BZ ગ્રુપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહની થઈ શકે છે ધરપકડ, કોર્ટે આગોતરા અરજી ફગાવી

BZ ગ્રુપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કોઈ પણ સમયે સીઆઈડી ક્રાઈમ ધરપકડ કરી શકે છે,અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.તપસામાં સામે આવ્યું છે કે,બીઝેડ ગ્રુપે 23 જેટલા અલગ-અલગ 23 બેંક ખાતા ખોલાવ્યા છે અને તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા,તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના પોતાના 7 જેટલા બેંક એકાઉન્ટ પણ સામે આવ્યા છે તેમાં બેંક એકાઉન્ટને લઈ પોલીસે બેંક પાસેથી વિગતો પણ મંગાવી છે. 23 બેંક એકાઉન્ટ અલગ-અલગ છે બીઝેડ ગ્રુપના કૌંભાડનો આંકડો મોટો છે,આ સમગ્ર કેસની વાત કરવામા આવે તે BZ ફાઇનાન્સ સર્વિસના 4 બેંક ખાતા છે,પરબતસિંહ ઝાલના નામે 3 બેંક ખાતા ખોલાવ્યા હતા તો રણજિતસિંહ ઝાલાના નામે 4 બેંક ખાતા ખોલવામાં આવ્યા છે,BZ મલ્ટી ટ્રે઼ડ, BZ ઈન્ટરનેશનલ બ્રોકિંગના 3 બેંક ખાતા સામે આવ્યા છે,મધુબેન ઝાલાના નામે 2, BZ ટ્રેડર્સના 3 બેંક ખાતા મળી આવ્યા છે,કપાસના બોગસ ખરીદ-વેચાણથી મની લોન્ડરિંગની આશંકા પણ પોલીસે વ્યકત કરી છે. ભૂપેન્દ્રસિંહે કરોડોની મિલકત વસાવી આ સમગ્ર કેસમાં ધીરે ધીરે પોલીસને અનેક મહત્વની કડીઓ હાથે લાગી રહી છે,ઝાલાએ કુલ 11થી પણ વધુ કંપનીઓ ખોલી હતી તો 2 વર્ષમાં ભૂપેન્દ્ર ઝાલાએ 30 થી 35 કરોડની સંપતિ પણ ખરીદી છે,પ્રાથમિક તપાસમાં મળ્યા 304 કરોડના નાણાકીય વ્યવહાર.પોલીસે સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં જે લોકો ભોગ બન્યા છે તેમના નિવેદનો નોંધી ફરિયાદ પણ નોંધવામાં આવી છે,સાથે સાથે પોલીસ દ્વારા અલગ-અલગ શિક્ષકો કે જે આ ઝાલા સાથે જોડાયેલા હતા અને કામ કરતા હતા તેમના પણ નિવેદનો નોંધ્યા છે. BZ ગ્રુપ દ્વારા 6000 કરોડનું કૌભાંડ ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં રહેતા BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસીંહ ઝાલાએ રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6,000 કરોડનું કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે ગાંધીનગર CID ક્રાઈમે અલગ અલગ ટીમ બનાવી સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં અનેક મહત્વના દસ્તાવેજો તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે.

BZ ગ્રુપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહની થઈ શકે છે ધરપકડ, કોર્ટે આગોતરા અરજી ફગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BZ ગ્રુપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કોઈ પણ સમયે સીઆઈડી ક્રાઈમ ધરપકડ કરી શકે છે,અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.તપસામાં સામે આવ્યું છે કે,બીઝેડ ગ્રુપે 23 જેટલા અલગ-અલગ 23 બેંક ખાતા ખોલાવ્યા છે અને તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા,તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના પોતાના 7 જેટલા બેંક એકાઉન્ટ પણ સામે આવ્યા છે તેમાં બેંક એકાઉન્ટને લઈ પોલીસે બેંક પાસેથી વિગતો પણ મંગાવી છે.

23 બેંક એકાઉન્ટ અલગ-અલગ છે

બીઝેડ ગ્રુપના કૌંભાડનો આંકડો મોટો છે,આ સમગ્ર કેસની વાત કરવામા આવે તે BZ ફાઇનાન્સ સર્વિસના 4 બેંક ખાતા છે,પરબતસિંહ ઝાલના નામે 3 બેંક ખાતા ખોલાવ્યા હતા તો રણજિતસિંહ ઝાલાના નામે 4 બેંક ખાતા ખોલવામાં આવ્યા છે,BZ મલ્ટી ટ્રે઼ડ, BZ ઈન્ટરનેશનલ બ્રોકિંગના 3 બેંક ખાતા સામે આવ્યા છે,મધુબેન ઝાલાના નામે 2, BZ ટ્રેડર્સના 3 બેંક ખાતા મળી આવ્યા છે,કપાસના બોગસ ખરીદ-વેચાણથી મની લોન્ડરિંગની આશંકા પણ પોલીસે વ્યકત કરી છે.

ભૂપેન્દ્રસિંહે કરોડોની મિલકત વસાવી

આ સમગ્ર કેસમાં ધીરે ધીરે પોલીસને અનેક મહત્વની કડીઓ હાથે લાગી રહી છે,ઝાલાએ કુલ 11થી પણ વધુ કંપનીઓ ખોલી હતી તો 2 વર્ષમાં ભૂપેન્દ્ર ઝાલાએ 30 થી 35 કરોડની સંપતિ પણ ખરીદી છે,પ્રાથમિક તપાસમાં મળ્યા 304 કરોડના નાણાકીય વ્યવહાર.પોલીસે સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં જે લોકો ભોગ બન્યા છે તેમના નિવેદનો નોંધી ફરિયાદ પણ નોંધવામાં આવી છે,સાથે સાથે પોલીસ દ્વારા અલગ-અલગ શિક્ષકો કે જે આ ઝાલા સાથે જોડાયેલા હતા અને કામ કરતા હતા તેમના પણ નિવેદનો નોંધ્યા છે.

BZ ગ્રુપ દ્વારા 6000 કરોડનું કૌભાંડ

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં રહેતા BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસીંહ ઝાલાએ રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6,000 કરોડનું કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે ગાંધીનગર CID ક્રાઈમે અલગ અલગ ટીમ બનાવી સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં અનેક મહત્વના દસ્તાવેજો તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે.