Surat News : બાંધકામ સાઈટ ઉપરથી પ્લેટ પડતા દોઢ વર્ષીય બાળકીનું મોત

સુભાષનગરમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટની ઘટના પ્લેટ પડતાં શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત લોખંડની પ્લેટ પડતાં બાળકીને પહોંચી હતી ગંભીર ઈજાઓ સુરતના સુભાષનગરમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઈટ પર બાળકી રમી હતી તે દરમિયાન ઉપરથી પ્લેટ પડતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે,ઘોડદોડ રોડ પર સુભાષ નગર આવ્યું છે,બાળકીને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી.સુરત સિવિલના ફરજ પરના ડોકટરે બાળકીને મૃત જાહેર કરી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે. ગઈકાલે હાલોલમાં પણ પથ્થરથી એક કામદારનું મોત હાલોલના કણજરી રોડ ઉપર તુલસીવીલાની પાછળ મારુતિ ગ્રીન નામે રહેણાંકના મકાનોની ચાલી રહેલી બાંધકામ સાઇટ ઉપર પથ્થર અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરી રહેલા એક કારીગરનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ નવાપુરા ગામના કારીગર અને મજૂર અત્રે બાંધકામ સાઇટ ઉપર કામ કરી રહ્યા હતા. ત્યારે ચાર વાગ્યે કારીગર ગોરધન રતનભાઈ બારીઆ મજૂર દલપતભાઈ બારીયા સાથે મકાનની બારીનું ગ્રેનાઇટ પથ્થરનું ચોકઠું ફિટ કરી રહ્યા હતા. 15 ફેબ્રુઆરી 2024ના રોજ બે મજૂરો પટકાતા મોત ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના 14માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, બંને શ્રમિકો 14માં માળે સ્લેબનું કામ કરી રહ્યા હતા. તે સમયે સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. જ્યારે પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 11 એપ્રિલ 2024ના રોજ બની ઘટના બાંધકામ સાઇટના પાંચમા માળેથી પટકાતા કડીયા કામ કરતા અશોક કુમાર કુશવાનું મોત થયું હતું. સ્પીડવેલ ગોલ્ડ સાઈટ પર આ બનાવ બન્યો હતો.મૃતકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકના પરિચિત અને તેની સાથે કામ કરતા શિવકુમાર કુશવાએ જણાવ્યું કે, અશોકકુમાર બિલ્ડિંગના પાંચમા માળે બાલ્કનીના ભાગમાં એક જગ્યાએ લાદીનો ટુકડો ચોંટાડવાનો બાકી હતો ત્યાં લાદી લગાવતો હતો.ત્યારે જ અચાનક તેને ચક્કર આવ્યા કે અન્ય કોઈ કારણસર બેલેન્સ ગુમાવતા પાંચમા માળથી નીચે પટકાયો હતો. 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સના ઇએમટી ડોકટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને અપરણિત હતો.  

Surat News : બાંધકામ સાઈટ ઉપરથી પ્લેટ પડતા દોઢ વર્ષીય બાળકીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુભાષનગરમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટની ઘટના
  • પ્લેટ પડતાં શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત
  • લોખંડની પ્લેટ પડતાં બાળકીને પહોંચી હતી ગંભીર ઈજાઓ

સુરતના સુભાષનગરમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઈટ પર બાળકી રમી હતી તે દરમિયાન ઉપરથી પ્લેટ પડતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે,ઘોડદોડ રોડ પર સુભાષ નગર આવ્યું છે,બાળકીને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી.સુરત સિવિલના ફરજ પરના ડોકટરે બાળકીને મૃત જાહેર કરી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.

ગઈકાલે હાલોલમાં પણ પથ્થરથી એક કામદારનું મોત

હાલોલના કણજરી રોડ ઉપર તુલસીવીલાની પાછળ મારુતિ ગ્રીન નામે રહેણાંકના મકાનોની ચાલી રહેલી બાંધકામ સાઇટ ઉપર પથ્થર અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરી રહેલા એક કારીગરનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ નવાપુરા ગામના કારીગર અને મજૂર અત્રે બાંધકામ સાઇટ ઉપર કામ કરી રહ્યા હતા. ત્યારે ચાર વાગ્યે કારીગર ગોરધન રતનભાઈ બારીઆ મજૂર દલપતભાઈ બારીયા સાથે મકાનની બારીનું ગ્રેનાઇટ પથ્થરનું ચોકઠું ફિટ કરી રહ્યા હતા.

15 ફેબ્રુઆરી 2024ના રોજ બે મજૂરો પટકાતા મોત

ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના 14માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, બંને શ્રમિકો 14માં માળે સ્લેબનું કામ કરી રહ્યા હતા. તે સમયે સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. જ્યારે પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

11 એપ્રિલ 2024ના રોજ બની ઘટના

બાંધકામ સાઇટના પાંચમા માળેથી પટકાતા કડીયા કામ કરતા અશોક કુમાર કુશવાનું મોત થયું હતું. સ્પીડવેલ ગોલ્ડ સાઈટ પર આ બનાવ બન્યો હતો.મૃતકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકના પરિચિત અને તેની સાથે કામ કરતા શિવકુમાર કુશવાએ જણાવ્યું કે, અશોકકુમાર બિલ્ડિંગના પાંચમા માળે બાલ્કનીના ભાગમાં એક જગ્યાએ લાદીનો ટુકડો ચોંટાડવાનો બાકી હતો ત્યાં લાદી લગાવતો હતો.ત્યારે જ અચાનક તેને ચક્કર આવ્યા કે અન્ય કોઈ કારણસર બેલેન્સ ગુમાવતા પાંચમા માળથી નીચે પટકાયો હતો. 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સના ઇએમટી ડોકટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને અપરણિત હતો.