Ahmedabad News: 20 હજારની લાંચ લેતા મહિલા અધિકારી રંગેહાથ ઝડપાયા

વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં ACB ની સફળ ટ્રેપફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા વધુ 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્રની વાતો કરી રહી છે તો બીજી બાજુ સરકારી અધિકારીઓ જ લાંચના ખપ્પરમાં ખદબદી રહ્યા હોવાનો જોવા મળી રહ્યું છે. એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા અવારનવાર આ પ્રકારના લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં આજે એક મહિલા અધિકારી લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ ગયા છે. મળતી માહિતી મુજબ, એન્ટિ કરપ્શન બ્યુરોને અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ બહુમાળી ભવન ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી લાંચ લેતા હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી ડ્રગ્સ ઇસ્પેક્ટર દર્શના મોદી રંગેહાથ ઝડપાયા છે. ACB દ્વારા મહિલા અધિકારીની 20 હજારની લાંચ લેતા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ACB દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહિલા અધિકારીએ ફરિયાદીને દવાના પ્રિસ્ક્રીપશનની નોંધ ન હોવાનું કહીને 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેતે સમયે ફરિયાદી પાસેથી મહિલા અધિકારીએ 10 હજાર રૂપિયા લીધા હતા. જોકે બાદમાં વધુ 20 હજારની માંગ કરતાં ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને ડ્રગ્સ ઇસ્પેક્ટર દર્શના મોદી 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

Ahmedabad News: 20 હજારની લાંચ લેતા મહિલા અધિકારી રંગેહાથ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં ACB ની સફળ ટ્રેપ
  • ફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા
  • વધુ 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્રની વાતો કરી રહી છે તો બીજી બાજુ સરકારી અધિકારીઓ જ લાંચના ખપ્પરમાં ખદબદી રહ્યા હોવાનો જોવા મળી રહ્યું છે. એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા અવારનવાર આ પ્રકારના લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં આજે એક મહિલા અધિકારી લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ ગયા છે.

મળતી માહિતી મુજબ, એન્ટિ કરપ્શન બ્યુરોને અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ બહુમાળી ભવન ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી લાંચ લેતા હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

જાણવા મળી રહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી ડ્રગ્સ ઇસ્પેક્ટર દર્શના મોદી રંગેહાથ ઝડપાયા છે. ACB દ્વારા મહિલા અધિકારીની 20 હજારની લાંચ લેતા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ACB દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહિલા અધિકારીએ ફરિયાદીને દવાના પ્રિસ્ક્રીપશનની નોંધ ન હોવાનું કહીને 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેતે સમયે ફરિયાદી પાસેથી મહિલા અધિકારીએ 10 હજાર રૂપિયા લીધા હતા. જોકે બાદમાં વધુ 20 હજારની માંગ કરતાં ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને ડ્રગ્સ ઇસ્પેક્ટર દર્શના મોદી 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.