Surendranagarમાં આવતીકાલે યોજાનાર જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા અન્વયે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૮/૦૧/૨૦૨૫ના રોજ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા એપ્રિલ-૨૦૨૫ની પ્રવેશ પરીક્ષા યોજાનાર છે. આથી પરીક્ષાના સુચારૂ આયોજનરૂપે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો, સાયબર કાફે અને પ્રિન્ટીંગ પ્રેસ બંધ રાખવા તેમજ અન્ય પ્રતિબંધાત્મક હુકમો અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. ઓઝા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેર રોડ પર ચાર થી પાચ વ્યકિતઓ નહી ઉભા રહે આ જાહેરનામાં અનુસાર, પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો, સાયબર કાફે અને પ્રિન્ટીંગ પ્રેસ ફરજિયાત બંધ રાખવાનાં રહેશે. પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનિક ગેઝેટસ જેવા તમામ ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા તથા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તથા કેલ્ક્યુલેટર પરીક્ષા કેન્દ્રમાં ઉપયોગ કરવા કે લઈ જવા અંગે નવોદય વિદ્યાલય સમિતિની અધ્યતન સૂચનાઓ અનુસાર પાલન કરવાનું રહેશે.પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં ૪(ચાર) કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે તા.૧૮/૦૧/૨૦૨૫ના સવારે ૦૮:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમિયાન ખોદકામ (Olpping) કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામાનો નહી કરાય ભંગ આ જાહેરનામાંનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જો કોઈ આ હુકમનો ભંગ કરશે અથવા ભંગ કરાવવામાં મદદગારી કરશે તો ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૦૬ માટે પ્રવેશ પરીક્ષા આગામી તા.૧૮.૦૧.૨૦૨૫, શનિવારના રોજ સવારે ૦૯.૦૦ થી ૦૧.૩0 કલાકના સમય દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષામાં તાલુકા મુજબ જુદાજુદા ૨૯ જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ ૬,૬૪૮ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. અલગ-અલગ શાળાના વિધાર્થીઓ આપશે પરીક્ષા જેમાં વઢવાણ તાલુકામાં અલ્ટ્રાવિઝન એકેડમી હાઈસ્કુલ, સુરેન્દ્રનગર તેમજ દયામઈ માતા હાઈસ્કુલ ખાતે ૩૩૬ વિદ્યાર્થીઓ, જે. એન. વી. વિદ્યાલય ખાતે ૧૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. લીંબડી તાલુકામાં સર જે. હાઈસ્કૂલ ખાતે તેમજ શ્રી નીલકંઠ વિદ્યાલય ખાતે ૨૪૦ વિદ્યાર્થીઓ, કુ. શિવાંગી એન. ઝાલા કન્યા વિદ્યાલય ખાતે ૧૯૨ વિદ્યાર્થીઓ, બી.એ. કન્યા વિદ્યાલય ખાતે ૧૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જયારે સાયલા તાલુકામાં એલ. એમ. વોરા માધ્યમિક શાળા ખાતે ૨૮૮, શ્રી મોડેલ સ્કૂલ અને બ્રિલિયન્ટ હાઈસ્કુલ ખાતે ૨૪૦ વિદ્યાર્થીઓ, વિવેકાનંદ હાઈસ્કુલ ખાતે ૧૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચોટીલા તાલુકામાં એન. એન. શાહ હાઈસ્કુલ ખાતે તેમજ ઉત્તર બુનિયાદી કન્યાશાળા ખાતે ૨૪૦ વિદ્યાર્થીઓ, શ્રી શેઠ જે. એસ. હાઈસ્કૂલ ખાતે ૨૫૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મુળી તાલુકામાં મોડેલ સ્કૂલ ખાતે ૨૬૪ તેમજ તેજેન્દ્રપ્રસાદજી માધ્યમિક અને હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ૨૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈંગ્લીશ મીડીયમ ખાતે ૧૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તદુપરાંત લખતર તાલુકામાં ભાવગુરુ કન્યા વિદ્યાલય ખાતે ૧૯૨ વિદ્યાર્થીઓ,એ. વી. ઓઝા સંસ્કાર વિદ્યાલય ખાતે ૧૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધાંગધ્રા તાલુકામાં શ્રી શિશુકુંજ માધ્યમિક સ્કૂલ ખાતે ૯૭ વિદ્યાર્થીઓ, એમ. ડી. એમ. કન્યા વિદ્યાલય, શ્રી શેઠ એમ. એમ. વિદ્યાલય તેમજ સ્વા. હાઈસ્કૂલ ભગવદધામ ખાતે ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પાટડી તાલુકામાં સુરજમલજી હાઈસ્કુલ તેમજ સરસ્વતી અલ્ટ્રાવિઝન સ્કૂલ ખાતે ૩૬૦ વિદ્યાર્થીઓ,મોડેલ સ્કૂલ ખાતે ૧૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચુડા તાલુકામાં સી. ડી. કપાસી હાઈસ્કૂલ યુનિટ ૦૧ ખાતે ૨૮૮, શ્રી મોડેલ સ્કૂલ - ગોખરવાળા ખાતે ૧૩૫ વિદ્યાર્થીઓ તેમજ થાનગઢ તાલુકામાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે ૨૪૦, સનરાઈઝ ગ્રુપ ઓફ સ્કુલ ઈંગ્લીશ મીડીયમ ખાતે ૧૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  

Surendranagarમાં આવતીકાલે યોજાનાર જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા અન્વયે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૮/૦૧/૨૦૨૫ના રોજ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા એપ્રિલ-૨૦૨૫ની પ્રવેશ પરીક્ષા યોજાનાર છે. આથી પરીક્ષાના સુચારૂ આયોજનરૂપે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો, સાયબર કાફે અને પ્રિન્ટીંગ પ્રેસ બંધ રાખવા તેમજ અન્ય પ્રતિબંધાત્મક હુકમો અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. ઓઝા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેર રોડ પર ચાર થી પાચ વ્યકિતઓ નહી ઉભા રહે

આ જાહેરનામાં અનુસાર, પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો, સાયબર કાફે અને પ્રિન્ટીંગ પ્રેસ ફરજિયાત બંધ રાખવાનાં રહેશે. પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનિક ગેઝેટસ જેવા તમામ ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા તથા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તથા કેલ્ક્યુલેટર પરીક્ષા કેન્દ્રમાં ઉપયોગ કરવા કે લઈ જવા અંગે નવોદય વિદ્યાલય સમિતિની અધ્યતન સૂચનાઓ અનુસાર પાલન કરવાનું રહેશે.પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં ૪(ચાર) કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે તા.૧૮/૦૧/૨૦૨૫ના સવારે ૦૮:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમિયાન ખોદકામ (Olpping) કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જાહેરનામાનો નહી કરાય ભંગ

આ જાહેરનામાંનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જો કોઈ આ હુકમનો ભંગ કરશે અથવા ભંગ કરાવવામાં મદદગારી કરશે તો ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૦૬ માટે પ્રવેશ પરીક્ષા આગામી તા.૧૮.૦૧.૨૦૨૫, શનિવારના રોજ સવારે ૦૯.૦૦ થી ૦૧.૩0 કલાકના સમય દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષામાં તાલુકા મુજબ જુદાજુદા ૨૯ જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ ૬,૬૪૮ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

અલગ-અલગ શાળાના વિધાર્થીઓ આપશે પરીક્ષા

જેમાં વઢવાણ તાલુકામાં અલ્ટ્રાવિઝન એકેડમી હાઈસ્કુલ, સુરેન્દ્રનગર તેમજ દયામઈ માતા હાઈસ્કુલ ખાતે ૩૩૬ વિદ્યાર્થીઓ, જે. એન. વી. વિદ્યાલય ખાતે ૧૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. લીંબડી તાલુકામાં સર જે. હાઈસ્કૂલ ખાતે તેમજ શ્રી નીલકંઠ વિદ્યાલય ખાતે ૨૪૦ વિદ્યાર્થીઓ, કુ. શિવાંગી એન. ઝાલા કન્યા વિદ્યાલય ખાતે ૧૯૨ વિદ્યાર્થીઓ, બી.એ. કન્યા વિદ્યાલય ખાતે ૧૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જયારે સાયલા તાલુકામાં એલ. એમ. વોરા માધ્યમિક શાળા ખાતે ૨૮૮, શ્રી મોડેલ સ્કૂલ અને બ્રિલિયન્ટ હાઈસ્કુલ ખાતે ૨૪૦ વિદ્યાર્થીઓ, વિવેકાનંદ હાઈસ્કુલ ખાતે ૧૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચોટીલા તાલુકામાં એન. એન. શાહ હાઈસ્કુલ ખાતે તેમજ ઉત્તર બુનિયાદી કન્યાશાળા ખાતે ૨૪૦ વિદ્યાર્થીઓ, શ્રી શેઠ જે. એસ. હાઈસ્કૂલ ખાતે ૨૫૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મુળી તાલુકામાં મોડેલ સ્કૂલ ખાતે ૨૬૪ તેમજ તેજેન્દ્રપ્રસાદજી માધ્યમિક અને હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ૨૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ઈંગ્લીશ મીડીયમ ખાતે ૧૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તદુપરાંત લખતર તાલુકામાં ભાવગુરુ કન્યા વિદ્યાલય ખાતે ૧૯૨ વિદ્યાર્થીઓ,એ. વી. ઓઝા સંસ્કાર વિદ્યાલય ખાતે ૧૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધાંગધ્રા તાલુકામાં શ્રી શિશુકુંજ માધ્યમિક સ્કૂલ ખાતે ૯૭ વિદ્યાર્થીઓ, એમ. ડી. એમ. કન્યા વિદ્યાલય, શ્રી શેઠ એમ. એમ. વિદ્યાલય તેમજ સ્વા. હાઈસ્કૂલ ભગવદધામ ખાતે ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પાટડી તાલુકામાં સુરજમલજી હાઈસ્કુલ તેમજ સરસ્વતી અલ્ટ્રાવિઝન સ્કૂલ ખાતે ૩૬૦ વિદ્યાર્થીઓ,મોડેલ સ્કૂલ ખાતે ૧૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચુડા તાલુકામાં સી. ડી. કપાસી હાઈસ્કૂલ યુનિટ ૦૧ ખાતે ૨૮૮, શ્રી મોડેલ સ્કૂલ - ગોખરવાળા ખાતે ૧૩૫ વિદ્યાર્થીઓ તેમજ થાનગઢ તાલુકામાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે ૨૪૦, સનરાઈઝ ગ્રુપ ઓફ સ્કુલ ઈંગ્લીશ મીડીયમ ખાતે ૧૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.