સુરતના કાપોદ્રામાં બેન્ક મેનેજરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

32 વર્ષીય બેન્ક મેનેજર રાકેશ નવાપરિયાનો આપઘાત સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી પોલીસે સ્યુસાઇડના આધારે તપાસ અને પરિવારની પૂછપરછ શરૂ કરી સુરતના કાપોદ્રામાં 32 વર્ષીય રાકેશ નવાપરિયાએ આજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,તો રાકેશના માતા-પિતાનું થોડાક જ સમય પહેલા અવસાન થયું હતુ,પોલીસને તપાસ દરમિયાન મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી,સુસાઈડ નોટમાં લખ્યું છે કે,મારી એક ભૂલ બધાને નડી માટે હુ જીવન ટૂંકાઈ રહ્યો છુ,તો પરિવારના સભ્યોનો ઉલ્લેખ કરી લખ્યું છે કે બા-ભાભીનું ધ્યાન રાખજો, વંશીને હું બહુ મિસ કરીશ. બંધન બેકમાં મેનેજર તરીકે બજાવતા ફરજ મૃતક રાકેશ નવાપરિયાના માતા-પિતા થોડાક જ સમય પહેલા અવસાન પામ્યા હતા અને ત્યારબાદ થોડાક સમયમાં તેમના પુત્રએ આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો,પોલીસે સુસાઈડ નોટના આધારે પરિવારજનોના નિવેદન પણ નોંધવાની કામગીરી શરૂ કરી છે તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આપ્યો છે.સુસાઈડ નોટમાં એક ભૂલની વાત કરી છે તો એવી કઈ ભૂલ હતી જેના કારણે રાકેશ નવાપરિયાને આ પગલુ ભરવુ પડયું. અકસ્માતે મોતનો ગુનો પોલીસે હાલ સુસાઈડ નોટ કબજે કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,પરિવારજનોના નિવેદન તેમજ કોલ ડિટેઈલના આધારે પોલીસ તપાસ હાથધરી છે,અલગ-અલગ વ્યકિતઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.તો અગામી સમયમાં પોલીસ તપાસ પછી જે તે વ્યકિત સામે ગુનો નોંધાઈ શકે છે.  

સુરતના કાપોદ્રામાં બેન્ક મેનેજરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 32 વર્ષીય બેન્ક મેનેજર રાકેશ નવાપરિયાનો આપઘાત
  • સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
  • પોલીસે સ્યુસાઇડના આધારે તપાસ અને પરિવારની પૂછપરછ શરૂ કરી

સુરતના કાપોદ્રામાં 32 વર્ષીય રાકેશ નવાપરિયાએ આજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,તો રાકેશના માતા-પિતાનું થોડાક જ સમય પહેલા અવસાન થયું હતુ,પોલીસને તપાસ દરમિયાન મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી,સુસાઈડ નોટમાં લખ્યું છે કે,મારી એક ભૂલ બધાને નડી માટે હુ જીવન ટૂંકાઈ રહ્યો છુ,તો પરિવારના સભ્યોનો ઉલ્લેખ કરી લખ્યું છે કે બા-ભાભીનું ધ્યાન રાખજો, વંશીને હું બહુ મિસ કરીશ.

બંધન બેકમાં મેનેજર તરીકે બજાવતા ફરજ

મૃતક રાકેશ નવાપરિયાના માતા-પિતા થોડાક જ સમય પહેલા અવસાન પામ્યા હતા અને ત્યારબાદ થોડાક સમયમાં તેમના પુત્રએ આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો,પોલીસે સુસાઈડ નોટના આધારે પરિવારજનોના નિવેદન પણ નોંધવાની કામગીરી શરૂ કરી છે તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આપ્યો છે.સુસાઈડ નોટમાં એક ભૂલની વાત કરી છે તો એવી કઈ ભૂલ હતી જેના કારણે રાકેશ નવાપરિયાને આ પગલુ ભરવુ પડયું.

અકસ્માતે મોતનો ગુનો

પોલીસે હાલ સુસાઈડ નોટ કબજે કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,પરિવારજનોના નિવેદન તેમજ કોલ ડિટેઈલના આધારે પોલીસ તપાસ હાથધરી છે,અલગ-અલગ વ્યકિતઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.તો અગામી સમયમાં પોલીસ તપાસ પછી જે તે વ્યકિત સામે ગુનો નોંધાઈ શકે છે.