Gandhinagar: કેનેડા જવાની લાલચમાં તાજપુરના એન્જિનિયરે રૂ. 34 લાખ ગુમાવ્યા
તાજપુરના એન્જિનીયર યુવાને કેનેડા જવાની લાલચમાં 34 લાખ જેટલી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. મુંબઇ ખાતે ઓફિસ ધરાવતા એટલાન્ટીક સ્ટડી ઓવરસીઝના માલિક સહિત બે વ્યક્તિએ આ યુવાનને તેના રિઝેક્ટ થયેલા વિઝા હોવા છતા કેનેડાના સ્થાયી વિઝા અપાવવાની લાલચ આપીને શીશામાં ઉતાર્યો હતો. યુવાને વિઝાની લાલચમાં કટકે કટકે લાખો રૂપિયા ચુકવ્યા હતા. જોકે, ત્યારબાદ ઉપરોક્ત શખ્સોએ સંપર્ક કાપી નાખતા પોતે છેતરાયો હોવાનું જણાતા આખરે તેણે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.આ મામલે તાજપુર ખાતે રહેતા અને સાણોદા સાસરી ધરાવતા જયદિપભાઇ ભીખાભાઇ પટેલે સીઆઇડી ક્રાઇમ પોલીસમાં અલ્પા દિનેશ નંદાણી ઠક્કર (રહે. મુંબઇ) તથા એટલાન્ટીક સ્ટડી ઓવરસીઝના માલિક રાજુલ અજય કુલ શ્રેષ્ઠ (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જયદિપ પટેલ ડિપ્લોમાં ઇલેક્ટ્રીક એન્જિનયર છે. તેના માતા પિતા કેનેડા રહે છે. તેણે અગાઉ કેનેડા વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિઝા રિઝેક્ટ થયા હતા. ત્યારબાદ અમેરિકા ખાતે રહેતા તેના પિતાના મિત્રે અલ્પા ઠક્કરનો નંબર આપ્યો હતો. જેથી જયદિપ પટેલે અલ્પાનો સંપર્ક સાંધી કેનેડાના સ્થાયી વિઝા માટે વાતચીત કરી હતી. આ માટે વર્ષ 2022માં અમદાવાદ ખાતે બંને વચ્ચે મુલાકાત થઇ હતી. જ્યાં તેણે ઓરીજનલ ડોક્યુમેન્ટ બતાવ્યા હતા અને ક્યા પ્રકારના વિઝા ફાઇનલ થશે તેની વાતચીત કરી હતી. અલ્પાએ જયદિપ પટેલને તેના વિઝા રીઝેક્ટ થયા હોવા છતા ફરીથી વિઝા અપાવવાની ખાતરી આપી હતી. જે પેટે બંને વચ્ચે 35 લાખમાં સોદો થયો હતો. ઉપરોક્ત બેઠક બાદ અલ્પા જયદિપ પટેલના ઘરે આવી હતી. જ્યાં તેણે ફાઇલ પ્રોસેસીંગ ફીના નામે પૈસાની માંગણી કરી હતી. જયદિપ પટેલે અલગ અલગ 20 ટ્રાન્જેક્શન મારફત અલ્પાને 34 લાખ ચુકવ્યા હતા. મોટાભાગના નાણા તેણે એટલાન્ટીક સ્ટડી ઓવરસીઝના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. વિઝાની આશામાં જયદિપ પટેલે આઇઇએલટીએસની પરિક્ષા પણ આપી હતી અને જાતે અમદાવાદ ખાતે જઇને પીસીસી કરાવ્યુ હતું. ત્યારબાદ મેડિકલ બાબતે પુછપરછ કરતા અલ્પાએ તેને વર્ષ 2023 સુધીમાં વિઝા આવી જશે ત્યારે મેડિકલની વાત કરી હતી. જોકે, ત્યારબાદ પણ વિઝા આવ્યા નહતા. આથી આ મામલે પુછપરછ કરતા અલ્પા ખોટા વાયદા બતાવતી હતી. તેણે એક સમયે તો જયદિપ પટેલનો ફોન ઉપાડવાનું જબંધ કરી દીધુ હતું. ત્યારબાદ દાળમાં કાંઇક કાળુ હોવાનું જણાતા આખરે જયદિપ પટેલે વિઝા ફાઇલ મુકી છેકે, નહી તેની તપાસ કરવા માટે સાડા પાંચ હજાર ફી ભરીને કેનેડાની વિઝા રિલેટેડ પોર્ટલ પર મેઇલ કર્યો હતો. એક વર્ષ બાદ સામેથી મેઇલમાં જવાબ આવ્યો હતો. જેમાં વિઝાની કોઇ પ્રોસેસ જ નહી થઇ હોવાનું જણાવ્યુ હતું. દરમિયાન અલ્પાનો કોઇ જ સંપર્ક થઇ શક્યો નહતો. પોતે છેતરાયા હોવાનુ જણાતા આખરે જયદિપ પટેલે ઉપરોક્ત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાજપુરના એન્જિનીયર યુવાને કેનેડા જવાની લાલચમાં 34 લાખ જેટલી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. મુંબઇ ખાતે ઓફિસ ધરાવતા એટલાન્ટીક સ્ટડી ઓવરસીઝના માલિક સહિત બે વ્યક્તિએ આ યુવાનને તેના રિઝેક્ટ થયેલા વિઝા હોવા છતા કેનેડાના સ્થાયી વિઝા અપાવવાની લાલચ આપીને શીશામાં ઉતાર્યો હતો. યુવાને વિઝાની લાલચમાં કટકે કટકે લાખો રૂપિયા ચુકવ્યા હતા. જોકે, ત્યારબાદ ઉપરોક્ત શખ્સોએ સંપર્ક કાપી નાખતા પોતે છેતરાયો હોવાનું જણાતા આખરે તેણે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
આ મામલે તાજપુર ખાતે રહેતા અને સાણોદા સાસરી ધરાવતા જયદિપભાઇ ભીખાભાઇ પટેલે સીઆઇડી ક્રાઇમ પોલીસમાં અલ્પા દિનેશ નંદાણી ઠક્કર (રહે. મુંબઇ) તથા એટલાન્ટીક સ્ટડી ઓવરસીઝના માલિક રાજુલ અજય કુલ શ્રેષ્ઠ (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જયદિપ પટેલ ડિપ્લોમાં ઇલેક્ટ્રીક એન્જિનયર છે. તેના માતા પિતા કેનેડા રહે છે.
તેણે અગાઉ કેનેડા વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિઝા રિઝેક્ટ થયા હતા. ત્યારબાદ અમેરિકા ખાતે રહેતા તેના પિતાના મિત્રે અલ્પા ઠક્કરનો નંબર આપ્યો હતો. જેથી જયદિપ પટેલે અલ્પાનો સંપર્ક સાંધી કેનેડાના સ્થાયી વિઝા માટે વાતચીત કરી હતી. આ માટે વર્ષ 2022માં અમદાવાદ ખાતે બંને વચ્ચે મુલાકાત થઇ હતી. જ્યાં તેણે ઓરીજનલ ડોક્યુમેન્ટ બતાવ્યા હતા અને ક્યા પ્રકારના વિઝા ફાઇનલ થશે તેની વાતચીત કરી હતી. અલ્પાએ જયદિપ પટેલને તેના વિઝા રીઝેક્ટ થયા હોવા છતા ફરીથી વિઝા અપાવવાની ખાતરી આપી હતી. જે પેટે બંને વચ્ચે 35 લાખમાં સોદો થયો હતો. ઉપરોક્ત બેઠક બાદ અલ્પા જયદિપ પટેલના ઘરે આવી હતી. જ્યાં તેણે ફાઇલ પ્રોસેસીંગ ફીના નામે પૈસાની માંગણી કરી હતી. જયદિપ પટેલે અલગ અલગ 20 ટ્રાન્જેક્શન મારફત અલ્પાને 34 લાખ ચુકવ્યા હતા. મોટાભાગના નાણા તેણે એટલાન્ટીક સ્ટડી ઓવરસીઝના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
વિઝાની આશામાં જયદિપ પટેલે આઇઇએલટીએસની પરિક્ષા પણ આપી હતી અને જાતે અમદાવાદ ખાતે જઇને પીસીસી કરાવ્યુ હતું. ત્યારબાદ મેડિકલ બાબતે પુછપરછ કરતા અલ્પાએ તેને વર્ષ 2023 સુધીમાં વિઝા આવી જશે ત્યારે મેડિકલની વાત કરી હતી. જોકે, ત્યારબાદ પણ વિઝા આવ્યા નહતા. આથી આ મામલે પુછપરછ કરતા અલ્પા ખોટા વાયદા બતાવતી હતી. તેણે એક સમયે તો જયદિપ પટેલનો ફોન ઉપાડવાનું જબંધ કરી દીધુ હતું. ત્યારબાદ દાળમાં કાંઇક કાળુ હોવાનું જણાતા આખરે જયદિપ પટેલે વિઝા ફાઇલ મુકી છેકે, નહી તેની તપાસ કરવા માટે સાડા પાંચ હજાર ફી ભરીને કેનેડાની વિઝા રિલેટેડ પોર્ટલ પર મેઇલ કર્યો હતો. એક વર્ષ બાદ સામેથી મેઇલમાં જવાબ આવ્યો હતો. જેમાં વિઝાની કોઇ પ્રોસેસ જ નહી થઇ હોવાનું જણાવ્યુ હતું. દરમિયાન અલ્પાનો કોઇ જ સંપર્ક થઇ શક્યો નહતો. પોતે છેતરાયા હોવાનુ જણાતા આખરે જયદિપ પટેલે ઉપરોક્ત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.