વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ: ઊર્જા વિભાગના 30 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

Electrical Assistant Recruitment Scam: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલે PGVCL દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે 30 વિદ્યુત સહાયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નાણાકીય ગેરરીતિ સામે આવતા રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે.પરીક્ષામાં 10થી 15 લાખનો વહીવટ થયો!રાજ્યના ઊર્જા વિભાગના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વિદ્યુત સહાયકની ભરતી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નીતિ નિયમો નેવે મૂકીને પરીક્ષામાં 10થી 15 લાખનો વહીવટ અને ગેરરીતિ આચરવામાં આવી હતી. આ ગેરરીતિમાં ઉમેદવારે માત્ર કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસવાનું હતું, જેના જવાબ મેનેજ કરવામાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયામાં જ્યારે પરીક્ષા થઈ રહી હતી, ત્યારે 12મી જાન્યુઆરી 2022ના રોજ પરીક્ષાના પેપર પહેલાં જ વચેટિયાઓ અને ઉમેદવારો મુદ્દે સરકારને માહિતી આપવામાં આવી હતી. પરંતુ સરકારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરી ન હતી. આ કૌભાંડમાં 300 જેટલા લોકો ભરતી થયા છે અને હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગુરૂવારે(13મી જૂન) PGVCLના 30 જેટલા વિદ્યુત સહાયકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ભરતીમાં થયેલી ગેરરીતિ મોટાં અધિકારીઓ પણ જવાબદાર છે એની સામે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ભરતી કૌભાંડનું એપીસેન્ટરમાં અરવલ્લીનું મોડાસા, સાઠંબા, મહીસાગરનું વીરપુર, વણાકબોરી, કેશોદ અને ભાવનગર અને પ્રાંતિજ છે.

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ: ઊર્જા વિભાગના 30 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Electrical Assistant Recruitment Scam

Electrical Assistant Recruitment Scam: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલે PGVCL દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે 30 વિદ્યુત સહાયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નાણાકીય ગેરરીતિ સામે આવતા રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે.

પરીક્ષામાં 10થી 15 લાખનો વહીવટ થયો!

રાજ્યના ઊર્જા વિભાગના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વિદ્યુત સહાયકની ભરતી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નીતિ નિયમો નેવે મૂકીને પરીક્ષામાં 10થી 15 લાખનો વહીવટ અને ગેરરીતિ આચરવામાં આવી હતી. આ ગેરરીતિમાં ઉમેદવારે માત્ર કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસવાનું હતું, જેના જવાબ મેનેજ કરવામાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયામાં જ્યારે પરીક્ષા થઈ રહી હતી, ત્યારે 12મી જાન્યુઆરી 2022ના રોજ પરીક્ષાના પેપર પહેલાં જ વચેટિયાઓ અને ઉમેદવારો મુદ્દે સરકારને માહિતી આપવામાં આવી હતી. પરંતુ સરકારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરી ન હતી. આ કૌભાંડમાં 300 જેટલા લોકો ભરતી થયા છે અને હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

ગુરૂવારે(13મી જૂન) PGVCLના 30 જેટલા વિદ્યુત સહાયકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ભરતીમાં થયેલી ગેરરીતિ મોટાં અધિકારીઓ પણ જવાબદાર છે એની સામે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ભરતી કૌભાંડનું એપીસેન્ટરમાં અરવલ્લીનું મોડાસા, સાઠંબા, મહીસાગરનું વીરપુર, વણાકબોરી, કેશોદ અને ભાવનગર અને પ્રાંતિજ છે.