Gandhidham: સર્વિસ સેન્ટરમાં નવી કાર આપી તો ગાડીની દશા બગાડી દિધી
ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવી ઘટના સર્જાઇ કર્મચારી ટ્રાયલ માટે કાર લઇને જતા થયો અકસ્માત સર્વિસ સેન્ટરના લોકો કાર માલિકને માહિતી ન આપી ગાંધીધામમાં સર્વિસમાં મુકેલી કારનો અકસ્માત થયો છે. જેમાં કર્મચારી ટ્રાયલ માટે કાર લઇને જતા અકસ્માત થયો છે. ત્યારે સર્વિસ સેન્ટરના લોકોએ કાર માલિકને માહિતી આપી ન હતી. જેમાં કાર ટ્રાયલમાં હોવાની ખોટી માહિતી આપી ધક્કા ખવડાવ્યા હતા. જેમાં અકસ્માત અંગે જાણ થતા કાર માલિકે નવી કાર માગી હતી. સર્વિસ સેન્ટર માલિકે અપશબ્દો બોલ્યાનો આક્ષેપ સર્વિસ સેન્ટર માલિકે અપશબ્દો બોલ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીધામ પોલીસ મથકે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવો ઘાટ ગાંધીધામમાં સર્જાયો હતો. જેમાં ગાંધીધામના સર્વિસ સેન્ટરમાં મૂળ કચ્છના અને હાલે અમદાવાદ રહેતા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરે ગાંધીધામના કાર્ગો મોટર્સ સર્વિસમાં આપેલી જે ટાટા કંપનીની હેરિયર કાર કર્મચારીઓએ ટ્રાયલના બહાને લઈ જઈને અકસ્માત સર્જતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવમાં શો-રૂમના સંચાલકોએ કંઇપણ કહેવાનું ટાળ્યું જાણવા મળતી વિગતો મુજબ મૂળ ભચાઉ તાલુકાના જંગી ગામના અને હાલે અમદાવાદ ખાતે રહેતા ધરમશીભાઈ ભાણાભાઈ દાફડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓએ પોતાની ચોવીસ લાખની કિંમતની કાર ગાંધીધામના સર્વિસ સેન્ટરમાં આપી હતી. બીજા દિવસે લેવા ગયા ત્યારે કાર સર્વિસમાં જોવા ન મળતા પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે ટ્રાયલ માટે કાર ગઈ છે અને બાદમાં જાણવા મળ્યું કે આ કારનો નજીક અકસ્માત થવા પામ્યો છે. આ ગાડીના બદલામાં બીજી ગાડી આપવાનું જણાવતા અહીંના મિલન વડોદરિયાએ તેઓને નીચ જાતિના લોકોએ આવી ગાડી લેવી ન જોઈએ. ફોરવીલર લ્યો તો નાના મોટા પ્રોબ્લેમ થતાં રહે છે. શોરૂમમાંથી બહાર નીકળી જાઓ તેવુ કહીને ધક્કા મૂકી કરીને કાઢી મૂક્યા હતા. તેમજ સમીર નાયકે તેઓના દીકરાને તારા પિતાને ટેમ્પરરી બીજી ગાડી આપી શકિયે નહીં તમારી જાતનો શું વિશ્વાસ તેવું કહીને ધમકી આપી હતી. હવે મારા વકીલને વાત કરી લેજો તેમજ જેને કહેવું હોય તેને કહી દેજે તેમજ જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા. આ સમગ્ર બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસીટી મુજબની ફરિયાદ નોંધાઇ છે. તેમજ આ બનાવમાં શો-રૂમના સંચાલકોએ કંઇપણ કહેવાનું ટાળ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવી ઘટના સર્જાઇ
- કર્મચારી ટ્રાયલ માટે કાર લઇને જતા થયો અકસ્માત
- સર્વિસ સેન્ટરના લોકો કાર માલિકને માહિતી ન આપી
ગાંધીધામમાં સર્વિસમાં મુકેલી કારનો અકસ્માત થયો છે. જેમાં કર્મચારી ટ્રાયલ માટે કાર લઇને જતા અકસ્માત થયો છે. ત્યારે સર્વિસ સેન્ટરના લોકોએ કાર માલિકને માહિતી આપી ન હતી. જેમાં કાર ટ્રાયલમાં હોવાની ખોટી માહિતી આપી ધક્કા ખવડાવ્યા હતા. જેમાં અકસ્માત અંગે જાણ થતા કાર માલિકે નવી કાર માગી હતી.
સર્વિસ સેન્ટર માલિકે અપશબ્દો બોલ્યાનો આક્ષેપ
સર્વિસ સેન્ટર માલિકે અપશબ્દો બોલ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીધામ પોલીસ મથકે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવો ઘાટ ગાંધીધામમાં સર્જાયો હતો. જેમાં ગાંધીધામના સર્વિસ સેન્ટરમાં મૂળ કચ્છના અને હાલે અમદાવાદ રહેતા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરે ગાંધીધામના કાર્ગો મોટર્સ સર્વિસમાં આપેલી જે ટાટા કંપનીની હેરિયર કાર કર્મચારીઓએ ટ્રાયલના બહાને લઈ જઈને અકસ્માત સર્જતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ બનાવમાં શો-રૂમના સંચાલકોએ કંઇપણ કહેવાનું ટાળ્યું
જાણવા મળતી વિગતો મુજબ મૂળ ભચાઉ તાલુકાના જંગી ગામના અને હાલે અમદાવાદ ખાતે રહેતા ધરમશીભાઈ ભાણાભાઈ દાફડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓએ પોતાની ચોવીસ લાખની કિંમતની કાર ગાંધીધામના સર્વિસ સેન્ટરમાં આપી હતી. બીજા દિવસે લેવા ગયા ત્યારે કાર સર્વિસમાં જોવા ન મળતા પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે ટ્રાયલ માટે કાર ગઈ છે અને બાદમાં જાણવા મળ્યું કે આ કારનો નજીક અકસ્માત થવા પામ્યો છે. આ ગાડીના બદલામાં બીજી ગાડી આપવાનું જણાવતા અહીંના મિલન વડોદરિયાએ તેઓને નીચ જાતિના લોકોએ આવી ગાડી લેવી ન જોઈએ. ફોરવીલર લ્યો તો નાના મોટા પ્રોબ્લેમ થતાં રહે છે. શોરૂમમાંથી બહાર નીકળી જાઓ તેવુ કહીને ધક્કા મૂકી કરીને કાઢી મૂક્યા હતા. તેમજ સમીર નાયકે તેઓના દીકરાને તારા પિતાને ટેમ્પરરી બીજી ગાડી આપી શકિયે નહીં તમારી જાતનો શું વિશ્વાસ તેવું કહીને ધમકી આપી હતી. હવે મારા વકીલને વાત કરી લેજો તેમજ જેને કહેવું હોય તેને કહી દેજે તેમજ જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા. આ સમગ્ર બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસીટી મુજબની ફરિયાદ નોંધાઇ છે. તેમજ આ બનાવમાં શો-રૂમના સંચાલકોએ કંઇપણ કહેવાનું ટાળ્યું છે.