સિંધુભવન રોડ પર ગેરકાયદેસર ચાલતા લોંજ કાસાનોવા સામે કાર્યવાહી

અમદાવાદ, રવિવારઅમદાવાદના સિંધુભવન રોડ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ૫૦થી વધુ પોલીસ દ્વારા શનિવારે મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં લોજ કાસાનોવામાં ફાયર સેફ્ટી અને એનઓસી વિના ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તેના ત્રણ ભાગીદારો વિરૂદ્વ ગુનો નોંધીને કાફેને સીલ કરવાની કામગીરી કરી હતી. સેક્ટર-૧ના એડીશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજર અને ઉચ્ચ અધિકારીઓ તેમજ ૫૦થી વધુ પોલીસ સ્ટાફ સાથે શનિવારે સિંધુભવન રોડ પર મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં  પોલીસે લોંજ કાસાનોવા કાફેમાં તપાસ કરતા ત્યાં ફાયર એનઓસી અને અન્ય કોઇ પરવાનગી નહોતી. જેથી ગેરકાયદેસર ચાલતા કાફેના સંચાલકો પિંકેશ પટેલ (રહે. સુકુન  રેસીડેન્સી, ગોતા) , રાજદીપ સોની (રહે. અશ્વમેઘ બંગલો, નિકોલ) અને કમલેશ બગડા (રહે. વર્ષા સાસાયટી, બાપુનગર) સામે  ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથેસાથે કાફેને સીલ કરાયું હતું.  આ ઉપરાંત,  પોલીસ અધિકારીઓએ ૬૧ જેટલા કાફેમાં તપાસ કરી હતી.  ૪૨૪ જેટલા વાહનો તપાસીને ૯૬ જેટલા મેમો આપીને દંડ વસુલવાની સાથે  પાંચ વાહનો ડીટેઇન કર્યા હતા. આ સાથે સ્થાનિક પોલીસને નિયમિત રીતે  તપાસ કરવા માટે સુચના પણ આપવામાં આવી છે.

સિંધુભવન રોડ પર ગેરકાયદેસર ચાલતા લોંજ કાસાનોવા સામે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

અમદાવાદના સિંધુભવન રોડ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ૫૦થી વધુ પોલીસ દ્વારા શનિવારે મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં લોજ કાસાનોવામાં ફાયર સેફ્ટી અને એનઓસી વિના ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તેના ત્રણ ભાગીદારો વિરૂદ્વ ગુનો નોંધીને કાફેને સીલ કરવાની કામગીરી કરી હતી. સેક્ટર-૧ના એડીશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજર અને ઉચ્ચ અધિકારીઓ તેમજ ૫૦થી વધુ પોલીસ સ્ટાફ સાથે શનિવારે સિંધુભવન રોડ પર મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં  પોલીસે લોંજ કાસાનોવા કાફેમાં તપાસ કરતા ત્યાં ફાયર એનઓસી અને અન્ય કોઇ પરવાનગી નહોતી. જેથી ગેરકાયદેસર ચાલતા કાફેના સંચાલકો પિંકેશ પટેલ (રહે. સુકુન  રેસીડેન્સી, ગોતા) , રાજદીપ સોની (રહે. અશ્વમેઘ બંગલો, નિકોલ) અને કમલેશ બગડા (રહે. વર્ષા સાસાયટી, બાપુનગર) સામે  ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથેસાથે કાફેને સીલ કરાયું હતું.  આ ઉપરાંતપોલીસ અધિકારીઓએ ૬૧ જેટલા કાફેમાં તપાસ કરી હતી.  ૪૨૪ જેટલા વાહનો તપાસીને ૯૬ જેટલા મેમો આપીને દંડ વસુલવાની સાથે  પાંચ વાહનો ડીટેઇન કર્યા હતા. આ સાથે સ્થાનિક પોલીસને નિયમિત રીતે  તપાસ કરવા માટે સુચના પણ આપવામાં આવી છે.