આગામી 5 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે, અને આવતીકાલથી એટલે કે આજે મધ્યરાત્રિ 12 વાગ્યાથી વર્ષ 2025ની શરૂઆત થઇ જશે. નવા વર્ષમાં ભારતમાં કેટલાક સ્થળો પર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતભરતમાં શિયાળો બરાબર જામ્યો છે અને ઠંડી સાથે શીતલહેર પ્રસરી રહી છે. ખાસ કરીને ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી આગામી દિવસોમાં જોર પકડશે. ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેતા ઠંડીનો ચમકારો રહેશે. ગઈકાલે નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 5 દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવામાં આવ્યું છે. અમદાવાદમાં લઘુતમ 15 ડિગ્રી સુધી જઈ શકે છે. હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે, જો રાજ્યમાં આજે માવઠું થશે તો ખેડૂતો અને ખેતીને નુકસાન પહોંચી શકે છે, અત્યારે ખેડૂતોનો વરિયાળી, બટાટા, ઘઉં, ચણા, જીરૂ અને રાયડો પાક છે, જો વરસાદ પડશે તો આ તમામ પાકોમાં મોટુ નુકસાન પહોંચી શકે છે. 18થી વધુ રાજ્યોમાં કાતિલ ઠંડી અને શીતલહેરનું મોજુ ફરી વળશેહવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભારતના 18થી વધુ રાજ્યોમાં કાતિલ ઠંડી અને શીતલહેરનું મોજુ ફરી વળશે. નવા વર્ષની શરૂઆતમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 રાજ્યોમાં 7 દિવસ હાડ ગાળતી ઠંડી પડશે. 18 રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન અને વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત થઇ જવાનું પણ અનુમાન છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પહાડો પર સતત બરફ વર્ષા અને મેદાની વિસ્તારમાં માવઠાની અસર દેખાઇ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં દિલ્લી-NCR, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં કાતિલ ઠંડીનું અનુમાન છે. આ ઉપરાંત જમ્મૂ-કશ્મીરના ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ 10 ડિગ્રીએ પહોંચશે અને બિહારના 13 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબ- હરિયાણામાં પણ શીતલહેરની આગાહી કરવામાં આવી છે. 

આગામી 5 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે, અને આવતીકાલથી એટલે કે આજે મધ્યરાત્રિ 12 વાગ્યાથી વર્ષ 2025ની શરૂઆત થઇ જશે. નવા વર્ષમાં ભારતમાં કેટલાક સ્થળો પર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતભરતમાં શિયાળો બરાબર જામ્યો છે અને ઠંડી સાથે શીતલહેર પ્રસરી રહી છે. ખાસ કરીને ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી આગામી દિવસોમાં જોર પકડશે. 

ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેતા ઠંડીનો ચમકારો રહેશે. ગઈકાલે નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 5 દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવામાં આવ્યું છે. અમદાવાદમાં લઘુતમ 15 ડિગ્રી સુધી જઈ શકે છે. હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે, જો રાજ્યમાં આજે માવઠું થશે તો ખેડૂતો અને ખેતીને નુકસાન પહોંચી શકે છે, અત્યારે ખેડૂતોનો વરિયાળી, બટાટા, ઘઉં, ચણા, જીરૂ અને રાયડો પાક છે, જો વરસાદ પડશે તો આ તમામ પાકોમાં મોટુ નુકસાન પહોંચી શકે છે. 

18થી વધુ રાજ્યોમાં કાતિલ ઠંડી અને શીતલહેરનું મોજુ ફરી વળશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભારતના 18થી વધુ રાજ્યોમાં કાતિલ ઠંડી અને શીતલહેરનું મોજુ ફરી વળશે. નવા વર્ષની શરૂઆતમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 રાજ્યોમાં 7 દિવસ હાડ ગાળતી ઠંડી પડશે. 18 રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન અને વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત થઇ જવાનું પણ અનુમાન છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પહાડો પર સતત બરફ વર્ષા અને મેદાની વિસ્તારમાં માવઠાની અસર દેખાઇ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં દિલ્લી-NCR, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં કાતિલ ઠંડીનું અનુમાન છે. આ ઉપરાંત જમ્મૂ-કશ્મીરના ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ 10 ડિગ્રીએ પહોંચશે અને બિહારના 13 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબ- હરિયાણામાં પણ શીતલહેરની આગાહી કરવામાં આવી છે.