Suratમાં વરસાદ પડતા રોડ બન્યા પોલા,અડાજણમાં ટ્રક 3 ફૂટ અંદર ફસાયો,ડ્રાઈવરનો બચાવ

સુરતમાં ચોમાસાની શરૂઆતમાં તંત્રની પોલ ખુલી રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના રેતી ભરેલા ટ્ર્કનું ટાયર રોડમાં 3 ફૂટ અંદર ઘૂસ્યું વરસાદના કારણે રોડ નબળા પડવાની ઘટના સુરતમાં બની છે જેમાં,ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ પોલા બન્યા છે.હજી વરસાદ એટલો વરસ્યો નથી ને ત્યાં રોડ બેસી ગયા છે,અડાજણ વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલો ટ્રક અચાનક રોડમાં નીચે બેસી ગયો હતો અને ફસાયો હતો,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નથી. ટ્રક અચાનક નમી ગયો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા છે પોલા.હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી,સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,સોસાયટીમાંથી રેતી ભરી નિકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો.સુરતમાં પાણી ભરાવાની સમસ્યા સુરતમાં મોડી રાત્રે અને વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને મજુરા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. બ્રિજની નજીક પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. સુરત શહેરમાં ગઈકાલે સવારથી સાંજ સુધી ગરમી અને ભારે ઉકળાટ સુરતી લાલા અનુભવી રહ્યા હતા. બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓ મોડી રાત્રે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક અનુભવી રહ્યા છે. હજી પણ વરસાદી માહોલ જામી ગયો છે અને ઝરમર વરસાદ શહેરભરમાં અલગ અલગ ઝોનમાં પડી રહ્યો છે. સુરતમાં વહેલી સવારથી વરસાદ સુરત શહેર-જિલ્લામાં ગઈકાલ સાંજથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. તેમજ સુરત સહિત અલગ અલગ તાલુકાઓમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માંગરોળ તાલુકામાં મુશળધાર વરસાદ થયો હતો. માંગરોળમાં બેથી ચાર વાગ્યાના સમય દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા, ઓલપાડ અને પલસાણા તાલુકામાં વધારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Suratમાં વરસાદ પડતા રોડ બન્યા પોલા,અડાજણમાં ટ્રક 3 ફૂટ અંદર ફસાયો,ડ્રાઈવરનો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ચોમાસાની શરૂઆતમાં તંત્રની પોલ ખુલી
  • રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના
  • રેતી ભરેલા ટ્ર્કનું ટાયર રોડમાં 3 ફૂટ અંદર ઘૂસ્યું

વરસાદના કારણે રોડ નબળા પડવાની ઘટના સુરતમાં બની છે જેમાં,ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ પોલા બન્યા છે.હજી વરસાદ એટલો વરસ્યો નથી ને ત્યાં રોડ બેસી ગયા છે,અડાજણ વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલો ટ્રક અચાનક રોડમાં નીચે બેસી ગયો હતો અને ફસાયો હતો,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નથી.

ટ્રક અચાનક નમી ગયો

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા છે પોલા.હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી,સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,સોસાયટીમાંથી રેતી ભરી નિકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો.


સુરતમાં પાણી ભરાવાની સમસ્યા

સુરતમાં મોડી રાત્રે અને વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને મજુરા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. બ્રિજની નજીક પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. સુરત શહેરમાં ગઈકાલે સવારથી સાંજ સુધી ગરમી અને ભારે ઉકળાટ સુરતી લાલા અનુભવી રહ્યા હતા. બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓ મોડી રાત્રે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક અનુભવી રહ્યા છે. હજી પણ વરસાદી માહોલ જામી ગયો છે અને ઝરમર વરસાદ શહેરભરમાં અલગ અલગ ઝોનમાં પડી રહ્યો છે.


સુરતમાં વહેલી સવારથી વરસાદ

સુરત શહેર-જિલ્લામાં ગઈકાલ સાંજથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. તેમજ સુરત સહિત અલગ અલગ તાલુકાઓમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માંગરોળ તાલુકામાં મુશળધાર વરસાદ થયો હતો. માંગરોળમાં બેથી ચાર વાગ્યાના સમય દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા, ઓલપાડ અને પલસાણા તાલુકામાં વધારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.