Jamnagar News : કાલાવડમાં રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત

શિશાંગ ગામમાં રૂપાલાનું કરાયુ પૂતળાદહન કાલાવડ-રાજકોટ હાઈવે પર એકઠા થઈ કર્યો વિરોધ ટિકિટ રદ નહીં તો ભાજપને મત નહીંના લાગ્યા બેનરો રૂપાલાનો વિરોધ ગુજરાતમાં લાંબા સમયથી થઈ રહ્યો છે,વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો,કયાંક પૂતળા દહન તો કયાંક બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.આજે કાલાવડ રાજકોટ હાઇવે પર આવેલ શિશાંગ ગામમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરસોતમ રૂપાલાનું પૂતળા દહન કરી રોષ ઠાલવ્યો હતો,ગ્રામજનોએ કાલાવડ રાજકોટ હાઇવે પર ઉભા રહી રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો સાથે સાથે અન્ય સમાજના લોકો પણ આ વિરોધમાં જોડાયા હતા.રૂપાલાના હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા.રૂપાલાની ઉમેદવારી રદ નહી થાય તો ભાજપ ને મત નહી તેવા શિશાંગ ગામમાં બેનર લગાડવામાં આવ્યા છે. વિરોધ ઉગ્ર બનતો જાય છે ભરૂચ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામેના વિરોધની આગ વધુને વધુ ફેલાઇ રહી છે. ભાજપ પણ રૂપાલાની ટિકિટ પાછી ખેંચતું નહિ હોવાથી રાજપૂત સમાજે આંદોલનને ઉગ્ર બનાવી દીધું છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. રાજપૂત સમાજની વસતી ધરાવતાં ગામોમાં ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનર લગાવી દીધાં છે. તિલકવાડા તાલુકાના જલોદરા અને વજેરીયા ગામમાં રહેતો રાજપૂત સમાજ પણ રૂપાલાના વિરોધમાં આગળ આવ્યો છે. ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનર સાથે નારેબાજી કરી રૂપાલાની ટિકિટ પાછી ખેચવાની માગ કરાઇ હતી. ભરૂચ તાલુકાના તવરા ગામમાં પણ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. તેમજ જ્યાં સુધી તેમની ટિકિટ ન કપાય ત્યાં સુધી ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ ન કરવાના બેનર લગાવ્યાં છે. ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે મહાસંમેલન યોજશે રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે રાજકોટમાં એક મહાસંમેલન યોજશે. રતનપર નજીક આવેલા રામ મંદિર સામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં મહાસંમેલન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને ઉપસ્થિત રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહાસંમેલનમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવા ક્ષત્રિય સમાજ અડગ છે. એટલુ જ નહીં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય રમજુભાએ સ્પષ્ટ વાત કરી કે આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે. આ આંદોલનનો રાજકીય ઉપયોગ નહીં થાય.

Jamnagar News : કાલાવડમાં રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શિશાંગ ગામમાં રૂપાલાનું કરાયુ પૂતળાદહન
  • કાલાવડ-રાજકોટ હાઈવે પર એકઠા થઈ કર્યો વિરોધ
  • ટિકિટ રદ નહીં તો ભાજપને મત નહીંના લાગ્યા બેનરો

રૂપાલાનો વિરોધ ગુજરાતમાં લાંબા સમયથી થઈ રહ્યો છે,વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો,કયાંક પૂતળા દહન તો કયાંક બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.આજે કાલાવડ રાજકોટ હાઇવે પર આવેલ શિશાંગ ગામમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરસોતમ રૂપાલાનું પૂતળા દહન કરી રોષ ઠાલવ્યો હતો,ગ્રામજનોએ કાલાવડ રાજકોટ હાઇવે પર ઉભા રહી રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો સાથે સાથે અન્ય સમાજના લોકો પણ આ વિરોધમાં જોડાયા હતા.રૂપાલાના હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા.રૂપાલાની ઉમેદવારી રદ નહી થાય તો ભાજપ ને મત નહી તેવા શિશાંગ ગામમાં બેનર લગાડવામાં આવ્યા છે.

વિરોધ ઉગ્ર બનતો જાય છે

ભરૂચ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામેના વિરોધની આગ વધુને વધુ ફેલાઇ રહી છે. ભાજપ પણ રૂપાલાની ટિકિટ પાછી ખેંચતું નહિ હોવાથી રાજપૂત સમાજે આંદોલનને ઉગ્ર બનાવી દીધું છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. રાજપૂત સમાજની વસતી ધરાવતાં ગામોમાં ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનર લગાવી દીધાં છે. તિલકવાડા તાલુકાના જલોદરા અને વજેરીયા ગામમાં રહેતો રાજપૂત સમાજ પણ રૂપાલાના વિરોધમાં આગળ આવ્યો છે. ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનર સાથે નારેબાજી કરી રૂપાલાની ટિકિટ પાછી ખેચવાની માગ કરાઇ હતી. ભરૂચ તાલુકાના તવરા ગામમાં પણ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. તેમજ જ્યાં સુધી તેમની ટિકિટ ન કપાય ત્યાં સુધી ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ ન કરવાના બેનર લગાવ્યાં છે.

ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે મહાસંમેલન યોજશે

રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે રાજકોટમાં એક મહાસંમેલન યોજશે. રતનપર નજીક આવેલા રામ મંદિર સામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં મહાસંમેલન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને ઉપસ્થિત રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહાસંમેલનમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવા ક્ષત્રિય સમાજ અડગ છે. એટલુ જ નહીં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય રમજુભાએ સ્પષ્ટ વાત કરી કે આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે. આ આંદોલનનો રાજકીય ઉપયોગ નહીં થાય.