ગુજરાતી વિદ્યાર્થીઓનો ફરી એકવાર વિશ્વમાં ડંકો, 5 વિદ્યાર્થીઓની ગૂગલમાં ઈન્ટર્નશિપ માટે પસંદગી

ગુજરાતીઓનો ફરી એક વખત દુનિયામાં ડંકો વાગ્યો છે. 5 ગુજરાતી વિદ્યાર્થીઓએ ફરી એકવાર વિશ્વમાં ડંકો વગાડીને ગુજરાત સહિત પોતાનું નામ રોશન કર્યું છે. અમદાવાદની નિરમા યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓની ગૂગલમાં ઈન્ટર્નશિપ માટે પસંદગી થઈ છે.વિદ્યાર્થીઓને મળશે 1.25 લાખનું માસિક સ્ટાઈપેન્ડ આ પાંચેય વિદ્યાર્થીઓને ગૂગલમાં ઈન્ટર્નશિપ દરમિયાન માસિક રૂપિયા 1.25 લાખ સ્ટાઈપેન્ડ મળશે. નિરમા યુનિવર્સિટીના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના પાંચ વિદ્યાર્થીઓને Googleના હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગમાં ઈન્ટર્નશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી ક્રિશ દેસાઈ, લિપ્શા બારડ, વેદાંતી પટેલ, વિનિત અરોડા અને રિધમ શાહની ગુગલમાં ઈન્ટર્નશિપ માટે પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓ અંતિમ સેમેસ્ટર દરમિયાન Googleના હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગમાં 6 મહિના માટે ઈન્ટર્નશિપ કરશે. દેશમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા દેશના ટોચના ઉદ્યોગ ગ્રુપ અદાણી ગ્રુપ અને ગુગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને વધારે આગળ વધારવાના હેતુથી બંને કંપનીઓએ હાથ મિલાવ્યા છે અને તેની જાહેરાત પણ થોડા દિવસ પહેલા કરી હતી. આ ભાગીદારી મારફતે અદાણી ગુજરાતના ખાવડા ખાતે દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઈબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. 2025ના ત્રીજા કવાર્ટરમાં આ નવો પ્રોજેક્ટની કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે.​ મોટાપાયે પવન, સૌર, હાઈબ્રિડ અને ઉર્જા સંગ્રહ પ્રકલ્પોના કામકાજ માટે કંપનીની પુરવાર થયેલી ક્ષમતાઓ સાથે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને તેઓની ઉર્જાની જરુરિયાતોને પહોંચી વળવા સાથે આ ગ્રાહકોની કાર્બનની ફુટપ્રિન્ટને ઘટાડવા માટે જરુરી સેવાઓ પૂરી પાડવામાં આવશે. સુંદર પિચાઈને આ વાતનું થયું દુ:ખ એક વર્ષ પહેલા જ દુનિયાની દિગ્ગજ કંપની ગૂગલે પોતાની કંપનીમાંથી 12,000 કર્મચારીઓને હાંકી કાઢ્યા હતા અને આ છટણીને કંપનીના ઈતિહાસમાં સૌથી ખરાબ દિવસ જોવામાં આવે છે. આ ઐતિહાસિક છટણી માટે ગ્લોબલ ટેક કંપની ગૂગલની ઘણા લોકોએ મોટી ટીકાઓ કરી હતી. ત્યારે આ ઘટનાના હવે એક વર્ષ બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ નિર્ણય પર મોટું દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું હતું કે આ રીતે કર્મચારીઓને છટણી અંગે જાણ કરવી યોગ્ય નથી.

ગુજરાતી વિદ્યાર્થીઓનો ફરી એકવાર વિશ્વમાં ડંકો, 5 વિદ્યાર્થીઓની ગૂગલમાં ઈન્ટર્નશિપ માટે પસંદગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતીઓનો ફરી એક વખત દુનિયામાં ડંકો વાગ્યો છે. 5 ગુજરાતી વિદ્યાર્થીઓએ ફરી એકવાર વિશ્વમાં ડંકો વગાડીને ગુજરાત સહિત પોતાનું નામ રોશન કર્યું છે. અમદાવાદની નિરમા યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓની ગૂગલમાં ઈન્ટર્નશિપ માટે પસંદગી થઈ છે.

વિદ્યાર્થીઓને મળશે 1.25 લાખનું માસિક સ્ટાઈપેન્ડ

આ પાંચેય વિદ્યાર્થીઓને ગૂગલમાં ઈન્ટર્નશિપ દરમિયાન માસિક રૂપિયા 1.25 લાખ સ્ટાઈપેન્ડ મળશે. નિરમા યુનિવર્સિટીના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના પાંચ વિદ્યાર્થીઓને Googleના હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગમાં ઈન્ટર્નશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી ક્રિશ દેસાઈ, લિપ્શા બારડ, વેદાંતી પટેલ, વિનિત અરોડા અને રિધમ શાહની ગુગલમાં ઈન્ટર્નશિપ માટે પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓ અંતિમ સેમેસ્ટર દરમિયાન Googleના હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગમાં 6 મહિના માટે ઈન્ટર્નશિપ કરશે.

દેશમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા

દેશના ટોચના ઉદ્યોગ ગ્રુપ અદાણી ગ્રુપ અને ગુગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને વધારે આગળ વધારવાના હેતુથી બંને કંપનીઓએ હાથ મિલાવ્યા છે અને તેની જાહેરાત પણ થોડા દિવસ પહેલા કરી હતી. આ ભાગીદારી મારફતે અદાણી ગુજરાતના ખાવડા ખાતે દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઈબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. 2025ના ત્રીજા કવાર્ટરમાં આ નવો પ્રોજેક્ટની કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે.​ મોટાપાયે પવન, સૌર, હાઈબ્રિડ અને ઉર્જા સંગ્રહ પ્રકલ્પોના કામકાજ માટે કંપનીની પુરવાર થયેલી ક્ષમતાઓ સાથે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને તેઓની ઉર્જાની જરુરિયાતોને પહોંચી વળવા સાથે આ ગ્રાહકોની કાર્બનની ફુટપ્રિન્ટને ઘટાડવા માટે જરુરી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

સુંદર પિચાઈને આ વાતનું થયું દુ:ખ

એક વર્ષ પહેલા જ દુનિયાની દિગ્ગજ કંપની ગૂગલે પોતાની કંપનીમાંથી 12,000 કર્મચારીઓને હાંકી કાઢ્યા હતા અને આ છટણીને કંપનીના ઈતિહાસમાં સૌથી ખરાબ દિવસ જોવામાં આવે છે. આ ઐતિહાસિક છટણી માટે ગ્લોબલ ટેક કંપની ગૂગલની ઘણા લોકોએ મોટી ટીકાઓ કરી હતી. ત્યારે આ ઘટનાના હવે એક વર્ષ બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ નિર્ણય પર મોટું દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું હતું કે આ રીતે કર્મચારીઓને છટણી અંગે જાણ કરવી યોગ્ય નથી.