Dwarka: શિવરાજપુર ખાતે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની માગ બુલંદ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ શિવરાજપુર બીચ ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ હતી. જેમાં બોટ રાઈડ, સ્કુબા સહિત અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટી મંજૂરી વિના ચાલતી હતી.બીચ ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ હતી જે તંત્ર દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈ બંધ કરાવી દેવામાં આવતા સ્થાનિકોએ આ મામલે ધારાસભ્ય પબુભા માણેકને થોડા દિવસ પહેલા રજૂઆત કરી હતી. ત્યારે અધિકારીઓને સાથે રાખી એક બેઠક યોજાઈ જેમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીને જરૂરી ચકાસણી કરી મંજૂરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી. ધારાસભ્ય પબુભા માણેકે ચાલુ બેઠકમાં આપી હતી આ મોટી ચીમકી જો મંજૂરી આપવામાં નહીં આવે તો આસપાસના ગામોને સાથે રાખી આ એક્ટિવિટી મંજૂરી વિના ચાલુ કરી દેવાની ચીમકી ખુદ ધારાસભ્ય પબુભા માણેકે ચાલુ બેઠકમાં આપી દીધી હતી, ત્યારે આજે સ્થાનિકો સાથે ફરી એક વાર બેઠક થઈ હતી. NIWSની ટીમે શિવરાજપુર બીચ પર સ્થાનિક ધંધાર્થીઓ સાથે મિટિંગ કરી હતી તમને જણાવી દઈએ કે શિવરાજપુર બીચ મુદ્દે પબુભા માણેકની ઉગ્ર રજૂઆત બાદ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. NIWSની ટીમે શિવરાજપુર બીચ પર સ્થાનિક ધંધાર્થીઓ સાથે મિટિંગ કરી હતી. શિવરાજપુર બીચ ખાતે દ્વારકા પ્રાંત અધિકારી અને તંત્ર સાથે ગોવાથી નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વોટર સ્પોટ્સ (NIWS) ભારત સરકાર તરફથી ટીમ આવી હતી. વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓના સાધનોનું પરીક્ષણ તેમજ સ્થાનિક ધંધાર્થીઓ સાથે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે સરકાર માન્ય નીતિ નિયમો ઘડવા વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી. કાયદેસર રીતે એક્ટિવિટી શરૂ થશે તો પછી વારંવાર બંધ નહીં કરવી પડે અગાઉ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની તંત્રને 20 દિવસની અંદર શિવરાજપુર બીચ પર ચાલતી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ચાલુ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને NIWSની ટીમ શિવરાજપુર બીચ ખાતે પહોંચી અને ત્યાં 200થી વધારે સ્થાનિક ધંધાર્થીઓ સાથે મિટિંગ કરીને વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ જેમ બને તેમ ઝડપથી નિયમો મુજબ ચાલુ કરવાની ખાત્રી આપી. NIWSના જણાવ્યા મુજબ જો કાયદેસર રીતે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ચાલુ થશે તો પછી ધંધા રોજગાર વારંવાર બંધ નહીં થાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આંતરરાષ્ટ્રીય કક્ષાએ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ શિવરાજપુર બીચ ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ હતી. જેમાં બોટ રાઈડ, સ્કુબા સહિત અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટી મંજૂરી વિના ચાલતી હતી.
બીચ ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ હતી
જે તંત્ર દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈ બંધ કરાવી દેવામાં આવતા સ્થાનિકોએ આ મામલે ધારાસભ્ય પબુભા માણેકને થોડા દિવસ પહેલા રજૂઆત કરી હતી. ત્યારે અધિકારીઓને સાથે રાખી એક બેઠક યોજાઈ જેમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીને જરૂરી ચકાસણી કરી મંજૂરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી.
ધારાસભ્ય પબુભા માણેકે ચાલુ બેઠકમાં આપી હતી આ મોટી ચીમકી
જો મંજૂરી આપવામાં નહીં આવે તો આસપાસના ગામોને સાથે રાખી આ એક્ટિવિટી મંજૂરી વિના ચાલુ કરી દેવાની ચીમકી ખુદ ધારાસભ્ય પબુભા માણેકે ચાલુ બેઠકમાં આપી દીધી હતી, ત્યારે આજે સ્થાનિકો સાથે ફરી એક વાર બેઠક થઈ હતી.
NIWSની ટીમે શિવરાજપુર બીચ પર સ્થાનિક ધંધાર્થીઓ સાથે મિટિંગ કરી હતી
તમને જણાવી દઈએ કે શિવરાજપુર બીચ મુદ્દે પબુભા માણેકની ઉગ્ર રજૂઆત બાદ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. NIWSની ટીમે શિવરાજપુર બીચ પર સ્થાનિક ધંધાર્થીઓ સાથે મિટિંગ કરી હતી. શિવરાજપુર બીચ ખાતે દ્વારકા પ્રાંત અધિકારી અને તંત્ર સાથે ગોવાથી નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વોટર સ્પોટ્સ (NIWS) ભારત સરકાર તરફથી ટીમ આવી હતી. વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓના સાધનોનું પરીક્ષણ તેમજ સ્થાનિક ધંધાર્થીઓ સાથે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે સરકાર માન્ય નીતિ નિયમો ઘડવા વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી.
કાયદેસર રીતે એક્ટિવિટી શરૂ થશે તો પછી વારંવાર બંધ નહીં કરવી પડે
અગાઉ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની તંત્રને 20 દિવસની અંદર શિવરાજપુર બીચ પર ચાલતી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ચાલુ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને NIWSની ટીમ શિવરાજપુર બીચ ખાતે પહોંચી અને ત્યાં 200થી વધારે સ્થાનિક ધંધાર્થીઓ સાથે મિટિંગ કરીને વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ જેમ બને તેમ ઝડપથી નિયમો મુજબ ચાલુ કરવાની ખાત્રી આપી. NIWSના જણાવ્યા મુજબ જો કાયદેસર રીતે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ચાલુ થશે તો પછી ધંધા રોજગાર વારંવાર બંધ નહીં થાય.