CM ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત જિલ્લા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે વરસાદની જાત માહિતી મેળવી રાહતકાર્યોની સમીક્ષા સાથે સૂચનો આપશે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કરશે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવાઈ નિરીક્ષણ કરવા નીકળશે હાલ તો જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જિલ્લા કલેકટર મનપા કમિશનર મેયર સંસદસભ્ય, ધારાસભ્ય સહિત સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત છે. જામનગર બાદ મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે. ત્યારબાદ તેઓ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચ્યા છે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવશે અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે. જામનગરમાં સતત ચોથા દિવસે 11.5 ઇંચ વરસાદ ખાબક્યો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે મોડીસાંજે શરૂ થયેલ મેઘતાંડવ સતત ચોથા દિવસે પણ યથાવત છે, જેમાં દેવભૂમિના ખંભાળિયા પંથકને વધુ એકવાર ધમરોળતાં મોડીસાંજ સુધીમાં ધોધમાર 17.75 ઇંચ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જામનગર શહેરમાં વરસાદી કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ 11.5 ઇંચ પાણી વરસતા જળપ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઇ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. તંત્ર દ્વારા 2 હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 65 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ છે. ખંભાળિયામાં 16 ઇંચથી વધુ વરસાદથી પૂર આવ્યું હાલારમાં સાર્વત્રિક સાડાપાંચથી સોળ ઇંચ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. ખંભાળિયામાં સતત બીજા દિવસે મેઘરાજાના અવિરત તાંડવના પગલે જનજીવન ખોરવાઇ ગયું હતું. મોડીસાંજ સુધીમાં જ વધુ સોળ ઇંચ પાણી વરસી જતાં તમામ માર્ગો જળબંબાકાર બની ગયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે મેઘરાજા મંડાયા બાદ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદે સાડા અગિયાર ઇંચ પાણી વરસાવી દીધું હતું. એના પગલે ઠેર-ઠેર જળ ભરાવની સ્થિતિ જોવા મળી હતી. ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. કલ્યાણપુર અને ભાણવડમાં નવ ઇંચથી વધુ વરસાદ મોડીસાંજ સુધીમાં વરસ્યો હતો. ગઈકાલે જામનગર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? જામનગર શહેરમાં મંગળવાર બાદ બુધવારે પણ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે શહેરીજનોને બાનમાં રાખ્યા હતા. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. છેલ્લા 24 કલાકમાં જ મુશળધાર 11.5 ઇંચ વરસાદ વરસતાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણથી કમરડૂબ સુધીનાં પાણી ભરાયાં હતાં. જ્યારે લાલપુરમાં પણ અવિરત વરસાદે વધુ 12 ઇંચ પાણી વરસાવ્યું હતું. જ્યારે જામજોધપુરમાં વધુ 10.5 ઇંચ પાણી વરસી ગયું હતું. કાલાવડમાં 9.5 ઇંચ અને ધ્રોલમાં 7.5 અને જોડિયામાં વધુ 6 ઇંચ પાણી વરસ્યું હતું. હાલારભરમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે મોડીસાંજે પણ વરસાદ ચાલુ રહ્યો છે. જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા 300 લોકોને રેસ્કયૂ કરાયા હતા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા 548 લોકોનું સ્થળાંતર કરાયું હતું.

CM ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત જિલ્લા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે
  • જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે
  • વરસાદની જાત માહિતી મેળવી રાહતકાર્યોની સમીક્ષા સાથે સૂચનો આપશે

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કરશે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવાઈ નિરીક્ષણ કરવા નીકળશે હાલ તો જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જિલ્લા કલેકટર મનપા કમિશનર મેયર સંસદસભ્ય, ધારાસભ્ય સહિત સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત છે. જામનગર બાદ મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે.


ત્યારબાદ તેઓ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચ્યા છે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવશે અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે.

જામનગરમાં સતત ચોથા દિવસે 11.5 ઇંચ વરસાદ ખાબક્યો

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે મોડીસાંજે શરૂ થયેલ મેઘતાંડવ સતત ચોથા દિવસે પણ યથાવત છે, જેમાં દેવભૂમિના ખંભાળિયા પંથકને વધુ એકવાર ધમરોળતાં મોડીસાંજ સુધીમાં ધોધમાર 17.75 ઇંચ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જામનગર શહેરમાં વરસાદી કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ 11.5 ઇંચ પાણી વરસતા જળપ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઇ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. તંત્ર દ્વારા 2 હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 65 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ છે.

ખંભાળિયામાં 16 ઇંચથી વધુ વરસાદથી પૂર આવ્યું

હાલારમાં સાર્વત્રિક સાડાપાંચથી સોળ ઇંચ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. ખંભાળિયામાં સતત બીજા દિવસે મેઘરાજાના અવિરત તાંડવના પગલે જનજીવન ખોરવાઇ ગયું હતું. મોડીસાંજ સુધીમાં જ વધુ સોળ ઇંચ પાણી વરસી જતાં તમામ માર્ગો જળબંબાકાર બની ગયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે મેઘરાજા મંડાયા બાદ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદે સાડા અગિયાર ઇંચ પાણી વરસાવી દીધું હતું. એના પગલે ઠેર-ઠેર જળ ભરાવની સ્થિતિ જોવા મળી હતી. ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. કલ્યાણપુર અને ભાણવડમાં નવ ઇંચથી વધુ વરસાદ મોડીસાંજ સુધીમાં વરસ્યો હતો.

ગઈકાલે જામનગર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

જામનગર શહેરમાં મંગળવાર બાદ બુધવારે પણ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે શહેરીજનોને બાનમાં રાખ્યા હતા. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. છેલ્લા 24 કલાકમાં જ મુશળધાર 11.5 ઇંચ વરસાદ વરસતાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણથી કમરડૂબ સુધીનાં પાણી ભરાયાં હતાં. જ્યારે લાલપુરમાં પણ અવિરત વરસાદે વધુ 12 ઇંચ પાણી વરસાવ્યું હતું. જ્યારે જામજોધપુરમાં વધુ 10.5 ઇંચ પાણી વરસી ગયું હતું. કાલાવડમાં 9.5 ઇંચ અને ધ્રોલમાં 7.5 અને જોડિયામાં વધુ 6 ઇંચ પાણી વરસ્યું હતું. હાલારભરમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે મોડીસાંજે પણ વરસાદ ચાલુ રહ્યો છે. જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા 300 લોકોને રેસ્કયૂ કરાયા હતા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા 548 લોકોનું સ્થળાંતર કરાયું હતું.