કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે, વિકાસલક્ષી કાર્યોને મળશે વેગ

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. 23 જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન, તેઓ રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પરમ દિવસે એટલે કે 23 જાન્યુઆરી, 2025 નાં રોજ ફરી એકવાર ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ નાગરિકોને રૂ. 651 કરોડનાં વિકાસકામોની ભેટ આપશે. માહિતી અનુસાર, ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે. ઉપરાંત, થલતેજ વોર્ડમાં રૂ.13 કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે.ચેનપુર અન્ડરપાસને ખુલ્લો મૂકાશે આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ વોર્ડમાં રૂ. 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે. તેમ સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું.23 જાન્યુઆરીએ અમિત શાહ ગુજરાત આવશેમનપાના 651 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે ઝુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા રોડનું લોકાર્પણ કરશે થલતેજમાં 13 કરોડ ખર્ચે બનેલા શિલજ તળાવનું લોકાર્પણ બોડકદેવમાં વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે 83 મકાનો અને 12 દુકાનોનો ડ્રો કરશે ચેનપુર અંડર પાસને ખુલ્લો મુકવામાં આવશે રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભા સંબોધશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે, વિકાસલક્ષી કાર્યોને મળશે વેગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. 23 જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન, તેઓ રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પરમ દિવસે એટલે કે 23 જાન્યુઆરી, 2025 નાં રોજ ફરી એકવાર ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ નાગરિકોને રૂ. 651 કરોડનાં વિકાસકામોની ભેટ આપશે. માહિતી અનુસાર, ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે. ઉપરાંત, થલતેજ વોર્ડમાં રૂ.13 કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે.

ચેનપુર અન્ડરપાસને ખુલ્લો મૂકાશે

આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ વોર્ડમાં રૂ. 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે. તેમ સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું.

23 જાન્યુઆરીએ અમિત શાહ ગુજરાત આવશે

  • મનપાના 651 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
  • ઝુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા રોડનું લોકાર્પણ કરશે
  • થલતેજમાં 13 કરોડ ખર્ચે બનેલા શિલજ તળાવનું લોકાર્પણ
  • બોડકદેવમાં વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે
  • 83 મકાનો અને 12 દુકાનોનો ડ્રો કરશે
  • ચેનપુર અંડર પાસને ખુલ્લો મુકવામાં આવશે
  • રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભા સંબોધશે