Rajkot અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કોર્પોરેટર નીતિન રામાણીની 3 કલાક કરી પૂછપરછ

પોલીસે મને મુક્ત કરી જ્યારે જરૂર પડે ત્યારે રૂબરૂ આવવા જણાવ્યું છે : રામાણી પ્રકાશ જૈનને આર્કિટેકની ઓળખાણ કરાવી હતી: રામાણી ઇમ્પેક્ટ હેઠળ બાંધકામ કાયદેસર કરવા ભલામણ હતી : રામાણી ગઈકાલે ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાઈ હતી,તો ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ બાદ ત્રણ કલાક પછી નીતિન રામાણી મુકત થઈ ઘરે પહોંચ્યા હતા.નીતિન રામાણીએ કહ્યું કે મે ગેમઝોનને લઈ આર્કિટેકની ઓળખાણ કરાવી હતી પ્રકાશ જૈનને.મેં આર્કિટેકને મળી ઈમ્પેકટ ફી હેઠળ બાંધકામ કાયદેસર કરી આપવા ભલામણ કરી હતી. આર્કિટેક્ટ સાથે મુલાકાત કરાવી હતી : રામાણી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના અધિકારીઓ બાદ નગરસેવકોની પણ ભૂમિકા સામે આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા આજથી છ મહિના પૂર્વે ટીઆરપી ગેમ ઝોનને ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરાવવા માટે ગેમ ઝોનના સંચાલક પ્રકાશ જૈન અને યુવરાજ સોલંકીની આર્કિટેક્ટ નિરવ વરુ સાથે મુલાકાત કરાવી દીધી હતી. ભષ્ટ્રાચારની પોલ ખુલી નીતિન રામાણીએ મનપાના તત્કાલીન ટીપીઓ અને અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા, જેમાં આર્કિટેક્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે મળી દરેક ફાઈલ પર રૂપિયા લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આ મામલે તેમણે સરકારનું ધ્યાન દોર્યું નહોતું. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડના 15 દિવસ પૂર્વે નીતિન રામાણી પણ તેમના પરિવાર સાથે ગેમ ઝોનની મુલાકાતે પહોંચ્યા હતા. યુવરાજસિંહે નીતિન રામાણીનું નામ સામે આવ્યું રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત થયાં છે, જેમાં પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે સંચાલકો સહિત અધિકારીઓ મળી કુલ નવ લોકોની ધરપકડ કરી છે, જેમની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આરોપી યુવરાજસિંહ સોલંકીની પોલીસ પૂછપરછમાં નગરસેવકોની ભૂમિકાની વાત સામે આવી હતી, જેમાં નગરસેવક નીતિન રામાણીનું પણ નામ સામે આવી રહ્યું છે. શું છે મામલો? રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. 

Rajkot અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કોર્પોરેટર નીતિન રામાણીની 3 કલાક કરી પૂછપરછ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે મને મુક્ત કરી જ્યારે જરૂર પડે ત્યારે રૂબરૂ આવવા જણાવ્યું છે : રામાણી
  • પ્રકાશ જૈનને આર્કિટેકની ઓળખાણ કરાવી હતી: રામાણી
  • ઇમ્પેક્ટ હેઠળ બાંધકામ કાયદેસર કરવા ભલામણ હતી : રામાણી

ગઈકાલે ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાઈ હતી,તો ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ બાદ ત્રણ કલાક પછી નીતિન રામાણી મુકત થઈ ઘરે પહોંચ્યા હતા.નીતિન રામાણીએ કહ્યું કે મે ગેમઝોનને લઈ આર્કિટેકની ઓળખાણ કરાવી હતી પ્રકાશ જૈનને.મેં આર્કિટેકને મળી ઈમ્પેકટ ફી હેઠળ બાંધકામ કાયદેસર કરી આપવા ભલામણ કરી હતી.

આર્કિટેક્ટ સાથે મુલાકાત કરાવી હતી : રામાણી

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના અધિકારીઓ બાદ નગરસેવકોની પણ ભૂમિકા સામે આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા આજથી છ મહિના પૂર્વે ટીઆરપી ગેમ ઝોનને ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરાવવા માટે ગેમ ઝોનના સંચાલક પ્રકાશ જૈન અને યુવરાજ સોલંકીની આર્કિટેક્ટ નિરવ વરુ સાથે મુલાકાત કરાવી દીધી હતી.

ભષ્ટ્રાચારની પોલ ખુલી

નીતિન રામાણીએ મનપાના તત્કાલીન ટીપીઓ અને અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા, જેમાં આર્કિટેક્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે મળી દરેક ફાઈલ પર રૂપિયા લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આ મામલે તેમણે સરકારનું ધ્યાન દોર્યું નહોતું. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડના 15 દિવસ પૂર્વે નીતિન રામાણી પણ તેમના પરિવાર સાથે ગેમ ઝોનની મુલાકાતે પહોંચ્યા હતા.

યુવરાજસિંહે નીતિન રામાણીનું નામ સામે આવ્યું

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત થયાં છે, જેમાં પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે સંચાલકો સહિત અધિકારીઓ મળી કુલ નવ લોકોની ધરપકડ કરી છે, જેમની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આરોપી યુવરાજસિંહ સોલંકીની પોલીસ પૂછપરછમાં નગરસેવકોની ભૂમિકાની વાત સામે આવી હતી, જેમાં નગરસેવક નીતિન રામાણીનું પણ નામ સામે આવી રહ્યું છે.

શું છે મામલો?

રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.