Ahmedabadની LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં મુખ્યગેટ પર CCTV લગાવવા વાલીઓએ કરી માંગ

હોસ્ટેલના મુખ્ય ગેટ પર CCTV લગાવવા માંગ ઉઠી LD એન્જિ. કોલેજના વિદ્યાર્થીનો મળ્યો હતો મૃતદેહ હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત ગઈકાલે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારે હત્યા કે આત્મહત્યા તેને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે,વાલીઓની માંગ છે કે,શાળા અને કોલેજોમાં સીસીટીવી છે તો હોસ્ટેલમાં કેમ નહી,હોસ્ટેલમાં પણ વિધાર્થીઓની સુરક્ષા જરૂરી છે. અજાણ્યા વ્યક્તિ આવે તે માટે નોંધણીપત્રક પણ નહીં વિધાર્થીનો મૃતદેહ મળતા વાલીઓ હોસ્ટેલમાં ભેગા થયા હતા,તેમણે સંદેશ ન્યૂઝની સામે તેમનો રોશ ઠાલવ્યો હતો.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે છે.તો હોસ્ટેલના મુખ્ય ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવા માટે માંગ ઉઠી છે.વાલીઓનું કહેવું છે કે,મૃતક વિધાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાંના નિશાન છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યો હોવાની શંકા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. વિધાર્થીના શરીર પર બ્લેડના નિશાન અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિ.નાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો ઉર્વિંન ચૂહિયા નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે, તે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ હોવાથી શંકા થઈ હતી. શું છે સમગ્ર કેસ મૃતકના મિત્રએ રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડયો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે. મૃતકની 1 જુલાઈએ પરીક્ષા હતી, જેમાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો હતો, જેથી ભવિષ્ય અંગે ડર લગતા મૃતકે પગલું ભર્યું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળ વાસનો રહેવાસી હતો. વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.

Ahmedabadની LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં મુખ્યગેટ પર CCTV લગાવવા વાલીઓએ કરી માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હોસ્ટેલના મુખ્ય ગેટ પર CCTV લગાવવા માંગ ઉઠી
  • LD એન્જિ. કોલેજના વિદ્યાર્થીનો મળ્યો હતો મૃતદેહ
  • હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત

ગઈકાલે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારે હત્યા કે આત્મહત્યા તેને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે,વાલીઓની માંગ છે કે,શાળા અને કોલેજોમાં સીસીટીવી છે તો હોસ્ટેલમાં કેમ નહી,હોસ્ટેલમાં પણ વિધાર્થીઓની સુરક્ષા જરૂરી છે.

અજાણ્યા વ્યક્તિ આવે તે માટે નોંધણીપત્રક પણ નહીં

વિધાર્થીનો મૃતદેહ મળતા વાલીઓ હોસ્ટેલમાં ભેગા થયા હતા,તેમણે સંદેશ ન્યૂઝની સામે તેમનો રોશ ઠાલવ્યો હતો.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે છે.તો હોસ્ટેલના મુખ્ય ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવા માટે માંગ ઉઠી છે.વાલીઓનું કહેવું છે કે,મૃતક વિધાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાંના નિશાન છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યો હોવાની શંકા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.


વિધાર્થીના શરીર પર બ્લેડના નિશાન

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિ.નાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો ઉર્વિંન ચૂહિયા નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે, તે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ હોવાથી શંકા થઈ હતી.

શું છે સમગ્ર કેસ

મૃતકના મિત્રએ રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડયો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે. મૃતકની 1 જુલાઈએ પરીક્ષા હતી, જેમાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો હતો, જેથી ભવિષ્ય અંગે ડર લગતા મૃતકે પગલું ભર્યું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળ વાસનો રહેવાસી હતો. વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.