Amreli: જ્ઞાન શક્તિ સ્કૂલમાં 25 ફૂટ લાંબી રાખડી જોઈ વિદ્યાર્થીઓ હરખાયા
સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનના તહેવારની ભવ્ય ઉજવણી અન્ય ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સવ ઉજવ્યો આજના દિવસે બહેનો ભાઈના રક્ષા માટે પ્રાર્થના કરે છે આજે સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરેક બહેન તેમના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતા હોય છે. અમરેલી જિલ્લામાં ખાનગી શાળાઓમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. અમરેલીની શાંતાબા ગજેરા કેમ્પસમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ જ્ઞાનશક્તિ જિલ્લા કક્ષાના સ્પોર્ટ સ્કૂલ સહિત મોટાભાગની શાળાઓમાં રક્ષાબંધનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાની બહેનોએ 25 ફૂટ લાંબી રાખડી બનાવીબહેનો ભાઈની સફળતા અને રક્ષા માટે આજે રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરતા હોય છે. શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં સરસ્વતી માતાની પૂજાઓ કરી કુમ કુમ તિલક સાથે વિદ્યાર્થી ભાઈઓને રાખડીઓ બાંધવામા આવી હતી. આ ઉપરાંત જ્ઞાન શક્તિ સ્કૂલના બહેનો દ્વારા 25 ફૂટ લાંબી રાખડી જાતે તૈયાર કરી ઉજવણી કરાઇ 25 ફૂટ રાખડી શાળામાં જોઈને વિદ્યાર્થીઓ ખૂશ થઈ ગયા હતા. કર્મચારીઓને સંસ્થાઓની બહેનોએ રાખડી બાંધી વિવિધ સંસ્થાઓના મહિલા મંડળો બહેનો દ્વારા લોકપ્રતિનિધિઓ અને પોલીસ ઓફિસરો- પોલીસ જવાનોને સેવાભાવી સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આજના દિવસે ભાઈ બહેન વચ્ચે રક્ષાબંધનની ઉજવણી સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનના તહેવારની ભવ્ય ઉજવણી
- અન્ય ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સવ ઉજવ્યો
- આજના દિવસે બહેનો ભાઈના રક્ષા માટે પ્રાર્થના કરે છે
આજે સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરેક બહેન તેમના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતા હોય છે. અમરેલી જિલ્લામાં ખાનગી શાળાઓમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. અમરેલીની શાંતાબા ગજેરા કેમ્પસમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ જ્ઞાનશક્તિ જિલ્લા કક્ષાના સ્પોર્ટ સ્કૂલ સહિત મોટાભાગની શાળાઓમાં રક્ષાબંધનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.
શાળાની બહેનોએ 25 ફૂટ લાંબી રાખડી બનાવી
બહેનો ભાઈની સફળતા અને રક્ષા માટે આજે રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરતા હોય છે. શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં સરસ્વતી માતાની પૂજાઓ કરી કુમ કુમ તિલક સાથે વિદ્યાર્થી ભાઈઓને રાખડીઓ બાંધવામા આવી હતી. આ ઉપરાંત જ્ઞાન શક્તિ સ્કૂલના બહેનો દ્વારા 25 ફૂટ લાંબી રાખડી જાતે તૈયાર કરી ઉજવણી કરાઇ 25 ફૂટ રાખડી શાળામાં જોઈને વિદ્યાર્થીઓ ખૂશ થઈ ગયા હતા.
કર્મચારીઓને સંસ્થાઓની બહેનોએ રાખડી બાંધી
વિવિધ સંસ્થાઓના મહિલા મંડળો બહેનો દ્વારા લોકપ્રતિનિધિઓ અને પોલીસ ઓફિસરો- પોલીસ જવાનોને સેવાભાવી સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આજના દિવસે ભાઈ બહેન વચ્ચે રક્ષાબંધનની ઉજવણી સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે.