ગાંધીધામમાં કારમાંથી શરાબની 231 બોટલ ઝડપાઈ, એક પકડાયો એક નાસી ગયો

એક કાર અને મોબાઈલ ફોન સહીત કુલ ૫. ૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો ગાંધીધામ : ગાંધીધામનાં ખોડિયારનગર વિસ્તારમાં પૂર્વ કચ્છ એલ. સી. બી ની ટીમે કારમાંથી એક શખ્સને વિદેશી શરાબની ૨૩૧ બોટલ સાથે પાડી એક કાર અને મોબાઈલ સહીત કુલ ૫.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે બીજો આરોપી પોલીસને હાથ આવ્યો ન હતો. આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં આરોપી અલ્તાફ ગુલમામદ રાયમા પોતાની સફેદ કલરની કાર નં જીજે ૧૨ ઈઈ ૩૫૧૨ માં વિદેશી શરાબનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે પૂર્વ કચ્છ એલ. સી. બી ની ટીમે દરોડો પાડયો હતો. જેમાં ૨૪ વર્ષીય આરોપી અલ્તાફને ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૨૩૧ બોટલ જેની કિંમત રૂ. ૪૭,૧૦૦ નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં એક કાર અને મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૫,૫૭,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા (રહે. ભચાઉ) પોલીસને હાથ આવ્યો ન હતો.જેથી પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથધરી હતી.

ગાંધીધામમાં કારમાંથી શરાબની 231 બોટલ ઝડપાઈ, એક પકડાયો એક નાસી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


એક કાર અને મોબાઈલ ફોન સહીત કુલ ૫. ૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 

ગાંધીધામ : ગાંધીધામનાં ખોડિયારનગર વિસ્તારમાં પૂર્વ કચ્છ એલ. સી. બી ની ટીમે કારમાંથી એક શખ્સને વિદેશી શરાબની ૨૩૧ બોટલ સાથે પાડી એક કાર અને મોબાઈલ સહીત કુલ ૫.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે બીજો આરોપી પોલીસને હાથ આવ્યો ન હતો. 

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં આરોપી અલ્તાફ ગુલમામદ રાયમા પોતાની સફેદ કલરની કાર નં જીજે ૧૨ ઈઈ ૩૫૧૨ માં વિદેશી શરાબનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે પૂર્વ કચ્છ એલ. સી. બી ની ટીમે દરોડો પાડયો હતો. જેમાં ૨૪ વર્ષીય આરોપી અલ્તાફને ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૨૩૧ બોટલ જેની કિંમત રૂ. ૪૭,૧૦૦ નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં એક કાર અને મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૫,૫૭,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા (રહે. ભચાઉ) પોલીસને હાથ આવ્યો ન હતો.જેથી પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથધરી હતી.