Vadodara News: છેલ્લા 3 દિવસમાં વીજળીના હવાતિયા, લોકોને હાલાકી

અકોટા વિસ્તારમાં 3 દિવસથી લાઈટો જતી રહેતા રોષ MGVCLમાંથી જવાબ ન આપતા સ્થાનિકોનો હોબાળો પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો વડોદરામાં છેલ્લા 3 દિવસમાં વીજળીના હવાતિયા છે. જેમાં અકોટા વિસ્તારમાં 3 દિવસથી લાઈટો જતી રહેતા રોષ ફેલાયો છે. તેમાં MGVCLમાંથી જવાબ ન આપતા સ્થાનિકોનો હોબાળો છે. તેમજ સબ ડિવિઝનમાં અધિકારીઓને આડે હાથ લીધા છે. તથા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે. નાગરિકો ફોન કરે તો એમ.જી.વી.સી.એલ જવાબ ન આપતા હોબાળો નાગરિકો ફોન કરે તો એમ.જી.વી.સી.એલ જવાબ ન આપતા હોબાળો થયો છે. મોડી રાત્રે અકોટા સબ ડિવિઝન ખાતે લોકો પહોંચ્યા હતા અને અધિકારીઓને લોકોએ આડે હાથ લીધા હતા. અધિકારીઓનો ઘેરાવો કરતા પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સોમવારની રાત્રે વડોદરા શહેરમાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે ઠેર-ઠેર અંધારપટ છવાયો હતો. ખોરવાઈ ગયેલા વીજ પુરવઠાને પૂર્વવત કરવાની કામગીરી મંગળવારે બપોરે પણ ચાલુ રહી હતી.600 જેટલા કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વડોદરામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા હતા અને લગભગ 50 જેટલા સ્થળોએ વીજ લાઈન પર જ વૃક્ષો પડયા હતા અને મુખ્યત્વે તેના કારણે જ શહેરમાં વીજ સપ્લાય ખોરવાયો હતો. જ્યારે અન્ય કેટલાક ફીડર તકેદારીના ભાગરુપે બંધ કરવામાં આવ્યા હતા. કુલ મળીને 33 ફીડરો પરના લગભગ દોઢ લાખ જોડાણો પર સોમવારની રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેના કારણે હજારો વડોદરાવાસીઓને કલાકો સુધી અંધારામાં રહેવુ પડયુ હતુ. તમામ વીજ ફીડરો પર વીજ પુરવઠો ચાલુ થઈ ગયો સૂત્રોનુ કહેવુ છે કે, વીજ સપ્લાય પૂર્વવત કરવાની કામગીરી આખી રાત ચાલુ રહી હતી. તમામ વીજ ફીડરો પર વીજ પુરવઠો ચાલુ થઈ ગયો છે. કુલ મળીને 800 જેટલી ફરિયાદો વીજ કંપનીને મળી હતી. તેમાંથી હવે 150 જેટલી જ ફરિયાદોનો ઉકેલ લાવવાનો બાકી છે. અત્યારે પણ 600 જેટલા કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે.

Vadodara News: છેલ્લા 3 દિવસમાં વીજળીના હવાતિયા, લોકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અકોટા વિસ્તારમાં 3 દિવસથી લાઈટો જતી રહેતા રોષ
  • MGVCLમાંથી જવાબ ન આપતા સ્થાનિકોનો હોબાળો
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

વડોદરામાં છેલ્લા 3 દિવસમાં વીજળીના હવાતિયા છે. જેમાં અકોટા વિસ્તારમાં 3 દિવસથી લાઈટો જતી રહેતા રોષ ફેલાયો છે. તેમાં MGVCLમાંથી જવાબ ન આપતા સ્થાનિકોનો હોબાળો છે. તેમજ સબ ડિવિઝનમાં અધિકારીઓને આડે હાથ લીધા છે. તથા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે.

નાગરિકો ફોન કરે તો એમ.જી.વી.સી.એલ જવાબ ન આપતા હોબાળો

નાગરિકો ફોન કરે તો એમ.જી.વી.સી.એલ જવાબ ન આપતા હોબાળો થયો છે. મોડી રાત્રે અકોટા સબ ડિવિઝન ખાતે લોકો પહોંચ્યા હતા અને અધિકારીઓને લોકોએ આડે હાથ લીધા હતા. અધિકારીઓનો ઘેરાવો કરતા પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સોમવારની રાત્રે વડોદરા શહેરમાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે ઠેર-ઠેર અંધારપટ છવાયો હતો. ખોરવાઈ ગયેલા વીજ પુરવઠાને પૂર્વવત કરવાની કામગીરી મંગળવારે બપોરે પણ ચાલુ રહી હતી.

600 જેટલા કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે

મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વડોદરામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા હતા અને લગભગ 50 જેટલા સ્થળોએ વીજ લાઈન પર જ વૃક્ષો પડયા હતા અને મુખ્યત્વે તેના કારણે જ શહેરમાં વીજ સપ્લાય ખોરવાયો હતો. જ્યારે અન્ય કેટલાક ફીડર તકેદારીના ભાગરુપે બંધ કરવામાં આવ્યા હતા. કુલ મળીને 33 ફીડરો પરના લગભગ દોઢ લાખ જોડાણો પર સોમવારની રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેના કારણે હજારો વડોદરાવાસીઓને કલાકો સુધી અંધારામાં રહેવુ પડયુ હતુ.

તમામ વીજ ફીડરો પર વીજ પુરવઠો ચાલુ થઈ ગયો

સૂત્રોનુ કહેવુ છે કે, વીજ સપ્લાય પૂર્વવત કરવાની કામગીરી આખી રાત ચાલુ રહી હતી. તમામ વીજ ફીડરો પર વીજ પુરવઠો ચાલુ થઈ ગયો છે. કુલ મળીને 800 જેટલી ફરિયાદો વીજ કંપનીને મળી હતી. તેમાંથી હવે 150 જેટલી જ ફરિયાદોનો ઉકેલ લાવવાનો બાકી છે. અત્યારે પણ 600 જેટલા કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે.