Ahmedabadના શીલજમાં ત્યજી દીધેલ બાળકીમાં મોટો ખુલાસો,પોલીસે અપરણિત મહિલા ઝડપીને તપાસ હાથધરી

અમદાવાદમાં ત્યજી દીધેલું નવજાત મળતા કાર્યવાહી અપરિણીત મહિલાએ નવજાતને તરછોડયાનો થયો ખુલાસો અપરિણીત મહિલાએ બાળકને જન્મ આપ્યાનો ખુલાસો અમદાવાદના શીલજમાં આવેલ રોહીતવાસ પાસે આજે વહેલી સવારે નવજાત બાળકી મળી આવતા પોલીસ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી હતી.તો પોલીસ ડોગ સ્કોર્ડની મદદથી આરોપી મહિલા સુધી પહોંચી હતી.ઝાડી-ઝાંખરાંવાળી જગ્યામાં ત્યજી દિધેલું નવજાત બાળક મળ્યું હતું. રોહિતવાસના નાકે મળ્યું હતું બાળક સમગ્ર ઘટનાને લઈ એક રાહદારી યુવતીએ આ બાળકને જોયું હતુ અને તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ હતી.બોપલ પોલીસે બાળક અંગે તપાસ શરૂ કરી હતી,જેમાં ચેઝર નામના ડોગે બાળકને જન્મ આપનારી મહિલાને શોધી કાઢી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાનની અપરણિત મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.પોલીસે IPC 317 હેઠળ ગુનો નોંધ્યો છે.તો મહિલાને પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી છે.બાળકનો ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે,જો મહિલા 18 વર્ષ કરતા મોટી હશે તો અને બાળકને રાખવા માટે સક્ષમ હશે તો બાળક તેને જ સોંપવામાં આવશે. શેફર્ડ ડોગે ઉકેલ્યો ભેદ સમગ્ર ઘટનામાં પોલીસે ડોગ સ્ક્રોર્ડની મદદ લીધી હતી.બાળક પાસે પડેલા દુપટ્ટાને કારણે ડોગ બાળકની માતા સુધી પહોંચ્યો હતો.બાળકને ત્યજી દીધેલી જગ્યાથી થોડે દૂર યુવતી રહેતી હતી તો ડોગે દુપટ્ટાની સુંગધથી મહિલાના ઘરને ટ્રેસ કર્યું.બેલ્જિયમ શેફર્ડ ડોગ વર્ષ 2021મા જન્મેલુ ડોગ છે જેની મદદથી કેસ ઉકેલાયો છે.500 મિટર સુધી ડોગ ફર્યા બાદ 150 મિટર દૂર એક મકાને જઈ ડોગ ઉભા રહેતા મહિલા મળી આવી છે. ત્રણ દિવસ પહેલા ટ્રેનમાંથી ત્યજી દીધેલ બાળક મળી આવ્યુ ભુજથી ઉપડેલી સયાજી નગરી ટ્રેન સાંમખીયાળી સ્ટેશને પહોંચી ત્યારે જનરલ કોચમાંથી એક 3 વર્ષનું બાળક એકલું મળી આવતા આરપીએફના જવાનોએ રેલવે પોલીસના હવાલે કર્યું હતું. ટ્રેનમાંથી આ રીતે મળી આવેલા બાળક વિશે રેલવે પોલીસે શોધ કરતા સગી જનેતાજ તેને ટ્રેનમાં ત્યજીને ચાલી ગઇ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.બાળકને ગાંધીધામ રેલવે મથકે શોપવામાં આવતા બાળકને ત્યજી દેનાર વિશે તપાસ શરૂ કરાઇ હતી. તેમાં ભુજથી પ્રસ્થાન પામેલી સયાજી નગરી ટ્રેન પહેલાના સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસતા બાળક સાથે એક પાતળા બાંધાની અજાણી મહિલા જણાઈ આવી હતી. 15 દિવસ પહેલા પંચમહાલમાંથી મળી આવી બાળકી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા એસટી બસ સ્ટેશન ખાતેથી જીવીત હાલતમાં તાજી જનમેલી બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકો દ્વારા 108 સેવાને ફોન કરીને બોલાવામાં આવી હતી અને સારવાર આપવામા આવી હતી.હાલમા તાજી જન્મેલી બાળક સ્વસ્થ હોવાની વિગતો જાણવા મળી છે. કોઈ નિષ્ઠુર માતા-પિતા બાળકીને છોડી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Ahmedabadના શીલજમાં ત્યજી દીધેલ બાળકીમાં મોટો ખુલાસો,પોલીસે અપરણિત મહિલા ઝડપીને તપાસ હાથધરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ત્યજી દીધેલું નવજાત મળતા કાર્યવાહી
  • અપરિણીત મહિલાએ નવજાતને તરછોડયાનો થયો ખુલાસો
  • અપરિણીત મહિલાએ બાળકને જન્મ આપ્યાનો ખુલાસો

અમદાવાદના શીલજમાં આવેલ રોહીતવાસ પાસે આજે વહેલી સવારે નવજાત બાળકી મળી આવતા પોલીસ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી હતી.તો પોલીસ ડોગ સ્કોર્ડની મદદથી આરોપી મહિલા સુધી પહોંચી હતી.ઝાડી-ઝાંખરાંવાળી જગ્યામાં ત્યજી દિધેલું નવજાત બાળક મળ્યું હતું.

રોહિતવાસના નાકે મળ્યું હતું બાળક

સમગ્ર ઘટનાને લઈ એક રાહદારી યુવતીએ આ બાળકને જોયું હતુ અને તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ હતી.બોપલ પોલીસે બાળક અંગે તપાસ શરૂ કરી હતી,જેમાં ચેઝર નામના ડોગે બાળકને જન્મ આપનારી મહિલાને શોધી કાઢી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાનની અપરણિત મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.પોલીસે IPC 317 હેઠળ ગુનો નોંધ્યો છે.તો મહિલાને પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી છે.બાળકનો ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે,જો મહિલા 18 વર્ષ કરતા મોટી હશે તો અને બાળકને રાખવા માટે સક્ષમ હશે તો બાળક તેને જ સોંપવામાં આવશે.


શેફર્ડ ડોગે ઉકેલ્યો ભેદ

સમગ્ર ઘટનામાં પોલીસે ડોગ સ્ક્રોર્ડની મદદ લીધી હતી.બાળક પાસે પડેલા દુપટ્ટાને કારણે ડોગ બાળકની માતા સુધી પહોંચ્યો હતો.બાળકને ત્યજી દીધેલી જગ્યાથી થોડે દૂર યુવતી રહેતી હતી તો ડોગે દુપટ્ટાની સુંગધથી મહિલાના ઘરને ટ્રેસ કર્યું.બેલ્જિયમ શેફર્ડ ડોગ વર્ષ 2021મા જન્મેલુ ડોગ છે જેની મદદથી કેસ ઉકેલાયો છે.500 મિટર સુધી ડોગ ફર્યા બાદ 150 મિટર દૂર એક મકાને જઈ ડોગ ઉભા રહેતા મહિલા મળી આવી છે.


ત્રણ દિવસ પહેલા ટ્રેનમાંથી ત્યજી દીધેલ બાળક મળી આવ્યુ

ભુજથી ઉપડેલી સયાજી નગરી ટ્રેન સાંમખીયાળી સ્ટેશને પહોંચી ત્યારે જનરલ કોચમાંથી એક 3 વર્ષનું બાળક એકલું મળી આવતા આરપીએફના જવાનોએ રેલવે પોલીસના હવાલે કર્યું હતું. ટ્રેનમાંથી આ રીતે મળી આવેલા બાળક વિશે રેલવે પોલીસે શોધ કરતા સગી જનેતાજ તેને ટ્રેનમાં ત્યજીને ચાલી ગઇ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.બાળકને ગાંધીધામ રેલવે મથકે શોપવામાં આવતા બાળકને ત્યજી દેનાર વિશે તપાસ શરૂ કરાઇ હતી. તેમાં ભુજથી પ્રસ્થાન પામેલી સયાજી નગરી ટ્રેન પહેલાના સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસતા બાળક સાથે એક પાતળા બાંધાની અજાણી મહિલા જણાઈ આવી હતી.

15 દિવસ પહેલા પંચમહાલમાંથી મળી આવી બાળકી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા એસટી બસ સ્ટેશન ખાતેથી જીવીત હાલતમાં તાજી જનમેલી બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકો દ્વારા 108 સેવાને ફોન કરીને બોલાવામાં આવી હતી અને સારવાર આપવામા આવી હતી.હાલમા તાજી જન્મેલી બાળક સ્વસ્થ હોવાની વિગતો જાણવા મળી છે. કોઈ નિષ્ઠુર માતા-પિતા બાળકીને છોડી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.