જગતપુરની પ્રાથમિક શાળામાંથી ૪૦ લેપટોપની ચોરી કરનાર બે ઝડપાયા

અમદાવાદ,બુધવારશહેરના જગતપુરમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાંથી થોડા દિવસો પહેલા  કોમ્પ્યુટર રૂમમાંથી ૪૦ લેપટોપની ચોરીની ઘટના બની હતી. જે કેસનો ભેદ ઉકેલીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે બે યુવકોની ચોરીના તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જગતપુરમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાંથી થોડા દિવસ પહેલા ૪૦ લેપટોપની ચોરી થઇ હતી. જે અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે બે યુવકો શહેરમાં લેપટોપ વેચાણ માટે પ્રયાસ કરી રહ્યા છે. જેના આધારે રાધે પટેલ (રહે.કમળ એપાર્ટમેન્ટ,  ઘાટલોડિયા) અને અક્ષતસિંહ વાઘેલા (રહે. વિનાયક એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા)ને ઝડપીને પુછપરછ કરતા તે ભાંગી પડયા હતા અને જાણવા મળ્યું હતું કે તેમણે ગત ૩૦ ઓગસ્ટના રોજ ૪૦ લેપટોપની ચોરી કરી હતી. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે રાધને મિત્ર ધુ્રવલ લેપટોપ સર્વિસનું કામ કરતો હતો અને તેની સાથે તે એકવાર સ્કૂલમાં ગયો હતો. જ્યાં  તેણે મોટી સંખ્યામાં લેપટોપ જોયા હતા. જેથી અક્ષતસિંહ સાથે મળીને મોજશોખ માટેના  નામાં મેળવવા માટે ચોરી કરી હતી. આ લેપટોપ વેચાણ કરવા માટે  ગ્રાહકો શોધતા પરંતુ, વેચાણ થાય તે પહેલા જ બંને ઝડપાઇ ગયા હતા.

જગતપુરની પ્રાથમિક શાળામાંથી ૪૦ લેપટોપની ચોરી કરનાર બે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

શહેરના જગતપુરમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાંથી થોડા દિવસો પહેલા  કોમ્પ્યુટર રૂમમાંથી ૪૦ લેપટોપની ચોરીની ઘટના બની હતી. જે કેસનો ભેદ ઉકેલીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે બે યુવકોની ચોરીના તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જગતપુરમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાંથી થોડા દિવસ પહેલા ૪૦ લેપટોપની ચોરી થઇ હતી. જે અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે બે યુવકો શહેરમાં લેપટોપ વેચાણ માટે પ્રયાસ કરી રહ્યા છે. જેના આધારે રાધે પટેલ (રહે.કમળ એપાર્ટમેન્ટઘાટલોડિયા) અને અક્ષતસિંહ વાઘેલા (રહે. વિનાયક એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા)ને ઝડપીને પુછપરછ કરતા તે ભાંગી પડયા હતા અને જાણવા મળ્યું હતું કે તેમણે ગત ૩૦ ઓગસ્ટના રોજ ૪૦ લેપટોપની ચોરી કરી હતી.

પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે રાધને મિત્ર ધુ્રવલ લેપટોપ સર્વિસનું કામ કરતો હતો અને તેની સાથે તે એકવાર સ્કૂલમાં ગયો હતો. જ્યાં  તેણે મોટી સંખ્યામાં લેપટોપ જોયા હતા. જેથી અક્ષતસિંહ સાથે મળીને મોજશોખ માટેના  નામાં મેળવવા માટે ચોરી કરી હતી. આ લેપટોપ વેચાણ કરવા માટે  ગ્રાહકો શોધતા પરંતુ, વેચાણ થાય તે પહેલા જ બંને ઝડપાઇ ગયા હતા.