ઇ-કોમર્સ વેબસાઇટમાં ડી-બગીંગ સોફ્ટવેરથી ચેડા કરનાર ગેંગ ઝડપાઇ

Jan 31, 2025 - 01:30
ઇ-કોમર્સ વેબસાઇટમાં ડી-બગીંગ સોફ્ટવેરથી ચેડા કરનાર ગેંગ ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

શહેરના રિલીફ રોડ પર ક્રિકેટ સટ્ટાની બાતમીને આધારે ક્રાઇમબ્રાંચે દરોડો પાડતા ઝડપાયેલા ત્રણ યુવકોની પુછપરછ દરમિયાન ઇ-કોમર્સ વેબસાઇટ પર ડી-બગીંગ સોફ્ટવેરથી ચેડા કરીને ઓનલાઇન પ્રોડક્ટ અતિ સસ્તી કિંમતે મંગાવીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આરોપીઓ ગેમીંગ  અને ક્રિકેટ સટ્ટાની સાઇટમાં પણ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન ત્રણેય યુવકો  દ્વારા સાત કરોડ રૂપિયા સુધીની ઠગાઇ કરવામાં આવી હોવાની વિગતો પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે રીલીફ રોડ પર એક ઓફિસમાં ત્રણ યુવકો  ઓનલાઇન ક્રિકેટ સટ્ટો બુક કરાવીને મોટાપ્રમાણમાં રમી રહ્યા છે. જેના આધારે દરોડો પાડીને પોલીસે વિજય વાઘેલા ( અશ્વમેઘ ટેનામેન્ટ, બાપુનગર) , નિતેશ મડતા (ગુજરાત હાઉસીંગ બોર્ડ,બાપુનગર) અને  આદીલ  પરમાર (રામીની ચાલી, રખિયાલ)ને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી ક્રિકેટ સટ્ટાને લગતા કેટલાંક લોગઇન આઇ ડી મળી આવ્યા હતા. બાદમાં પોલીસે તેમની પાસેથી જપ્ત કરેલા ગેઝેટ્સની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આરોપીઓ ક્રિકેટ સટ્ટામાં ગેંમીંગ સાઇટમાં ડી-બબીંગ સોફ્ટવેરની મદદથી ચેડા કરીને મોટાપ્રમાણમાં નાણાંની છેતરપિડી આચરી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0