Morbi: જિલ્લાના પોલીસ કર્મચારીઓમાંથી 208 જેટલા સ્ટાફની સામૂહિક બદલી

મોરબી જિલ્લામાં છેલ્લા સમયગાળા દરમિયાન SMCની ટીમ દ્વારા ઉપરા છાપરી રેડ કરવામાં આવી ત્યાર બાદ હવે જિલ્લામાં બદલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગઈકાલ મોડી સાંજથી એક કે બે નહીં પરંતુ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ મળીને 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં LCB, SOGમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે અને આ સામૂહિક બદલીથી પોલીસ કર્મચારીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા મોરબી જિલ્લામાં છેલ્લા સમયગાળાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા તેવામાં છેલ્લા મહિનાઓ દરમિયાન SMCની ટીમ દ્વારા એક બે નહીં પરંતુ ચાર જેટલી જુદી જુદી સફળ રેડ કરવામાં આવી હતી અને તેમાં લાખો કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેથી કરીને સ્થાનિક પોલીસની કામગીરી તથા જિલ્લામાં LCB અને SOGની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં થોડા દિવસો પહેલા SMCની ટીમ દ્વારા ચોરી અને છેતરપિંડી અંગેની સફળ રેડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સાત અધિકારી અને 11 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓમાં કહી ખુશી કહીં ગમ જોકે બદલીના પહેલા રાઉન્ડ બાદ ગઈકાલે મોડી સાંજે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સામૂહિક બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને જિલ્લામાં ફરજ બજાવતા અંદાજે 1,000 જેટલા પોલીસ કર્મચારીઓમાંથી 20 ટકા જેટલા પોલીસ કર્મચારીઓ એટલે કે 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. આ બદલીના ઓર્ડરમાં એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સહિત જિલ્લાના આઠ પોલીસ મથક અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે આ બદલીને લઈને પોલીસ કર્મચારીઓમાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મોટાભાગે બદલી કરવામાં આવી છે. અને કેટલાક કર્મચારીઓએ બદલી માગી હતી તો કેટલાક કર્મચારીઓની બદલી કરવાનો સમય થઈ ગયો હતો. જેથી કરીને એક સાથે આ બદલીઓ કરવામાં આવી છે. જોકે આ બદલીના ઓર્ડર બાદ હવે આગામી દિવસોમાં જિલ્લામાં નશાકારક દ્રવ્યોનું વેચાણ તેમજ યેનકેન પ્રકારે થતી ચોરીઓનું દુષણ વધશે કે ઘટશે તે તો આગામી સમય બતાવશે.

Morbi: જિલ્લાના પોલીસ કર્મચારીઓમાંથી 208 જેટલા સ્ટાફની સામૂહિક બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લામાં છેલ્લા સમયગાળા દરમિયાન SMCની ટીમ દ્વારા ઉપરા છાપરી રેડ કરવામાં આવી ત્યાર બાદ હવે જિલ્લામાં બદલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગઈકાલ મોડી સાંજથી એક કે બે નહીં પરંતુ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ મળીને 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં LCB, SOGમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે અને આ સામૂહિક બદલીથી પોલીસ કર્મચારીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા

મોરબી જિલ્લામાં છેલ્લા સમયગાળાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા તેવામાં છેલ્લા મહિનાઓ દરમિયાન SMCની ટીમ દ્વારા એક બે નહીં પરંતુ ચાર જેટલી જુદી જુદી સફળ રેડ કરવામાં આવી હતી અને તેમાં લાખો કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેથી કરીને સ્થાનિક પોલીસની કામગીરી તથા જિલ્લામાં LCB અને SOGની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં થોડા દિવસો પહેલા SMCની ટીમ દ્વારા ચોરી અને છેતરપિંડી અંગેની સફળ રેડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સાત અધિકારી અને 11 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.

પોલીસ કર્મચારીઓમાં કહી ખુશી કહીં ગમ

જોકે બદલીના પહેલા રાઉન્ડ બાદ ગઈકાલે મોડી સાંજે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સામૂહિક બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને જિલ્લામાં ફરજ બજાવતા અંદાજે 1,000 જેટલા પોલીસ કર્મચારીઓમાંથી 20 ટકા જેટલા પોલીસ કર્મચારીઓ એટલે કે 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. આ બદલીના ઓર્ડરમાં એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સહિત જિલ્લાના આઠ પોલીસ મથક અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે આ બદલીને લઈને પોલીસ કર્મચારીઓમાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મોટાભાગે બદલી કરવામાં આવી છે. અને કેટલાક કર્મચારીઓએ બદલી માગી હતી તો કેટલાક કર્મચારીઓની બદલી કરવાનો સમય થઈ ગયો હતો. જેથી કરીને એક સાથે આ બદલીઓ કરવામાં આવી છે. જોકે આ બદલીના ઓર્ડર બાદ હવે આગામી દિવસોમાં જિલ્લામાં નશાકારક દ્રવ્યોનું વેચાણ તેમજ યેનકેન પ્રકારે થતી ચોરીઓનું દુષણ વધશે કે ઘટશે તે તો આગામી સમય બતાવશે.