Ambaji મંદિરમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્યા માં અંબાના દર્શન

શારદીય નવરાત્રી ચાલી રહી છે. માં શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તો માં અંબાના દર્શને આવે છે. શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શેને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલશ્રી થાવરચંદ ગેહલોત પધાર્યા હતા. જ્યાં માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દેશના શક્તિપીઠમાં અંબાજીનું અગત્યનું સ્થાન છે અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે. નવરાત્રીના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલશ્રી થાવરચંદ ગહેલોતે પરિવાર સાથે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે માં અંબાની વિધિવત પૂજા કરી હતી. જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધી કરાઈ નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવ્યું. જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.

Ambaji મંદિરમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્યા માં અંબાના દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શારદીય નવરાત્રી ચાલી રહી છે. માં શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તો માં અંબાના દર્શને આવે છે. શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શેને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલશ્રી થાવરચંદ ગેહલોત પધાર્યા હતા. જ્યાં માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

દેશના શક્તિપીઠમાં અંબાજીનું અગત્યનું સ્થાન છે

અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે. નવરાત્રીના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલશ્રી થાવરચંદ ગહેલોતે પરિવાર સાથે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે માં અંબાની વિધિવત પૂજા કરી હતી. જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધી કરાઈ

નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવ્યું. જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.