Banaskantha: કાંકરેજના અરણીવાડામાં ગ્રામજનોએ ખનીજ ચોરોને ઝડપ્યા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના અરણીવાડા ગામેથી ખનન ચોરી ઝડપાઈ છે. ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી મોટા પ્રમાણમાં ખનન ચોરી ઝડપી છે. રોયલ્ટી વગર નીકળતી તમામ ટ્રકોને ગ્રામજનો રોકી હતી. તમામ રેતી ભરેલી ટ્રકોને ઉભી રખાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી. જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. અમરેલીની શેત્રુંજી નદીના પટમાં ખાણખનીજ વિભાગનો દરોડો અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં ચાલી રહેલી રેતી ચોરી પર ખાણખનીજ વિભાગે દરોડો પાડી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીના પટમાં વારંવાર રેતી ચોરીની પ્રવૃતિઓ સામે આવતી રહે છે. જિલ્લાના ખાણખનીજ વિભાગ દ્વારા દરોડો પાડી 2 ડમ્પર અને એક ટ્રેકટર સહિત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. અમરેલી જિલ્લામાં લીલીયા, સાવરકુંડલા સુધી શેત્રુંજી નદી ફેલાયેલી છે. ખાણખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી બાદ પણ જિલ્લામાં રેતીચોરી ચાલુ રહેતા ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

Banaskantha: કાંકરેજના અરણીવાડામાં ગ્રામજનોએ ખનીજ ચોરોને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના અરણીવાડા ગામેથી ખનન ચોરી ઝડપાઈ છે. ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી મોટા પ્રમાણમાં ખનન ચોરી ઝડપી છે. રોયલ્ટી વગર નીકળતી તમામ ટ્રકોને ગ્રામજનો રોકી હતી. તમામ રેતી ભરેલી ટ્રકોને ઉભી રખાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી. જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી.

અમરેલીની શેત્રુંજી નદીના પટમાં ખાણખનીજ વિભાગનો દરોડો

અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં ચાલી રહેલી રેતી ચોરી પર ખાણખનીજ વિભાગે દરોડો પાડી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીના પટમાં વારંવાર રેતી ચોરીની પ્રવૃતિઓ સામે આવતી રહે છે. જિલ્લાના ખાણખનીજ વિભાગ દ્વારા દરોડો પાડી 2 ડમ્પર અને એક ટ્રેકટર સહિત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

અમરેલી જિલ્લામાં લીલીયા, સાવરકુંડલા સુધી શેત્રુંજી નદી ફેલાયેલી છે. ખાણખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી બાદ પણ જિલ્લામાં રેતીચોરી ચાલુ રહેતા ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.