Botad જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના સાધુ સંતો સાથે સાધ્યો વિકાસ સંવાદ

સતત ૪ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યને નવી દિશા આપનાર તથા દેશનું નેતૃત્વ સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સુશાસનમાં તેમની રાજ્યકીય ઇચ્છાશક્તિ,સબળ નેતૃત્વમાં રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. દરેક નાગરિકનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે તેઓએ રોજગાર, પાણી, વીજળી, પાકી છત વગેરે સુવિધા મળી રહે તે માટે તેમણે અનેક યોજનાઓ અમલી કરી હતી. જેની ઉજવણી હાલ બોટાદ સહિત સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. સાળંગપુરમાં સાધ્યો વિકાસ સંવાદ વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાએ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સાથે વિકાસ સંવાદ સાધ્યો હતો.જેમાં સ્વામીજી ગુજરાત અને દેશમાં છેલ્લા ૨૩ વર્ષમાં આવેલા સકારાત્મક પરિવર્તનો વિશે મુક્તમને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે ચર્ચા કરી હતી. સાથોસાથ દેશવાસીઓને વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના મહાઅભિયાન સ્વચ્છતા હી સેવામાં સહભાગી બનવા નમ્ર અનુરોધ કર્યો હતો. વિકાસ સપ્તાહની વિશેષ ઉજવણી બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.બોટાદ જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આયુષ્ય આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી.જેમાં આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ જેવી કે,આરોગ્ય તપાસ, આયુષ્યમાન કાર્ડ, આભા આઈ.ડી., ડાયાબીટીસ,હાઇપર ટેન્શન લેબોરેટરી તપાસ સહિતની સેવાઓ નાગરિકોને પુરી પાડવામાં આવી હતી. જાણો કેમ ઉજવાય છે વિકાસ સપ્તાહ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7મી, ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈ રાજ્યના શાસનની ધૂરા હસ્તગત કરી હતી ત્યારબાદથી રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. જેના અનુસંધાને ગુજરાત સરકારે 7મીથી 15 ઓકટોબર સુધીના એક સપ્તાહને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનો જે નિર્ણય કર્યો છે. તે મુજબ, 2001થી 2024 સુધીની નરેન્દ્ર મોદીના સતત અને સળંગ 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને 7મીથી 15મી, ઓક્ટોબર સુધી થનારી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.

Botad જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના સાધુ સંતો સાથે સાધ્યો વિકાસ સંવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સતત ૪ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યને નવી દિશા આપનાર તથા દેશનું નેતૃત્વ સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સુશાસનમાં તેમની રાજ્યકીય ઇચ્છાશક્તિ,સબળ નેતૃત્વમાં રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. દરેક નાગરિકનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે તેઓએ રોજગાર, પાણી, વીજળી, પાકી છત વગેરે સુવિધા મળી રહે તે માટે તેમણે અનેક યોજનાઓ અમલી કરી હતી. જેની ઉજવણી હાલ બોટાદ સહિત સમગ્ર રાજ્યમાં થઈ રહી છે.

સાળંગપુરમાં સાધ્યો વિકાસ સંવાદ

વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાએ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સાથે વિકાસ સંવાદ સાધ્યો હતો.જેમાં સ્વામીજી ગુજરાત અને દેશમાં છેલ્લા ૨૩ વર્ષમાં આવેલા સકારાત્મક પરિવર્તનો વિશે મુક્તમને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે ચર્ચા કરી હતી. સાથોસાથ દેશવાસીઓને વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના મહાઅભિયાન સ્વચ્છતા હી સેવામાં સહભાગી બનવા નમ્ર અનુરોધ કર્યો હતો.

વિકાસ સપ્તાહની વિશેષ ઉજવણી

બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.બોટાદ જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આયુષ્ય આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી.જેમાં આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ જેવી કે,આરોગ્ય તપાસ, આયુષ્યમાન કાર્ડ, આભા આઈ.ડી., ડાયાબીટીસ,હાઇપર ટેન્શન લેબોરેટરી તપાસ સહિતની સેવાઓ નાગરિકોને પુરી પાડવામાં આવી હતી.

જાણો કેમ ઉજવાય છે વિકાસ સપ્તાહ

ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7મી, ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈ રાજ્યના શાસનની ધૂરા હસ્તગત કરી હતી ત્યારબાદથી રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. જેના અનુસંધાને ગુજરાત સરકારે 7મીથી 15 ઓકટોબર સુધીના એક સપ્તાહને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનો જે નિર્ણય કર્યો છે. તે મુજબ, 2001થી 2024 સુધીની નરેન્દ્ર મોદીના સતત અને સળંગ 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને 7મીથી 15મી, ઓક્ટોબર સુધી થનારી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.