Banaskantha: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડિસાથી કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યુ કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય, લાભ આપીને તેમના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા-દર્શનમાં ગુજરાતમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ રૂપે 2009-10થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડિસાથી કરાવ્યો હતો. રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરીયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે. એક જ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને લાભ-સહાય મળી મુખ્યમંત્રીએ ડિસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી 11 હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ. 45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યુ હતું. રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ 14મી શૃખંલામાં સમગ્રતયા 1 લાખ 734 લાભાર્થીઓને કુલ 318 કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ 14માં તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને રૂ. 4568 કરોડના લાભ અપાશે. દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું આર્થિક-સામાજિક સશક્તીકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરુ પાડ્યુ છે. સરકારની જન ક્લ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાનો- સામાન્ય માનવી હોય છે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સ્વનિધિ યોજના, જન ધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તીકરણ થયુ છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત PMJAY, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો–ગરીબોના સામાજિક સશક્તીકરણ માટે ઉપયોગી બની છે. વડાપ્રધાનએ ગ્યાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ ચાર સ્તંભોને વિકસીત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, નાનામાં નાના માનવી-ગરીબ-વંચિતના કલ્યાણને કેન્દ્રમાં રાખીને જ સરકારની યોજનાઓ બને છે અને તેનું સુચારૂ અમલીકરણ પણ થાય છે. ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે: મુખ્યમંત્રી મુખ્યમંગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે: મુખ્યમંત્રીશ્રીત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તીકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ ક્લ્યાણ મેળાથી થયો છે. સરકારે સામે ચાલીને ગરીબ લક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને હાથોહાથ આવા ગરીબ ક્લ્યાણ મેળાથી પહોંચાડ્યા છે. તેમણે ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનારા સૌ આ સહાયથી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.દરિદ્રનારાયણ સેવાયજ્ઞ રાજ્યમાં શરૂ થયો વડાપ્રધાનએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવીને જરૂરતમંદ ગરીબ લાભાર્થીઓને 100 ટકા યોજનાકીય લાભોથી આવરી લેવાના આપેલા વિચારને ગરીબ કલ્યાણ મેળા સાકાર કરશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, 20 જેટલા વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડીને સરકાર ગરીબોના સશક્તીકરણ માટે તેની પડખે ઉભી રહે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવાયજ્ઞથી દરિદ્રનારાયણોના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાનની પ્રેરણાથી સ્વચ્છતા-સફાઈ અભિયાનમાં પણ જન ભાગીદારી પ્રેરિત કરીને સૌના રોજીંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો હતો.156 જેટલા ગામોનો સમાવેશ જુથ યોજના તળે કરાયો જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, અરવલ્લીની ગિરિમાળાઓથી લઈને પશ્ચિમી રણ સુધી વિસ્તરેલા તથા અંબાજી માતા અને નડેશ્વરી માતાના સાંનિધ્યમાં વસેલા બનાસકાંઠા જિલ્લા માટે જુથ પાણી પુરવઠા યોજના મહત્વની બની રહેશે. આ યોજના થકી જિલ્લાના ડીસા, લાખણી અને અમીરગઢ તાલુકાના 156 જેટલા ગામોનો સમાવેશ જુથ યોજના તળે કરવામાં આવ્યો છે. જુથ પાણી પુરવઠા યોજના કુલ 5 ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં ફેઝ 1 થી 4 અંતર્ગત 88 ગામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા અમીરગઢ તાલુકાના 68 ગામોને આવરી લેતી ફેઝ 5 યોજનાના કામો પ્રગતિ હેઠળ છે. જુથ પાણી પુરવઠા સુધારણા યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની મંત્રીએ જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેરના રાણકપુર ઓફ્ટેક આધારિત બી.કે.-3 પી-2 જુથ પાણી પુરવઠા સુધારણા યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં મળતી વિવિધ યોજનાઓ થકી ગરીબ પરિવારો સ્વમાનભેર જિંદગી જીવતા થયા છે. પદ્દાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, બાબુભાઈ દેસાઈ, સર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, કેશાજી ચૌહાણ, સચિવ મોના ખાંધાર, સહમીના હુસૈન, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા અગ્રણી કિર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Banaskantha: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડિસાથી કરાવ્યો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યુ કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય, લાભ આપીને તેમના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા-દર્શનમાં ગુજરાતમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ રૂપે 2009-10થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડિસાથી કરાવ્યો હતો. રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરીયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે.

એક જ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને લાભ-સહાય મળી

મુખ્યમંત્રીએ ડિસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી 11 હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ. 45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યુ હતું. રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ 14મી શૃખંલામાં સમગ્રતયા 1 લાખ 734 લાભાર્થીઓને કુલ 318 કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ 14માં તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને રૂ. 4568 કરોડના લાભ અપાશે.


દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું આર્થિક-સામાજિક સશક્તીકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરુ પાડ્યુ છે.

સરકારની જન ક્લ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાનો- સામાન્ય માનવી હોય છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સ્વનિધિ યોજના, જન ધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તીકરણ થયુ છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત PMJAY, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો–ગરીબોના સામાજિક સશક્તીકરણ માટે ઉપયોગી બની છે.

વડાપ્રધાનએ ગ્યાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ ચાર સ્તંભોને વિકસીત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, નાનામાં નાના માનવી-ગરીબ-વંચિતના કલ્યાણને કેન્દ્રમાં રાખીને જ સરકારની યોજનાઓ બને છે અને તેનું સુચારૂ અમલીકરણ પણ થાય છે.

ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે: મુખ્યમંત્રી

મુખ્યમંગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે: મુખ્યમંત્રીશ્રીત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તીકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ ક્લ્યાણ મેળાથી થયો છે. સરકારે સામે ચાલીને ગરીબ લક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને હાથોહાથ આવા ગરીબ ક્લ્યાણ મેળાથી પહોંચાડ્યા છે. તેમણે ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનારા સૌ આ સહાયથી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


દરિદ્રનારાયણ સેવાયજ્ઞ રાજ્યમાં શરૂ થયો

વડાપ્રધાનએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવીને જરૂરતમંદ ગરીબ લાભાર્થીઓને 100 ટકા યોજનાકીય લાભોથી આવરી લેવાના આપેલા વિચારને ગરીબ કલ્યાણ મેળા સાકાર કરશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, 20 જેટલા વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડીને સરકાર ગરીબોના સશક્તીકરણ માટે તેની પડખે ઉભી રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવાયજ્ઞથી દરિદ્રનારાયણોના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાનની પ્રેરણાથી સ્વચ્છતા-સફાઈ અભિયાનમાં પણ જન ભાગીદારી પ્રેરિત કરીને સૌના રોજીંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો હતો.

156 જેટલા ગામોનો સમાવેશ જુથ યોજના તળે કરાયો

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, અરવલ્લીની ગિરિમાળાઓથી લઈને પશ્ચિમી રણ સુધી વિસ્તરેલા તથા અંબાજી માતા અને નડેશ્વરી માતાના સાંનિધ્યમાં વસેલા બનાસકાંઠા જિલ્લા માટે જુથ પાણી પુરવઠા યોજના મહત્વની બની રહેશે. આ યોજના થકી જિલ્લાના ડીસા, લાખણી અને અમીરગઢ તાલુકાના 156 જેટલા ગામોનો સમાવેશ જુથ યોજના તળે કરવામાં આવ્યો છે. જુથ પાણી પુરવઠા યોજના કુલ 5 ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં ફેઝ 1 થી 4 અંતર્ગત 88 ગામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા અમીરગઢ તાલુકાના 68 ગામોને આવરી લેતી ફેઝ 5 યોજનાના કામો પ્રગતિ હેઠળ છે.

જુથ પાણી પુરવઠા સુધારણા યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની

મંત્રીએ જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેરના રાણકપુર ઓફ્ટેક આધારિત બી.કે.-3 પી-2 જુથ પાણી પુરવઠા સુધારણા યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં મળતી વિવિધ યોજનાઓ થકી ગરીબ પરિવારો સ્વમાનભેર જિંદગી જીવતા થયા છે.

પદ્દાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા

આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, બાબુભાઈ દેસાઈ, સર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, કેશાજી ચૌહાણ, સચિવ મોના ખાંધાર, સહમીના હુસૈન, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા અગ્રણી કિર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.