Surat પોલીસ કમિશનર રજા પર ગયા અને કોઈની સહીથી ઓર્ડર થઈ ગયા

સુરત પોલીસ કમિશનર ત્રણ દિવસથી સત્તાવાર રજા ઉપર હતા અને કોઈ કળા કરી ગયું કેવી કળા કરી ગયુ તે જાણીને તમે પણ ચૌંકી ઉઠશો,રજા પર હોવાના કારણે કોઈએ પોલીસ કમિશનરની સહીથી ઓર્ડર કરી દીધા અને વિવાદ થયો હતો.આ સહી કોણે કરી તેને લઈ સુરત પોલીસમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.હવે પોલીસ કમિશનર વિવાદમાં સપડાયા છે તેવું લાગી રહ્યું છે. પોલીસ કમિશનર ગુરૂવારથી છે રજા પર સુરત પોલીસ કોન્સ્ટેબલ,પીઆઈ,પીએસઆઈની સુરતમાં આંતરિક બદલી કરવી હોય તો તેની સત્તા પોલીસ કમિશનર પાસે હોય છે,ત્યારે પોલીસ કમિશનર રજા પર ગયા અને તેમની ગેર હાજરીમાં કોઈએ સહી કરીને કોન્સ્ટેબલોની બદલીનો ઓર્ડર કરી દીધો હતો,આ વાત જયારે સામે આવી ત્યારે પોલીસ કમિશનર પણ ચૌંકી ઉઠયા હતા,સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આજે ફરજ પર હાજર થશે ત્યારે ખબર પડશે કે કોણ આવી કળા કરી ગયું. પોલીસની બદલીનો ઓર્ડર કરશે રદ ? સુરત પોલીસ કમિશનર રજા પર ગયા અને કોન્સ્ટેબલની બદલીઓ થઈ ગઈ જેને જે પોલીસ સ્ટેશનમાં જઉં તું ત્યા તેમની બદલી કરી દેવામાં આવી હતી,અને કોન્સ્ટેબલોમાં ખુશી છવાઈ ગઈ હતી,ત્યારે આજે સુરત પોલીસ કમિશનર તેમની ફરજ પર હાજર થશે અને આ ઓર્ડર રદ કરશે કે નહી તે જોવાનું રહ્યું,પોલીસ ઈન્સ્પેકટરોના વહીવટ કરવા માટે કોન્સ્ટેબલો બદલી કરાવતા હોય છે તેવી વાત તો સાંભળી છે,ત્યારે આ કેસમાં કારકુન કળા કરી ગયો હોય તેવો ગણગણાટ શરૂ થયો છે. વહીવટ કરવા બદલીઓ થઈ ? પોલીસ ખાતામાં સારૂ પોલીસ સ્ટેશન લેવા પડાપડી હોય છે અને તેમાં પણ ભલામણો કરવામાં આવતી હોય છે,ત્યારે પોલીસ ઈન્સ્પેકટરો તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીનો વહીવટ કરવા માટે બદલી કરાવતા હોય છે અથવા તો અટેચમાં અન્ય પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલો લેતા હોય છે,ત્યારે સુરત પોલીસમાં હાલમાં સન્નાટો છવાયો છે,પોલીસ કમિશનર આ કોન્સ્ટેબલોની બદલી રદ કરે તેવી અન્ય પોલીસકર્મીઓ પણ માગ કરી રહ્યાં છે.પોલીસ ખાતામાં આવીને રૂપિયા છાપવા અને વહીવટો કરવા માટે આવી રીતે બદલીઓ કરવામાં આવે છે ?  

Surat પોલીસ કમિશનર રજા પર ગયા અને કોઈની સહીથી ઓર્ડર થઈ ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત પોલીસ કમિશનર ત્રણ દિવસથી સત્તાવાર રજા ઉપર હતા અને કોઈ કળા કરી ગયું કેવી કળા કરી ગયુ તે જાણીને તમે પણ ચૌંકી ઉઠશો,રજા પર હોવાના કારણે કોઈએ પોલીસ કમિશનરની સહીથી ઓર્ડર કરી દીધા અને વિવાદ થયો હતો.આ સહી કોણે કરી તેને લઈ સુરત પોલીસમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.હવે પોલીસ કમિશનર વિવાદમાં સપડાયા છે તેવું લાગી રહ્યું છે.

પોલીસ કમિશનર ગુરૂવારથી છે રજા પર

સુરત પોલીસ કોન્સ્ટેબલ,પીઆઈ,પીએસઆઈની સુરતમાં આંતરિક બદલી કરવી હોય તો તેની સત્તા પોલીસ કમિશનર પાસે હોય છે,ત્યારે પોલીસ કમિશનર રજા પર ગયા અને તેમની ગેર હાજરીમાં કોઈએ સહી કરીને કોન્સ્ટેબલોની બદલીનો ઓર્ડર કરી દીધો હતો,આ વાત જયારે સામે આવી ત્યારે પોલીસ કમિશનર પણ ચૌંકી ઉઠયા હતા,સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આજે ફરજ પર હાજર થશે ત્યારે ખબર પડશે કે કોણ આવી કળા કરી ગયું.


પોલીસની બદલીનો ઓર્ડર કરશે રદ ?

સુરત પોલીસ કમિશનર રજા પર ગયા અને કોન્સ્ટેબલની બદલીઓ થઈ ગઈ જેને જે પોલીસ સ્ટેશનમાં જઉં તું ત્યા તેમની બદલી કરી દેવામાં આવી હતી,અને કોન્સ્ટેબલોમાં ખુશી છવાઈ ગઈ હતી,ત્યારે આજે સુરત પોલીસ કમિશનર તેમની ફરજ પર હાજર થશે અને આ ઓર્ડર રદ કરશે કે નહી તે જોવાનું રહ્યું,પોલીસ ઈન્સ્પેકટરોના વહીવટ કરવા માટે કોન્સ્ટેબલો બદલી કરાવતા હોય છે તેવી વાત તો સાંભળી છે,ત્યારે આ કેસમાં કારકુન કળા કરી ગયો હોય તેવો ગણગણાટ શરૂ થયો છે.


વહીવટ કરવા બદલીઓ થઈ ?

પોલીસ ખાતામાં સારૂ પોલીસ સ્ટેશન લેવા પડાપડી હોય છે અને તેમાં પણ ભલામણો કરવામાં આવતી હોય છે,ત્યારે પોલીસ ઈન્સ્પેકટરો તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીનો વહીવટ કરવા માટે બદલી કરાવતા હોય છે અથવા તો અટેચમાં અન્ય પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલો લેતા હોય છે,ત્યારે સુરત પોલીસમાં હાલમાં સન્નાટો છવાયો છે,પોલીસ કમિશનર આ કોન્સ્ટેબલોની બદલી રદ કરે તેવી અન્ય પોલીસકર્મીઓ પણ માગ કરી રહ્યાં છે.પોલીસ ખાતામાં આવીને રૂપિયા છાપવા અને વહીવટો કરવા માટે આવી રીતે બદલીઓ કરવામાં આવે છે ?