Vadodaraમાં ગણેશ ઉત્સવની મળી બેઠક,પોલીસના પરિપત્રમાં ફેરફાર નહી થાયતો મહારેલીની ઉચ્ચારી ચિમકી

વડોદરામાં ગણેશોત્સવના પરિપત્રમાં ફેરફારની માગ પોલીસ કમિશનરના પરિપત્રમાં ફેરફાર કરવાની માગ મૂર્તિકારો, DJ સાઉન્ડ સિસ્ટમના સંચાલકો પણ જોડાયા ગણેશોત્સવ અંગે પોલીસ કમિશનરના પરિપત્રના વિરોધમાં ગણેશ ઉત્સવ સમિતિની બેઠક મળી હતી.મહારાષ્ટ્ર બાદ વડોદરામાં આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાય છે ગણેશ ઉત્સવ.જેમાં સમિતિએ પરિપત્રના વિરોધમાં 23 જૂને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી રવિવારે સાંજે 5 વાગે માંડવી ખાતેથી નીકળી દાંડિયા બજાર ખાતે શ્રીસિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં મહાઆરતી કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે. ફકત મૂર્તિ બેસાડીશું બીજી તરફ સાઉન્ડ એસોસિયેશને પણ નિર્ણય કર્યો છે કે, પરિપત્રમાં ફેરફાર નહીં કરાય તો ગણેશોત્સવ અને મહોરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાડાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઊજવાય છે. સમગ્ર સનાતાનીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલી છે. આ સંજોગોમાં મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે, જો 23 જૂન પહેલાં ગણેશ ઉત્સવ પર લાગેલી રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે. ગણેશ ઉત્સવને લઈ સોશિયલ મિડીયામાં પોસ્ટ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો કે, દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે. ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ નેતા પાસે નહી જાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પણ વિરોધ કરાયો હતો. સોશિયલ મીડિયા પર જો ગણેશ ઉત્સવની પાબંદીઓ નહિ હટે, તો વડોદરા ગણેશ મંડળો આવનારા ઈલેક્શનમાં અયોધ્યા વાળી કરવાના મૂડમાં. તેવી પોસ્ટ કરી હતી.

Vadodaraમાં ગણેશ ઉત્સવની મળી બેઠક,પોલીસના પરિપત્રમાં ફેરફાર નહી થાયતો મહારેલીની ઉચ્ચારી ચિમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં ગણેશોત્સવના પરિપત્રમાં ફેરફારની માગ
  • પોલીસ કમિશનરના પરિપત્રમાં ફેરફાર કરવાની માગ
  • મૂર્તિકારો, DJ સાઉન્ડ સિસ્ટમના સંચાલકો પણ જોડાયા
ગણેશોત્સવ અંગે પોલીસ કમિશનરના પરિપત્રના વિરોધમાં ગણેશ ઉત્સવ સમિતિની બેઠક મળી હતી.મહારાષ્ટ્ર બાદ વડોદરામાં આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાય છે ગણેશ ઉત્સવ.જેમાં સમિતિએ પરિપત્રના વિરોધમાં 23 જૂને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી રવિવારે સાંજે 5 વાગે માંડવી ખાતેથી નીકળી દાંડિયા બજાર ખાતે શ્રીસિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં મહાઆરતી કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે.

ફકત મૂર્તિ બેસાડીશું
બીજી તરફ સાઉન્ડ એસોસિયેશને પણ નિર્ણય કર્યો છે કે, પરિપત્રમાં ફેરફાર નહીં કરાય તો ગણેશોત્સવ અને મહોરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાડાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઊજવાય છે. સમગ્ર સનાતાનીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલી છે. આ સંજોગોમાં મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે, જો 23 જૂન પહેલાં ગણેશ ઉત્સવ પર લાગેલી રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે.



ગણેશ ઉત્સવને લઈ સોશિયલ મિડીયામાં પોસ્ટ
ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો કે, દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે. ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ નેતા પાસે નહી જાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પણ વિરોધ કરાયો હતો. સોશિયલ મીડિયા પર જો ગણેશ ઉત્સવની પાબંદીઓ નહિ હટે, તો વડોદરા ગણેશ મંડળો આવનારા ઈલેક્શનમાં અયોધ્યા વાળી કરવાના મૂડમાં. તેવી પોસ્ટ કરી હતી.