Board Exam: ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ST વિભાગ એક્શનમાં, જાણો શું કરી તૈયારી?

Feb 21, 2025 - 16:00
Board Exam: ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ST વિભાગ એક્શનમાં, જાણો શું કરી તૈયારી?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુશ્કેલી ન પડે તેવું આયોજન ST વિભાગ દ્વારા કરવામાં આવી છે. ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા રેગ્યુલર ઉપરાંત વધારાની 250 ટ્રીપ ચલાવવાનું આયોજન કર્યું છે. 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન વધારાની બસો દોડશે તેવી વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. 

રાજ્યમાં અગામી તારીખ તા-૨૭/૦૨/૨૦૨૫ થી તા-૧૦/૦૩/૨૦૨૫ દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની ૨૫૦ જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે.

હાલમાં જે - તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ૮૫ જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કરેલ છે. એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0