Sabarkantha News : પોશીનામાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ

પોશીના અને આસપાસના વિસ્તારમાં કમોસમી પોશીના વિસ્તારમાં સવારથી છે વાદળછાયું વાતાવરણ વરસાદ પડતાં ખેડૂતો બન્યા ચિંતાતુર 13મી એપ્રિલે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં એક તરફ અમુક જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન છે અને બીજી તરફ અમુક જિલ્લાઓમાં બરફના કરા સાથે તોફાની વરસાદ પડયો હતો.હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના દર્શાવી હતી, ત્યાં આજે સાબરકાંઠાના પોશીનામાંઝાપટાં સાથે વરસાદ પડતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૂર્યના સખત તાપની વચ્ચે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ થોડું ઠંડુ થયું છે. બપોર પછીના દ્રશ્યો જોઈને એવું લાગે છે, જાણે ચોમાસું જામ્યું હોય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌરાષ્ટ્ર, કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવનાં છે. જ્યારે દાદરાનગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડયો હવામાન વિભાગે કરેલી આગાહી બાદ આજે બપોર પછી સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

Sabarkantha News : પોશીનામાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોશીના અને આસપાસના વિસ્તારમાં કમોસમી
  • પોશીના વિસ્તારમાં સવારથી છે વાદળછાયું વાતાવરણ
  • વરસાદ પડતાં ખેડૂતો બન્યા ચિંતાતુર

13મી એપ્રિલે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં એક તરફ અમુક જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન છે અને બીજી તરફ અમુક જિલ્લાઓમાં બરફના કરા સાથે તોફાની વરસાદ પડયો હતો.હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના દર્શાવી હતી, ત્યાં આજે સાબરકાંઠાના પોશીનામાંઝાપટાં સાથે વરસાદ પડતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૂર્યના સખત તાપની વચ્ચે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ થોડું ઠંડુ થયું છે. બપોર પછીના દ્રશ્યો જોઈને એવું લાગે છે, જાણે ચોમાસું જામ્યું હોય.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

સૌરાષ્ટ્ર, કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવનાં છે. જ્યારે દાદરાનગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડયો

હવામાન વિભાગે કરેલી આગાહી બાદ આજે બપોર પછી સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.