આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની સંભાવના, હવામાન વિભાગે કરી મોટી આગાહી

વાતાવરણ અંગે હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં હવે માત્ર 24 કલાક કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે 24 કલાક બાદ રાજ્યમાં વાતાવરણ સૂકું થઈ જશે.પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નર્મદા, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી તાપમાન વધશે ત્યારે દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જો કે આ સિસ્ટમની અસર ગુજરાત પર નહીં થાય. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધશે. અંબાલાલ પટેલે કાતિલ ઠંડીને લઈને પણ આગાહી વ્યક્ત કરી બીજી તરફ રાજ્યમાં માવઠા વચ્ચે હવે કાતિલ ઠંડીને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં દિવાળીના તહેવાર વચ્ચે જ કડકડતી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતવાસીઓને દિવાળીમાં ફૂલ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે શિયાળાની ઋતુમાં 2 ચક્રવાત સક્રિય થતા રાજ્યમાં વરસાદ પણ જોવા મળશે. ત્યારે નવેમ્બર મહિનામાં બે ચક્રવાત સક્રિય થવાના એંધાણ અંબાલાલ પટેલે આપ્યા છે. તમને જણાવી દઈએ કે આગામી 22થી 26 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે અને જે ચક્રવાતની અસર ઓરિસા અને દક્ષિણના રાજ્ય વિશાખાપટનામમાં ટકરાઈ શકે છે.

આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની સંભાવના, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાતાવરણ અંગે હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં હવે માત્ર 24 કલાક કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે 24 કલાક બાદ રાજ્યમાં વાતાવરણ સૂકું થઈ જશે.

પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નર્મદા, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી તાપમાન વધશે

ત્યારે દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જો કે આ સિસ્ટમની અસર ગુજરાત પર નહીં થાય. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

અંબાલાલ પટેલે કાતિલ ઠંડીને લઈને પણ આગાહી વ્યક્ત કરી

બીજી તરફ રાજ્યમાં માવઠા વચ્ચે હવે કાતિલ ઠંડીને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં દિવાળીના તહેવાર વચ્ચે જ કડકડતી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતવાસીઓને દિવાળીમાં ફૂલ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે શિયાળાની ઋતુમાં 2 ચક્રવાત સક્રિય થતા રાજ્યમાં વરસાદ પણ જોવા મળશે. ત્યારે નવેમ્બર મહિનામાં બે ચક્રવાત સક્રિય થવાના એંધાણ અંબાલાલ પટેલે આપ્યા છે. તમને જણાવી દઈએ કે આગામી 22થી 26 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે અને જે ચક્રવાતની અસર ઓરિસા અને દક્ષિણના રાજ્ય વિશાખાપટનામમાં ટકરાઈ શકે છે.