Palanpur: બનાસકાંઠાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી

મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષીત બને તે માટે તેઓના રોજીંદા આહારમાં પૌષ્ટીક ખાધ્યોનો ઉપયોગ થાય.બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ,ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષક તત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિના મુલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પુરુ પાડવા માટે આપવામાં આવે છે. મિલેટ નાના દાણા વાળા ધાન્ય પાકોનું જુથ છે. જેમાં વિવિધતા સભર પાકો જેવા કે, બાજરીમ જુવાર, નાગલી, કાંગ, ચેણો, બંટી, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે.જેમાં મોટા ભાગના પાકોનું મુળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે.મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે.ટેક હોમ રાશન,મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યો મદદથી પૌષ્ટીક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી પોષણ યુક્ત વાનગીઓ અંગેના જુદા-જુદા સ્તર પર પૌષ્ટીક વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈ.સી.ડી.એસ.શાખાના વડગામ ઘટક-ર ના નાંદોત્રા-ર સેજામાં વરસડા ગામમાં સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં આઈ.સી.ડી.એસ.ઘટક વડગામ-રના સીડીપી સરોજબેન પી.ગોહિલ, એનએનએમબીસી વડગામ-2 હરીશભાઈ પરમાર તથા પીએસઈઆઈએનએસ હીનાબેન મન્સુરી,મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના કર્મચારી, તથા આરોગ્ય વિભાગના નર્સ,ગ્રામ પંચાયતના સરપંચ ચૌધરી વિરજીભાઈ. ગામના વરસડા ડેરીના ચેરમેન ચૌધરી ફલજીભાઈ વરસડા, પંચાયતના સભ્ય વાલજીભાઈ, આગેવાન સતીષભાઈ તથા ગામની શાળાના આચાર્ય પટેલ દક્ષાબેન, પટેલ આશાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ,દ્ધિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત નાંદોત્રા-ર સેજામાં આંગણવાડી કેન્દ્ર,મોટી ગીડાસણ ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સેજાના મુખ્ય સેવિકા સરોજબેન પી.ગોહિલ સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ, દ્ધિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Palanpur: બનાસકાંઠાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષીત બને તે માટે તેઓના રોજીંદા આહારમાં પૌષ્ટીક ખાધ્યોનો ઉપયોગ થાય.

બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ,ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષક તત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિના મુલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પુરુ પાડવા માટે આપવામાં આવે છે. મિલેટ નાના દાણા વાળા ધાન્ય પાકોનું જુથ છે. જેમાં વિવિધતા સભર પાકો જેવા કે, બાજરીમ જુવાર, નાગલી, કાંગ, ચેણો, બંટી, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે.જેમાં મોટા ભાગના પાકોનું મુળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે.મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે.ટેક હોમ રાશન,મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યો મદદથી પૌષ્ટીક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી પોષણ યુક્ત વાનગીઓ અંગેના જુદા-જુદા સ્તર પર પૌષ્ટીક વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈ.સી.ડી.એસ.શાખાના વડગામ ઘટક-ર ના નાંદોત્રા-ર સેજામાં વરસડા ગામમાં સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં આઈ.સી.ડી.એસ.ઘટક વડગામ-રના સીડીપી સરોજબેન પી.ગોહિલ, એનએનએમબીસી વડગામ-2 હરીશભાઈ પરમાર તથા પીએસઈઆઈએનએસ હીનાબેન મન્સુરી,મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના કર્મચારી, તથા આરોગ્ય વિભાગના નર્સ,ગ્રામ પંચાયતના સરપંચ ચૌધરી વિરજીભાઈ. ગામના વરસડા ડેરીના ચેરમેન ચૌધરી ફલજીભાઈ વરસડા, પંચાયતના સભ્ય વાલજીભાઈ, આગેવાન સતીષભાઈ તથા ગામની શાળાના આચાર્ય પટેલ દક્ષાબેન, પટેલ આશાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ,દ્ધિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત નાંદોત્રા-ર સેજામાં આંગણવાડી કેન્દ્ર,મોટી ગીડાસણ ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સેજાના મુખ્ય સેવિકા સરોજબેન પી.ગોહિલ સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ, દ્ધિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.