Surat News : ઉધનામાં થયેલ ઘાતકી હત્યામાં બે આરોપીઓને પોલીસે દબોચ્યા

પાંડેસરા પોલીસે કાલુ સિંગ અને મોહન સિંગની કરી ધરપકડ મૃતક ભજન સિંગ સરદારની 6 લોકોએ મળી કરી હતી હત્યા તલવાર વડે હાથ અને ગર્દન કાપી હત્યાને આપવામાં આવ્યો હતો અંજામ સુરતમાં હત્યા અને લૂંટની ઘટના દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,સામન્ય વાત કયારેક હત્યામાં પરિણમે છે,ગઈકાલે બપોરના સમયે ઉધના વિસ્તારમાં ઘાતકી હત્યા કરાઈ હતી,તો મૃતકના કાકાએ જ આ હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે,આ હત્યા કુલ 6 લોકો દ્વારા કરવામાં આવી હતી, જેમાં પોલીસે 4 આરોપીઓ પોલીસ પકડથી બહાર છે અને 2 આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે.હત્યા કેમ કરી અને તેની પાછળનો આશય શુ હતો તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ છે.ગઈકાલે બપોરે બન્યો હતો બનાવ સુરતના ઉધના વિસ્તારના બીઆરસી નજીક બપોરે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.જેમાં ભજન સિંહ ઉર્ફે ચીખલીગર નામના બુટલેગરની હત્યા કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની લેતી - દેતીમાં હત્યાનો આક્ષેપ લાગ્યો છે. પોલીસને મળેલી પ્રારંભિક માહિતીમાં બળદેવસિંગ અને ભાઉ નામના શખ્સોએ હત્યા કરી હોવાની પણ માહિતી સામે આવી છે.જેમાં યુવક પર તલવારથી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જે પછી હત્યાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે આરોપીઓને શોધવાની પ્રક્રિયા હાથધરી હતી પોલીસ દ્વારા યુવકની કયા સંજોગોમાં અને ક્યા કારણોથી હત્યા કરવામાં આવી તેના અંગે તપાસ હાથધરાઈ છે. તેમજ પોલીસ દ્વારા ગેંગવોરની સ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.સુરતમાં 8 લોકોની હત્યા થઈઆ તરફ યુવકની જાહેરમાં હત્યાના પગલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા થોડાં જ દિવસોમાં જોવામાં આવે તો 8 લોકોની હત્યા થઈ છે. ત્યારે આ સિલસિલો અટકી નથી રહ્યો. જ્યાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.37 વર્ષે ભજનસિંગ વડોદ ગામ ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પત્ની બે દીકરી અને એક દિકરો છે. ભજનસિંગ મીટનો ધંધો કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો.

Surat News : ઉધનામાં થયેલ ઘાતકી હત્યામાં બે આરોપીઓને પોલીસે દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાંડેસરા પોલીસે કાલુ સિંગ અને મોહન સિંગની કરી ધરપકડ
  • મૃતક ભજન સિંગ સરદારની 6 લોકોએ મળી કરી હતી હત્યા
  • તલવાર વડે હાથ અને ગર્દન કાપી હત્યાને આપવામાં આવ્યો હતો અંજામ

સુરતમાં હત્યા અને લૂંટની ઘટના દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,સામન્ય વાત કયારેક હત્યામાં પરિણમે છે,ગઈકાલે બપોરના સમયે ઉધના વિસ્તારમાં ઘાતકી હત્યા કરાઈ હતી,તો મૃતકના કાકાએ જ આ હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે,આ હત્યા કુલ 6 લોકો દ્વારા કરવામાં આવી હતી, જેમાં પોલીસે 4 આરોપીઓ પોલીસ પકડથી બહાર છે અને 2 આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે.હત્યા કેમ કરી અને તેની પાછળનો આશય શુ હતો તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ છે.

ગઈકાલે બપોરે બન્યો હતો બનાવ

સુરતના ઉધના વિસ્તારના બીઆરસી નજીક બપોરે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.જેમાં ભજન સિંહ ઉર્ફે ચીખલીગર નામના બુટલેગરની હત્યા કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની લેતી - દેતીમાં હત્યાનો આક્ષેપ લાગ્યો છે. પોલીસને મળેલી પ્રારંભિક માહિતીમાં બળદેવસિંગ અને ભાઉ નામના શખ્સોએ હત્યા કરી હોવાની પણ માહિતી સામે આવી છે.જેમાં યુવક પર તલવારથી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જે પછી હત્યાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે આરોપીઓને શોધવાની પ્રક્રિયા હાથધરી હતી પોલીસ દ્વારા યુવકની કયા સંજોગોમાં અને ક્યા કારણોથી હત્યા કરવામાં આવી તેના અંગે તપાસ હાથધરાઈ છે. તેમજ પોલીસ દ્વારા ગેંગવોરની સ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં 8 લોકોની હત્યા થઈ

આ તરફ યુવકની જાહેરમાં હત્યાના પગલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા થોડાં જ દિવસોમાં જોવામાં આવે તો 8 લોકોની હત્યા થઈ છે. ત્યારે આ સિલસિલો અટકી નથી રહ્યો. જ્યાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.37 વર્ષે ભજનસિંગ વડોદ ગામ ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પત્ની બે દીકરી અને એક દિકરો છે. ભજનસિંગ મીટનો ધંધો કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો.