Gandhinagar: ચોમાસું આવી જતા આ વર્ષે રાજય સરકાર નહી ઉજવે કૃષિ મહોત્સવ

ચૂંટણીમાં કૃષિ મહોત્સવનો સમય જતો રહેતા લેવાયો નિર્ણય કૃષિ મહોત્સવની જગ્યાએ રવિ મહોત્સવની કરી શકે ઉજવણી રવિ પાકની શરૂઆત પહેલા સરકાર રવિ મહોત્સવ યોજી શકે છેરાજય સરકાર આ વર્ષે કૃષિ મહોત્સવની નહીં કરે ઉજવણી.લોકસભાની ચૂંટણીના કારણે કૃષિ મહોત્સવનો સમય જતો રહેતા લેવાયો છે નિર્ણય.ચોમાસું આવી જતા કૃષિ મહોત્સવ ન ઉજવવા માટે કૃષિ વિભાગે લીધો છે નિર્ણય.કૃષિ મહોત્સવની જગ્યાએ કૃષિ વિભાગ દ્વારા રવિ મહોત્સવની થઈ શકે છે ઉજવણી.નહી યોજાય કૃષિ મહોત્સવ આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૃષિ મહોત્સવ યોજવાનો સમય જતો રહ્યો છે. હવે વરસાદ શરૂ થઇ ગયો છે.આવી સ્થિતિમાં રાજય સરકાર કૃષિ મહોત્સવ યોજી શકે તેમ ન હોવાથી આ વખતે કૃષિ મહોત્સવ યોજાશે નહીં. રાજ્યમાં પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ નિયમિત રીતે યોજવામાં આવે છે, આ વખતે શાળા પ્રવેશોત્સવ યોજવાની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારે કરી દીધી છે, પણ કૃષિ મહોત્સવ યોજવા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. આ બાબતે કૃષિ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે,કૃષિ મહોત્સવ યોજવાનું આ વખતે આયોજન નથી. જાણો કેમ ઉજવાય છે કૃષિ મહોત્સવ રાજયના ખેડૂતોનનું કૃષિ ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું કરવાના ઉદેશ સાથે સૌ પ્રથમ વર્ષ-૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવ-૨૦૦૫ તરીકે શરૂઆત કરવામાં આવી. કૃષિ મહોત્સવ રાજય સરકારનો એક માસ લાંબો અને ઘનિષ્‍ટ વિસ્‍તરણ કાર્યક્રમ છે. કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકઓ, અધિકારીઓ અને પદાધિકારઓ દ્રારા કૃષિ રથના માધ્યમથી રાજયના તમામ ગામની મુલાકાત લઇ આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ મહોત્સવ-૨૦૦૫ ના આયોજનથી રાજયમાં કૃષિ ક્ષેત્રે સફળતાનો પાયો નંખાયેલ છે આ મહોત્સવનું ખુબજ સારૂ પરિણામ જોવા મળતાં રાજય સરકાર દર વર્ષે કૃષિ મહોત્સવનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડેલ છે. કૃષિ યોજનામાં મળતા લાભો કૃષિ મહોત્સવમાં વિના મુલ્યે કૃષિ, બાગાયત અને પશુપાલન કીટ્સ વિતરણ, ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન તેમજ યોજનાકીય માહિતી વિશે જાણકારી મળે છે. 15 કૃષિ મહોત્સવ અત્યાર સુધી ઉજવાયા કૃષિ મહોત્સવમાં ગામડાઓની મુલાકાત દરમિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૫ કૃષિ મહોત્સવનું સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું.

Gandhinagar: ચોમાસું આવી જતા આ વર્ષે રાજય સરકાર નહી ઉજવે કૃષિ મહોત્સવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચૂંટણીમાં કૃષિ મહોત્સવનો સમય જતો રહેતા લેવાયો નિર્ણય
  • કૃષિ મહોત્સવની જગ્યાએ રવિ મહોત્સવની કરી શકે ઉજવણી
  • રવિ પાકની શરૂઆત પહેલા સરકાર રવિ મહોત્સવ યોજી શકે છે

રાજય સરકાર આ વર્ષે કૃષિ મહોત્સવની નહીં કરે ઉજવણી.લોકસભાની ચૂંટણીના કારણે કૃષિ મહોત્સવનો સમય જતો રહેતા લેવાયો છે નિર્ણય.ચોમાસું આવી જતા કૃષિ મહોત્સવ ન ઉજવવા માટે કૃષિ વિભાગે લીધો છે નિર્ણય.કૃષિ મહોત્સવની જગ્યાએ કૃષિ વિભાગ દ્વારા રવિ મહોત્સવની થઈ શકે છે ઉજવણી.

નહી યોજાય કૃષિ મહોત્સવ

આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૃષિ મહોત્સવ યોજવાનો સમય જતો રહ્યો છે. હવે વરસાદ શરૂ થઇ ગયો છે.આવી સ્થિતિમાં રાજય સરકાર કૃષિ મહોત્સવ યોજી શકે તેમ ન હોવાથી આ વખતે કૃષિ મહોત્સવ યોજાશે નહીં. રાજ્યમાં પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ નિયમિત રીતે યોજવામાં આવે છે, આ વખતે શાળા પ્રવેશોત્સવ યોજવાની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારે કરી દીધી છે, પણ કૃષિ મહોત્સવ યોજવા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. આ બાબતે કૃષિ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે,કૃષિ મહોત્સવ યોજવાનું આ વખતે આયોજન નથી.

જાણો કેમ ઉજવાય છે કૃષિ મહોત્સવ

રાજયના ખેડૂતોનનું કૃષિ ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું કરવાના ઉદેશ સાથે સૌ પ્રથમ વર્ષ-૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવ-૨૦૦૫ તરીકે શરૂઆત કરવામાં આવી. કૃષિ મહોત્સવ રાજય સરકારનો એક માસ લાંબો અને ઘનિષ્‍ટ વિસ્‍તરણ કાર્યક્રમ છે. કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકઓ, અધિકારીઓ અને પદાધિકારઓ દ્રારા કૃષિ રથના માધ્યમથી રાજયના તમામ ગામની મુલાકાત લઇ આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ મહોત્સવ-૨૦૦૫ ના આયોજનથી રાજયમાં કૃષિ ક્ષેત્રે સફળતાનો પાયો નંખાયેલ છે આ મહોત્સવનું ખુબજ સારૂ પરિણામ જોવા મળતાં રાજય સરકાર દર વર્ષે કૃષિ મહોત્સવનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડેલ છે.

કૃષિ યોજનામાં મળતા લાભો

કૃષિ મહોત્સવમાં વિના મુલ્યે કૃષિ, બાગાયત અને પશુપાલન કીટ્સ વિતરણ, ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન તેમજ યોજનાકીય માહિતી વિશે જાણકારી મળે છે.

15 કૃષિ મહોત્સવ અત્યાર સુધી ઉજવાયા

કૃષિ મહોત્સવમાં ગામડાઓની મુલાકાત દરમિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૫ કૃષિ મહોત્સવનું સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું.