Surendranagar News: ધ્રાંગધ્રાના ખાંભડાના દહેજ ભૂખ્યા 9 સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ

લગ્ન બાદ બુલેટ અને જીપ કંપનીની કાર માટે રૂ. 30 લાખની માગણી કરીહાલ કાકાના ઘરે આહવા રહેલી પરિણીતાએ ડાંગ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી તો નોકરાણી તરીકે રહેવુ પડશે તેમ કહી પતિ તરીકેના કોઈ સંબંધ રાખ્યા ન હતા મૂળીમાં રહેતા પરિવારની દિકરીના લગ્ન વર્ષ 2023ના ડિસેમ્બર માસમાં ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના પ્રથમ દિવસે જ પતિએ તું જાડી અને કાળી છે, મને ગમતી નથી, તારા મારા ઘરે રહેવુ હોય તો નોકરાણી તરીકે રહેવુ પડશે તેમ કહી પતિ તરીકેના કોઈ સંબંધ રાખ્યા ન હતા. જયારે પરિણીતા પાસે બુલેટ અને જીપ કંપનીની કાર લેવા રૂ. 30 લાખની માંગણી કરાઈ હતી. હાલ કાકાના ઘરે ડાંગના આહવામાં રહેતી પરિણીતાએ સાસરી પક્ષના દહેજભુખ્યા 9 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. હાલની 21મી સદીમાં પણ દહેજ ભુખ્યા સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવે છે. ત્યારે છ માસના ટુંકા લગ્નગાળામાં પરિણીતાએ સાસરી પક્ષના 9 સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વધુમાં મળતી માહિતી મુજબ મૂળીમાં રહેતા પરિવારની દિકરીના લગ્ન તા. 6-12-23ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે રહેતા રાજદીપસીંહ વિક્રમસીંહ સીંધવ સાથે થયા હતા. દિકરીના પિતાએ 20 વીઘા જમીન વેચીને લગ્ન કરી દિકરીને તમામ કરિયાવર આપ્યો હતો. ત્યારે લગ્નના પ્રથમ દિવસે જ પતિ રાજદીપસીંહે તું જાડી અને કાળી છે, મને ગમતી નથી, મારા માતા-પિતાએ પરાણે લગ્ન કરાવ્યા છે, તારે મારા ઘરમાં રહેવુ હોય તો નોકરાણી તરીકે રહેવુ પડશે, હું તારી સાથે કોઈ વાત કરવાનો નથી, કે પતિ તરીકેના સંબંધ રાખવાનો નથી તેમ કહ્યુ હતુ. બાદમાં પતિ તારા પિતા અને ભાઈઓ ખુબ સુખી છે, બધાના ઘરે ગાડીઓ છે, મારા માટે એક બુલેટ અને જીપ કંપનીની કાર લેવા રૂ. 30 લાખ લઈ આવ તેમ કહ્યુ હતુ. જયારે સાસરી પક્ષના સભ્યોની ચડામણીથી પતિ અપશબ્દો કહી મારપીટ કરતા હતા અને પરિણીતાને પહેરેલ કપડે કાઢી મુકી હતી. હાલ કાકાના ઘરે ડાંગના આહવામાં રહેતી પરિણીતાએ ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડાના રાજદીપસીંહ વિક્રમસીંહ સીંધવ, વિક્રમસીંહ ગોપાલસીંહ સીંધવ, જયોત્સનાબા વિક્રમસીંહ સીંધવ, મહેન્દ્રસીંહ ગોપાલસીંહ સીંધવ, રાજલબા મહેન્દ્રસીંહ સીંધવ, ભવાનીસીંહ ગોપાલસીંહ સીંધવ, પાયલબા જયેન્દ્રસીંહ મોરી, ગોપાલસીંહ હેમુભા સીંધવ, નંદાબા ગોપાલસીંહ સીંધવ સામે ડાંગ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Surendranagar News: ધ્રાંગધ્રાના ખાંભડાના દહેજ ભૂખ્યા 9 સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લગ્ન બાદ બુલેટ અને જીપ કંપનીની કાર માટે રૂ. 30 લાખની માગણી કરી
  • હાલ કાકાના ઘરે આહવા રહેલી પરિણીતાએ ડાંગ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • તો નોકરાણી તરીકે રહેવુ પડશે તેમ કહી પતિ તરીકેના કોઈ સંબંધ રાખ્યા ન હતા

મૂળીમાં રહેતા પરિવારની દિકરીના લગ્ન વર્ષ 2023ના ડિસેમ્બર માસમાં ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના પ્રથમ દિવસે જ પતિએ તું જાડી અને કાળી છે, મને ગમતી નથી, તારા મારા ઘરે રહેવુ હોય તો નોકરાણી તરીકે રહેવુ પડશે તેમ કહી પતિ તરીકેના કોઈ સંબંધ રાખ્યા ન હતા. જયારે પરિણીતા પાસે બુલેટ અને જીપ કંપનીની કાર લેવા રૂ. 30 લાખની માંગણી કરાઈ હતી. હાલ કાકાના ઘરે ડાંગના આહવામાં રહેતી પરિણીતાએ સાસરી પક્ષના દહેજભુખ્યા 9 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

હાલની 21મી સદીમાં પણ દહેજ ભુખ્યા સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવે છે. ત્યારે છ માસના ટુંકા લગ્નગાળામાં પરિણીતાએ સાસરી પક્ષના 9 સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વધુમાં મળતી માહિતી મુજબ મૂળીમાં રહેતા પરિવારની દિકરીના લગ્ન તા. 6-12-23ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે રહેતા રાજદીપસીંહ વિક્રમસીંહ સીંધવ સાથે થયા હતા. દિકરીના પિતાએ 20 વીઘા જમીન વેચીને લગ્ન કરી દિકરીને તમામ કરિયાવર આપ્યો હતો. ત્યારે લગ્નના પ્રથમ દિવસે જ પતિ રાજદીપસીંહે તું જાડી અને કાળી છે, મને ગમતી નથી, મારા માતા-પિતાએ પરાણે લગ્ન કરાવ્યા છે, તારે મારા ઘરમાં રહેવુ હોય તો નોકરાણી તરીકે રહેવુ પડશે, હું તારી સાથે કોઈ વાત કરવાનો નથી, કે પતિ તરીકેના સંબંધ રાખવાનો નથી તેમ કહ્યુ હતુ. બાદમાં પતિ તારા પિતા અને ભાઈઓ ખુબ સુખી છે, બધાના ઘરે ગાડીઓ છે, મારા માટે એક બુલેટ અને જીપ કંપનીની કાર લેવા રૂ. 30 લાખ લઈ આવ તેમ કહ્યુ હતુ. જયારે સાસરી પક્ષના સભ્યોની ચડામણીથી પતિ અપશબ્દો કહી મારપીટ કરતા હતા અને પરિણીતાને પહેરેલ કપડે કાઢી મુકી હતી. હાલ કાકાના ઘરે ડાંગના આહવામાં રહેતી પરિણીતાએ ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડાના રાજદીપસીંહ વિક્રમસીંહ સીંધવ, વિક્રમસીંહ ગોપાલસીંહ સીંધવ, જયોત્સનાબા વિક્રમસીંહ સીંધવ, મહેન્દ્રસીંહ ગોપાલસીંહ સીંધવ, રાજલબા મહેન્દ્રસીંહ સીંધવ, ભવાનીસીંહ ગોપાલસીંહ સીંધવ, પાયલબા જયેન્દ્રસીંહ મોરી, ગોપાલસીંહ હેમુભા સીંધવ, નંદાબા ગોપાલસીંહ સીંધવ સામે ડાંગ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.