Gujarat Rain: રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામખંભાળિયા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. આસો માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિંબાગ વાદળો સાથે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા છે. માવઠા રૂપી વરસાદ વરસતા જગતના તાત ચિંતિત બન્યા છે. મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોમાં નુકસાનની ભીતી છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી છે. નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ નસવાડી, સોડત, ચુનાખાણ વિસ્તારોમાં વરસાદ છે. જ્યારે કોચારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી કપાસના ઉભા પાક હવે તૈયાર થવા આવ્યા તેવામાં વરસાદ પડતા જગતના તાત ચિંતિત બન્યા છે. નખત્રાણા પંથકમાં વાતાવરણમાં પલટો કચ્છના નખત્રાણા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. ધીમીધારે વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 15ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમનો પ્રભાવ 15 ઓક્ટોબર સુધી રહેશે, જેથી આગામી હજુ 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી અનેક જિલ્લામાં છૂટોછવાયો મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ પંથકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. પાછોતરા વરસાદના કારણે મગફળી, કપાસ, બાજરી, શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જામખંભાળિયા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. આસો માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિંબાગ વાદળો સાથે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા છે. માવઠા રૂપી વરસાદ વરસતા જગતના તાત ચિંતિત બન્યા છે. મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોમાં નુકસાનની ભીતી છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી છે.
નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ
નસવાડી, સોડત, ચુનાખાણ વિસ્તારોમાં વરસાદ છે. જ્યારે કોચારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી કપાસના ઉભા પાક હવે તૈયાર થવા આવ્યા તેવામાં વરસાદ પડતા જગતના તાત ચિંતિત બન્યા છે.
નખત્રાણા પંથકમાં વાતાવરણમાં પલટો
કચ્છના નખત્રાણા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. ધીમીધારે વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 15ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમનો પ્રભાવ 15 ઓક્ટોબર સુધી રહેશે, જેથી આગામી હજુ 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી અનેક જિલ્લામાં છૂટોછવાયો મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ પંથકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. પાછોતરા વરસાદના કારણે મગફળી, કપાસ, બાજરી, શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.