેર કરવાના બદલે સ્કૂલોને સીધી વિગતો મોકલી અપાય છે. જેથી રાજ્યની શું સ્થિતિ છે તેની વિગતો જ જાહેર થતી નથી. NEP અંતર્ગત કરવામાં આવેલી ભલામણોને મળેલી મંજૂરીના પગલે 2024-25થી રાજ્યની શાળાઓમાં ફેરફાર સાથે સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં સરકારી પ્રાથમિક સ્કૂલો માટે ચાર ભાગમાં સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ ભાગ સ્વ- મૂલ્યાંકન, બીજા ભાગમાં CRC કો-ઓર્ડિનેટર દ્વારા મૂલ્યાંકન, ત્રીજા ભાગમાં રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતાં ડેટાના આધારે મૂલ્યાંકન અને ચોથા ભાગમાં ક્રોસ વેરિફિકેશન કરાશે. સ્વ- મુલ્યાંકનમાં 1000 ગુણનું શાળા દ્વારા સ્વ-મૂલ્યાંકન કરાશે. જેમાં શાળાને પ્રાપ્ત થતાં ગુણને 200માંથી મળવાપાત્ર ગુણમાં રૂપાંતરીત કરાશે.