Dwarkaમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત

2 દિવસમાં દરિયાકાંઠેથી ચરસના 64 પેકેટ મળ્યા ચરસ મળી આવતા ડ્રોનથી પેટ્રોલિંગ હાથ ધરાયું દરિયાઈ પટ્ટીમાં ડ્રોન કેમેરાથી રખાઈ રહી છે નજર દ્વારકામાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં 2 દિવસમાં દરિયાકાંઠેથી ચરસના 64 પેકેટ મળ્યા છે. તેમાં ચરસ મળી આવતા ડ્રોનથી પેટ્રોલિંગ હાથ ધરાયું છે. દરિયાઈ પટ્ટીમાં ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે પોલીસનું સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.છેલ્લા 5 દિવસમાં 41 પેકેટ ચરસના મળી ચુક્યા છે છેલ્લા 1 અઠવાડિયામાં દ્વારકા નજીક દરિયાકાંઠેથી ચરસનો જથ્થો ઝડપાયો હોઈ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. છેલ્લા 5 દિવસમાં 41 પેકેટ ચરસના મળી ચુક્યા છે અને આજ રોજ પેટ્રોલિંગ દરમિયાન 64 પેકેટ ચરસના મળી આવ્યા છે. દરિયાઈ પટ્ટીમાંથી ચરસના પેકેટ મળી આવતા પોલીસે ડ્રોન દ્વારા પેટ્રોલીંગ હાથ ધરાયુ છે. દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અગાઉ દ્વારકાના વાચ્છું ગોરિંજાના દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં ચરસના 60 પેકેટ ઝડપાતા દ્રારકા પોલીસ દોડતી થઈ હતી.આ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી. 11 જૂન 2024ના રોજ પણ ઝડપાયુ ડ્રગ્સ દ્રારકામાંથી ગુજરાત પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી 16 કરોડ રૂપિયાની કિંમતના ઉચ્ચ ગુણવત્તાવાળા અફઘાની ચરસ જપ્ત કર્યા હતો.પોલીસે વધુ પેકેટ શોધવા માટે 50 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે, જેમાં 10 થી 12 ગામોનો સમાવેશ થાય છે. સાગર સુરક્ષા દળની ટીમે, વરલા ગામના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે, ત્રણ પ્લાસ્ટિકની થેલીઓ મળી, જેમાં કેટલાક નશીલા પદાર્થના 30 પેકેટ હતા, દરેકનું વજન લગભગ 1 કિલો હતું. ડ્રગ્સ માફિયાનો નવો પેતરો આજે દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. જ્યારે આ આગાઉ પણ બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.

Dwarkaમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2 દિવસમાં દરિયાકાંઠેથી ચરસના 64 પેકેટ મળ્યા
  • ચરસ મળી આવતા ડ્રોનથી પેટ્રોલિંગ હાથ ધરાયું
  • દરિયાઈ પટ્ટીમાં ડ્રોન કેમેરાથી રખાઈ રહી છે નજર

દ્વારકામાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં 2 દિવસમાં દરિયાકાંઠેથી ચરસના 64 પેકેટ મળ્યા છે. તેમાં ચરસ મળી આવતા ડ્રોનથી પેટ્રોલિંગ હાથ ધરાયું છે. દરિયાઈ પટ્ટીમાં ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે પોલીસનું સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.

છેલ્લા 5 દિવસમાં 41 પેકેટ ચરસના મળી ચુક્યા છે

છેલ્લા 1 અઠવાડિયામાં દ્વારકા નજીક દરિયાકાંઠેથી ચરસનો જથ્થો ઝડપાયો હોઈ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. છેલ્લા 5 દિવસમાં 41 પેકેટ ચરસના મળી ચુક્યા છે અને આજ રોજ પેટ્રોલિંગ દરમિયાન 64 પેકેટ ચરસના મળી આવ્યા છે. દરિયાઈ પટ્ટીમાંથી ચરસના પેકેટ મળી આવતા પોલીસે ડ્રોન દ્વારા પેટ્રોલીંગ હાથ ધરાયુ છે. દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અગાઉ દ્વારકાના વાચ્છું ગોરિંજાના દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં ચરસના 60 પેકેટ ઝડપાતા દ્રારકા પોલીસ દોડતી થઈ હતી.આ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી.

11 જૂન 2024ના રોજ પણ ઝડપાયુ ડ્રગ્સ દ્રારકામાંથી

ગુજરાત પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી 16 કરોડ રૂપિયાની કિંમતના ઉચ્ચ ગુણવત્તાવાળા અફઘાની ચરસ જપ્ત કર્યા હતો.પોલીસે વધુ પેકેટ શોધવા માટે 50 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે, જેમાં 10 થી 12 ગામોનો સમાવેશ થાય છે. સાગર સુરક્ષા દળની ટીમે, વરલા ગામના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે, ત્રણ પ્લાસ્ટિકની થેલીઓ મળી, જેમાં કેટલાક નશીલા પદાર્થના 30 પેકેટ હતા, દરેકનું વજન લગભગ 1 કિલો હતું.

ડ્રગ્સ માફિયાનો નવો પેતરો

આજે દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. જ્યારે આ આગાઉ પણ બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.