Vejalpur પોલીસે અલગ-અલગ પાંચ ટીમો બનાવી સમગ્ર રાત દરમિયાન કોમ્બિંગ નાઈટ કરી

વેજલપુર પોલીસે 50 વાહનો ચેક કરી 2 વાહનો ડીટેઈન કર્યા રીઢા ગુનેગારોને ઘરે જઈ તપાસ્યા 25 શંકમદ વ્યકિતઓને ચેકિંગ કર્યા અમદાવાદમાં એક તરફ રથયાત્રા નજીક છે,ત્યારે પોલીસ પણ સતર્ક બની છે,વેજલપુર પોલીસ દ્રારા ગતરાત્રીના રોજ વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ યોજવામાં આવી હતી,જેમાં સમગ્ર સ્ટાફ દ્રારા અલગ-અલગ વ્યકિતઓ તેમજ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ. રીઢા ગુનેગારોને પણ ચેક કર્યા પોલીસે અલગ-અલગ પાંચ ટીમ બનાવીને અલગ-અલગ જગ્યાઓ પર તપાસ હાથધરી હતી.રીઢા ગુનેગારો તથા શકમંદ વ્યકિતઓ તથા અસામાજીકતત્વો ચેક કરવા સૂચના આપવામાં આવી હતી.પોલીસે બોડીવોર્ન કેમરા સાથે આ તપાસ હાથધરી હતી,ઘરમાં તિક્ષ્ણ હથિયારો છે કે નહી તેને લઈ પણ તપાસ કરવામાં આવી હતી,અલગ-અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથધરાતા ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. વેજલપુર સંવેદનશીલ વિસ્તાર છે વેજલપુર એ સંવેદનશીલ વિસ્તાર હોવાથી અવાર-નવાર ગુનેગારો પર પોલીસની નજર રહેતી હોય છે,ત્યારે રથયાત્રા નજીક હોવાથી પોલીસે ચેકિંગ હાથધર્યુ હતુ.અમુક ગુનેગારો એવા હતા કે પોલીસે ચેકિંગ કરવા આવાની છે તે જાણીને વિસ્તાર છોડીને જતા રહ્યાં હતા.શંકાસ્પદ ઘર તેમજ શંકાસ્પદ વ્યકિતઓને ચેક કર્યા હતા.બે વાહનો એવા હતા કે જેની પાસે આરસીબુક અને વાહન પોતાના નામે હતું નહી તેવા વાહનોને મેમો આપી ડીટેઈન કર્યા છે. સુરતમાં પણ કોમ્બિંગ નાઈટ અવાર-નવાર યોજાય છે સુરત પોલીસ ઝોન 2 અંતર્ગત આવનાર ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તાર સંવેદનશીલ જાહેર કરાયા છે. અહીં અપરાધિક ગતિવિધિઓ પણ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં અનેક વખત ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ઉધના અને પાંડેસરા પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી અપરાધિક ગતિવિધિ સાથે સંકળાયેલા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓના ઘરે જો કોઈ ઘાતક હત્યા હોય તો તેઓ સ્વેચ્છાથી પોલીસ સામે આ હથિયારો લાવીને મૂકી દે અથવા તો જ્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવશે ત્યારે તેમના ઘરેથી હથિયાર નીકળશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ અપીલ બાદ અપરાધીઓ એક બાદ એક ઘાતક હથિયારો લઈને પોતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. તલવાર, ધારિયા, ચપ્પુ છરા, કોયતા, લાકડાના ફટકા, ધારિયા, રેમ્બો, ફરસી, લોખંડના પાઇપ, સળિયા બેઝબોલના ફટકા જેવા હથિયારો પોલીસને આ સંવેદનશીલ વિસ્તારોમાંથી મળી આવ્યા હતા.

Vejalpur પોલીસે અલગ-અલગ પાંચ ટીમો બનાવી સમગ્ર રાત દરમિયાન કોમ્બિંગ નાઈટ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેજલપુર પોલીસે 50 વાહનો ચેક કરી 2 વાહનો ડીટેઈન કર્યા
  • રીઢા ગુનેગારોને ઘરે જઈ તપાસ્યા
  • 25 શંકમદ વ્યકિતઓને ચેકિંગ કર્યા

અમદાવાદમાં એક તરફ રથયાત્રા નજીક છે,ત્યારે પોલીસ પણ સતર્ક બની છે,વેજલપુર પોલીસ દ્રારા ગતરાત્રીના રોજ વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ યોજવામાં આવી હતી,જેમાં સમગ્ર સ્ટાફ દ્રારા અલગ-અલગ વ્યકિતઓ તેમજ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ.

રીઢા ગુનેગારોને પણ ચેક કર્યા

પોલીસે અલગ-અલગ પાંચ ટીમ બનાવીને અલગ-અલગ જગ્યાઓ પર તપાસ હાથધરી હતી.રીઢા ગુનેગારો તથા શકમંદ વ્યકિતઓ તથા અસામાજીકતત્વો ચેક કરવા સૂચના આપવામાં આવી હતી.પોલીસે બોડીવોર્ન કેમરા સાથે આ તપાસ હાથધરી હતી,ઘરમાં તિક્ષ્ણ હથિયારો છે કે નહી તેને લઈ પણ તપાસ કરવામાં આવી હતી,અલગ-અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથધરાતા ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.

વેજલપુર સંવેદનશીલ વિસ્તાર છે

વેજલપુર એ સંવેદનશીલ વિસ્તાર હોવાથી અવાર-નવાર ગુનેગારો પર પોલીસની નજર રહેતી હોય છે,ત્યારે રથયાત્રા નજીક હોવાથી પોલીસે ચેકિંગ હાથધર્યુ હતુ.અમુક ગુનેગારો એવા હતા કે પોલીસે ચેકિંગ કરવા આવાની છે તે જાણીને વિસ્તાર છોડીને જતા રહ્યાં હતા.શંકાસ્પદ ઘર તેમજ શંકાસ્પદ વ્યકિતઓને ચેક કર્યા હતા.બે વાહનો એવા હતા કે જેની પાસે આરસીબુક અને વાહન પોતાના નામે હતું નહી તેવા વાહનોને મેમો આપી ડીટેઈન કર્યા છે.


સુરતમાં પણ કોમ્બિંગ નાઈટ અવાર-નવાર યોજાય છે

સુરત પોલીસ ઝોન 2 અંતર્ગત આવનાર ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તાર સંવેદનશીલ જાહેર કરાયા છે. અહીં અપરાધિક ગતિવિધિઓ પણ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં અનેક વખત ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ઉધના અને પાંડેસરા પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી અપરાધિક ગતિવિધિ સાથે સંકળાયેલા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓના ઘરે જો કોઈ ઘાતક હત્યા હોય તો તેઓ સ્વેચ્છાથી પોલીસ સામે આ હથિયારો લાવીને મૂકી દે અથવા તો જ્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવશે ત્યારે તેમના ઘરેથી હથિયાર નીકળશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ અપીલ બાદ અપરાધીઓ એક બાદ એક ઘાતક હથિયારો લઈને પોતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. તલવાર, ધારિયા, ચપ્પુ છરા, કોયતા, લાકડાના ફટકા, ધારિયા, રેમ્બો, ફરસી, લોખંડના પાઇપ, સળિયા બેઝબોલના ફટકા જેવા હથિયારો પોલીસને આ સંવેદનશીલ વિસ્તારોમાંથી મળી આવ્યા હતા.